હિન્દૂ ધર્મ-શાસ્ત્રો મુજબ ઘરે આવેલા આ લોકોને ક્યારેય ખાલી હાથે પાછા ન કાઢવા

ભારત અને હિન્દૂ ધર્મમાં મહેમાનને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતમાં આ કહેવત પણ છે કે ” અતિથિ દેવો ભવઃ” આ જ કારણ છે કે અહીંયા આવેલા અતિથિઓનો ખૂબ જ સત્કાર કરવામાં આવે છે. પણ હવે જમાનો બદલાયો છે. હવે આવું ખૂબ ઓછું જોવા મળે છે. પણ હવે લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે આવેલા મહેમાનોનું સત્કાર નથી કરી શકતા અથવા કહો કે વધુ પડતા પ્રેક્ટિકલ અને સ્વાર્થી થઈ ગયા છે. આ કારણે તેઓના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થાય છે.

અણધાર્યા મહેમાનોને જોઈને થાય છે નિરાશા :


મોટાભાગે એવું બનતું હોય છે કે કોઈ એકદમ નજીકના મહેમાન ઘરે આવે તો બધા જ ખુલ્લા દિલે એમનું સ્વાગત કરે છે, અને જો કોઈ અજાણ્યા મહેમાન ઘરે આવી ચડે તો લોકોને ઘણી નિરાશા થાય છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો અણધાર્યા અને અજાણ્યા મહેમાનનાં આગમનથી ઘરમાં ધન વૃદ્ધિ અને સુખ સમૃદ્ધિ આવે છે. એટલે જ કહેવાય છે કે આવા મહેમાનોને કોઈ દિવસ ખાલી હાથે વિદા ન કરવા જોઈએ. દાનને ખૂબ જ પૂણ્યશાળી કાર્ય માનવામાં છે. જો તમે સક્ષમ હો તો ઘરે આવેલા કોઈપણ વ્યક્તિને ખાલી હાથે ન કાઢવા.

આ પણ જાણો :

● એવું કહેવાય છે કે જે વ્યક્તિ નરને નારાયણ માનીને સેવા કરે છે, મતલબ માણસની ભગવાનની જેમ સેવા કરે છે, ભગવાન એનાથી હંમેશા પ્રસન્ન રહે છે. કદાચ એટલે જ ગરીબોને દરિદ્ર નારાયણ પણ કહેવામાં આવે છે.

● જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધને નપુંસક ગ્રહ માનવામાં આવે છે. કિન્નરો ઉપર આ ગ્રહનો ખુબ જ શુભ પ્રભાવ પડે છે. જો ઘરે કોઈ કિન્નર આવે તો એને શુભ અને શુકનિયાળ મનાય છે. તેના આવવાથી ઘરની બધી જ સમસ્યાઓનું નિવારણ થાય છે. જો તમે પણ ઘર-પરિવારને સમસ્યાઓથી મુક્ત કરવા માંગતા હો તો કિન્નરને કોઈ દિવસ ઘરેથી ખાલી હાથે ન કાઢવો.

● જો ઘરમાં અપંગ કે મૂંગા-બહેરા ભિખારી આવે અને તમે એને ભોજન કરાવો તો રાહૂનો પ્રકોપ શાંત થાય છે અને ઘરમાં ઈશ્વર કૃપાનો વરસાદ થાય છે.

● જો તમારા ઘરે કોઈ વૃદ્ધ ભીખારી આવે તો સમજી લેવું કે , પુત્ર, વિદ્યા અને ધનને લગતી તકલીફો જલ્દી દુર થવાની છે. પોતાની ક્ષમતા મુજબ એને દાન-દક્ષિણા આપીને વિદા કરો, આમ કરવાથી ગુરૂની શુભ કૃપા શરૂ થાય છે.

● જો કોઈ વ્યક્તિ શનિવારે તમારા ઘરે આવીને તેલ માંગે અને તમે એને આપી દો તો શનિનાં ખરાબ પ્રભાવથી મુક્તિ મળે છે.

● જો કોઈ સંન્યાસી તમારા ઘરનો દરવાજો ખટખટાવે અને તમે એને મીઠો આવકાર આપો તો તમારા નસીબનાં દ્વાર ખુલી જશે.

● જો કોઈ કુંવારી કન્યા સફેદ કપડા પહેરીને તમારા ઘરે આવે તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય.

● જો કોઈ નવપરણિત કન્યા 16 શણગાર સજીને તમારા ઘરે જમવા આવે તો તમારા જીવનમાં એશ્વર્ય અને ભોગ વિલાસમાં વૃદ્ધિ થશે.

● જો કોઈ વિધવા સ્ત્રી ઘરે આવીને તમારી પાસે મીઠી વસ્તું (મીઠાઈ) કે કપડાં માંગે તો એની ઈચ્છા અવશ્ય પુરી કરો. આમ કરવાથી મંગળ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ સમજણ-ભરી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!