આમાંથી એક પીંછુ પસંદ કરો અને જાણો પોતાના વિશે એવા-એવા રાઝ કે તમારૂ જીવન બદલાય જશે

પીંછું ઉડવા માટેનું સાધન છે. પીંછું પક્ષીઓ માટે જીવન છે અને માણસનાં વિચારોને એક નવી દિશા આપે છે. કારણ કે વિચાર અને વર્તણૂક દ્વારા જ માણસનું વ્યક્તિત્વ બને છે. મનોવિજ્ઞાન મુજબ જુદા-જુદા પ્રકારના પીંછા અને એના પ્રત્યે લોકોનું આકર્ષણ અને પસંદગી દ્વારા માણસના વ્યક્તિત્વ વિશે ઘણું બધું જાણી શકાય. આજે અમે તમારી સામે એક એવો જ મોકો લઈને આવ્યા છીએ કે જ્યાં તમે તમારા મનગમતા પીંછાને પસંદ કરો અને અમે તમારા વ્યક્તિત્વ વિશે અવનવી જાણકારી આપીશું. જે ખૂબ જ રસપ્રદ હશે અને કદાચ આજ સુધી તમે પણ નહીં જાણતા હો.

ઉપરોક્ત ફોટોમાં દેખાતા પીંછામાંથી કોઈ એક પીંછું પસંદ કરો અને જાણો પોતાના વિશે કેટલાક એવા રાઝ કે જે તમારૂ જીવન બદલી નાખશે.

(1) પહેલું પીંછું


જો તમે ઉપરોક્ત આકૃતિમાંથી પહેલા નંબરનું પીંછું પસંદ કર્યું હોય તો એનો અર્થ એ છે કે તમે ખૂબ જ શાંત સ્વભાવનાં એક દયાળુ વ્યક્તિ છો. તમે લોકોને સાથે રાખીને ચાલવામાં માનો છો. ગમે તેવી મોટી સમસ્યામાં પણ તમે ડર્યા વગર એનો રસ્તો કાઢો છો. આજુબાજુ વાળા બધાની ભલાઈનું ધ્યાન રાખીને તમે શાંતિપૂર્વક જીવન જીવો છો. જોકે તમે થોડા અંતર્મુખી સ્વભાવનાં છો પણ બીજાની જરૂરિયાત અને ખુશીનું ધ્યાન રાખીને તમે હંમેશા બધા સાથે હળીમળીને રહો છો. તમારૂ હ્ર્દય ખૂબ જ વિશાળ છે અને તમે ખૂબ જ સમજુ છો.

(2) બીજું પીંછું


તમે જો બીજા નંબરનું પીંછું પસંદ કર્યું હોય તો એનો મતલબ એમ કે તમે અમુક વસ્તુઓને જલ્દી સમજી જાવ છો અને તમારામાં નવું-નવું શીખવાની ધગશ છે. જ્યારે પણ કંઇક નવું કરવાની વાત આવે ત્યારે તમે ખૂબ જ સરળતાથી કાર્ય પુરૂ કરો છો. જોકે તમે બુદ્ધિશાળી તો છો જ પણ ક્યારેક મૂર્ખતાભર્યા કાર્ય પણ કરી બેસો છો. જેમકે તમે તમારી અંગત જીંદગી બીજી કોઈ વ્યક્તિ સાથે વહેંચવાનું પસંદ નથી કરતા, પણ દોસ્તો સાથે સમય પસાર કરવો તમને ગમે છે. હવે તમારી તકલીફ એવી છે કે તમે જેની સાથે રહો છો એની પાસે તમે એવી અપેક્ષા રાખો છો કે તે વ્યક્તિ ફક્ત તમારી સાથે જ રહે અને ફક્ત તમારા તરફ જ ધ્યાન આપે અને જ્યારે આમ ન થાય ત્યારે તમે એ વ્યક્તિથી દુર થવા લાગો છો. તે સમયે બીજા લોકોને એવું લાગે છે કે તમને એના પ્રત્યે કોઈ લગાવ નથી પણ હકીકતમાં તમે એની સાથે જોડાયેલ હોવ છો.

(3) ત્રીજું પીંછું


જો તમે ત્રણ નંબરનું પીંછું સિલેક્ટ કર્યું હોય તો એનો અર્થ એ છે કે તમે આત્મનિર્ભર હોવાનું દ્રષ્ટાંત બેસાડયું છે. જીવનની નાનામાં નાની વસ્તું માટે પણ તમે કોઈ પર નિર્ભર રહેવાનું બિલકુલ પસંદ નથી કરતા. તમે કોઈ દિવસ હાર નથી માનતા. તમે નિષ્ફળતાથી નિરાશ થયા વગર નિષ્ફળતાને જ આગળ વધવાનો રસ્તો બનાવો છો. તમારી વિચારધારા મુજબ, નિષ્ફળતા દિલને મજબૂત કરે, મગજને બુદ્ધિમાન બનાવે અને માણસને નવી રાહ ચીંધે છે. નિષ્ફળતા માણસની ક્ષમતાને ઉજાગર કરે છે. તમારામાં રહેલ આ ગુણ જ તમને એક સારો લીડર બનાવે છે.

(4) ચોથું પીંછું


જો તમને ચોથા પીંછાની આકૃતિ ગમતી હોય તો એનો મતલબ એવો છે કે તમે ઉચ્ચ ચરિત્રની સાથો સાથ રહસ્યમય વ્યક્તિત્વનાં માલિક છો. તમે એક પરફેક્શનિસ્ટ છો અને દરેક કામને સૌથી બેસ્ટ રીતે કરવા માંગો છો. તમારૂ વ્યક્તિત્વ એટલું બધું પ્રભાવશાળી છે કે લોકો ઈચ્છે તો પણ તમને નજરઅંદાજ ન કરી શકે. ઘણી વખત એવું પણ થાય કે પરફેક્શનનો તમારો આગ્રહ તમને જ થકવી દે છે. એટલે તમારે એ સમજવું જોઈએ કે આખરે ! આપણે માણસ છીએ અને દરેક માણસમાં કંઈકને કંઈક ખામી ચોક્કસ હોય છે.

(5) પાંચમું પીંછું


જો તમે પાંચમું પીંછું પસંદ કર્યું છે તો એનો મતલબ એવો છે કે તમે ખૂબ જ રચનાત્મક છો. તમારી અંદર રહેલ ક્રિએટીવીટી અને કલ્પના શક્તિ તમારી સૌથી મોટી ખૂબી છે. પણ તમારી સૌથી મોટી ખામી એ છે કે તમને તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ નથી. આજ કારણ છે કે તમે પ્રતિભાશાળી હોવા છતાં ઘણી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.

મિત્રો, બે પંકિત આ પણ વાંચો :

જ્યારે પુરૂષાર્થ હું કરતો રહ્યો’

પ્રારબ્ધ મુજને છોડીને બે ડગલા પાછું ગયુ,

કાંઈ સમજાતું નથી ! સમજાતું નથી !

આત્મવિશ્વાસ વગર પુરૂષાર્થ નકામો,

તો, પ્રારબ્ધ પણ શું કરે ?

આત્મવિશ્વાસ હોય જ્યાં,

ત્યાં રહી પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ !

બસ આ જ છે પરમ સમજણ ! પરમ સમજણ.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!