સ્ટેમ્પ પેપરથી ભગવાન સ્વીકારે છે અરજી! – વિગતો વાંચવા જેવી છે

બહુ આયામી પરંપરાઓના દેશ ભારતમાં અનેક ધર્મો,એના અલગ સંપ્રદાયો અને એના અલગ ઇષ્ટદેવ મંદિરો રહેલા છે.બધે ભગવાનની પૂજા-અર્ચના અલગ અલગ પધ્ધતિથી થાય છે.ક્યાંય ભોગ ચડાવીને,ક્યાંક બલી ચડાવીને તો ક્યાંય અવનવા પોષાક પહેરીને!

જુદા-જુદા દેવી દેવતાઓના મંદિરમાં પૂજન-અર્ચનનો રીવાજ અલગ અલગ જ હોય છે.એ પ્રમાણે લોકો દેવને રીજવવાનો પ્રયાસ કરે છે.અને ઇષ્ટફળ મેળવવાની હોંશ રાખે છે.શ્રધ્ધા અને ભક્તિનો આ પ્રકારે ઠેરઠેર સમન્વય જોવા મળે છે.

અલબત્ત,એક વાત તો સાવ અજાણી અને અનોખી લાગે એવી છે.મંદિરમાં રીતરીવાજો તો ઘણા હોય પણ કદી સાંભળ્યું છે કે કાગળ પર અરજી લખીને ભગવાનને ધરાય છે અને ન્યાયની માંગણી કરવામાં આવે છે!?જી હાં,આવું પણ થાય છે ભારતના એક અજીબ મંદિરમાં!

અહીં પૂજન-અર્ચન,ધૂપ-આરતીને બદલે માત્ર સ્ટેમ્પ પેપર ઉપર ભક્તજન પોતાની માંગણી લખે છે અને એ લખાણ ભગવાનને ચરણે ધરી ન્યાયની માંગણી કરે છે!છે ને થોડી હટકે વાત!વાત એકદમ સાચી છે અને આના વિશે જ અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ :

વાત છે ઉત્તરાખંડના અલ્મોડામાં આવેલા ગોલૂ દેવતાના મંદિરની.જેઓ ચૈત્ય ગોલૂ દેવતાના નામે જગ મશહુર છે.કહેવાય છે કે,જે માણસ ન્યાયની અપેક્ષામાં કોર્ટ-કચેરીના ધક્કા ખાઇને થાક્યો હોય છે એ છેવટે છેલ્લી આશા સાથે અહીં આવે છે.ગોલૂ દેવતાના મંદિરમાં તે ન્યાય સાથે અરજી કરે છે.અને લોકો કહે છે કે,ચમત્કારીક રીતે ગોલૂ દેવતા તેમની અરજી જાણે સાંભળી પણ લે છે.જેને પરીણામે હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે.ન્યાય પરથી વિશ્વાસ ઉડી ગયો હોય એવા લોકો માટે આ જાણે એકમાત્ર આશ્રય સ્થાન છે.

કાનુનના રખેવાળ –

ગોલૂ દેવતાને ભૈરવદેવનો અવતાર માનવામાં આવે છે.કથા પ્રમાણે ગોલૂ દેવતા પહેલાં અલ્મોડાના રાજવી હતાં.રાજા બન્યાં પહેલાંના જીવનમાં તેમને અને તેમની માતાને બીજી રાણીઓથી બહુ દુ:ખ વેઠવાનો વારો આવેલો.

આ ઘટના પરથી પ્રેરીત થઇ રાજા બન્યાં બાદ ગોલૂ દેવતાએ નિર્ણય કર્યો કે,પોતાના દરબારમાંથી કોઇ ન્યાય વિના નહી જાય!જે આવશે એને ન્યાય મળશે.આજે પણ ઉત્તરાખંડમાં ગોલૂ દેવતા એક આદર્શ મનાય છે.ન્યાયપ્રિય શાસક તરીકે તેમની આજે પણ પૂજા-અર્ચના થાય છે.

હજારો ઘંટડીઓની વણઝાર –

હજી પણ તમને આશ્વર્ય જરૂરથી થતુ હશે કે આખરે કઇ રીતે એક સ્ટેમ્પ અરજી કરી દેવાથી ન્યાય મળી જાય?ખરેખર આ શક્ય છે?એ વાતની તો ખબર નહિ પણ મંદિરના પગથિયા વટાવી અંદર પ્રવેશો એટલે આખું અદ્ભુત દ્રશ્ય નજર સામે ખડું થશે જે બધું જ કહી દેવા સક્ષમ છે.

અહીં તમને જોવા મળશે હજારો સ્ટેમ્પ પેપર સાથેની અરજીઓ અને સાથે અનેક નાની-નાની ઘંટડીઓ,જે મંદિરમાં લટકાવેલી છે.આ ઘંટડીઓ મુકવાનું કારણ કંઇક આવું છે – જે માણસ સ્ટેમ્પ પેપર પર અરજી લખીને ન્યાયની માંગણી કરે છે એને જો ખરેખર ન્યાય મળી જાય તો અહીં આવીને તે એક ઘંટડી લટકાવે છે!થઇ ગઇને ગજબની વાત!આવી અહીં હજારો ઘંટડીઓ રહેલી છે જે લોકોની શ્રધ્ધાનું પરમ પ્રતીક છે.

મળી કે ગજબની માહિતી! બસ,આવા જ લેખ મેળવવા ‘જ્ઞાન સાથે ગમ્મત’ પેજને લાઇક કરો અને આર્ટીકલ ગમ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!