એક રાજપુત કે જેનાથી ડરે છે આખું પાકિસ્તાન – વિગત વાંચવા જેવી છે

1947 પછી ભારતમાંથી અલગ થઈને પાકિસ્તાન એક નવો દેશ બન્યો. ત્યારબાદ ભારત ધર્મનિરપેક્ષ દેશ તરીકે ઘોષિત થયો એટલે કે બધા જ ધર્મના લોકોને સમાન અધિકાર મળે. પણ, પાકિસ્તાને આવું ન કર્યું. પાકિસ્તાને પોતાને મુસ્લિમ દેશ જાહેર કર્યો મતલબ કે ત્યાં ઈસ્લામ સિવાય અન્ય ધર્મમાં માનવાવાળા લોકોને એવી આઝાદી નથી કે જે મળવી જોઈએ. એટલે જ પાકિસ્તાનથી અવારનવાર અન્ય ધર્મનાં લોકો વિરુદ્ધ થતી હિંસાનાં સમાચારો આવ્યા કરે છે. પણ, આજે અમે તમને એક એવા હિન્દૂ પરિવારનો પરિચય કરાવવા જઈ રહ્યાં છીએ કે જેની આગળ પાકિસ્તાન સરકારનું પણ કંઈ ન ચાલે. આ હિન્દૂ પરિવારથી આખું પાકિસ્તાન ડરે છે.

આ હિન્દૂ પરિવારથી આખું પાકિસ્તાન થર-થર કાપે:

પાકિસ્તાન જેવા દેશમાં કે જ્યાં હિન્દૂઓની હાલત ઘણી ખરાબ છે ત્યાં એક એવું રાજપૂત પરિવાર છે કે જેનું માન-સન્માન અને પ્રતિષ્ઠા રાજ પરિવાર કરતા ઓછી નથી. આ રાજ પરિવાર ભારત અને પાકિસ્તાનનાં ભાગલા સમયે પાકિસ્તાન ચાલ્યું ગયું હતું. અમરકોટ એમનું દેશી રજવાડું હતું. પણ, અમરકોટ રાજ્યના રાજા કરણીસિંહ સોઢાએ આજે પણ પાકિસ્તાનમાં પોતાની રજાશાહી જાળવી રાખી છે. તેઓ આજે પણ રાજા છે. કરણીસિંહ સોઢા પાકિસ્તાનનાં એકમાત્ર હિન્દૂ રાજા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે એમના પરિવારે ઘણાય મુસ્લિમ લોકોને નોકરી આપી છે જે મોટા ભાગે બોડીગાર્ડનાં પદ પર નિયુક્ત છે. પાકિસ્તાની મુસલમાનોનું એવું માનવું છે કે, કરણીસિંહ સોઢાનું પરિવાર રાજા પુરુ એટલે કે પોરસનાં વંશજ છે. એટલે જ અહીંયાનાં મુસલમાનોમાં એમની આટલી ઈજ્જત છે. આ પાકિસ્તાનનું એકમાત્ર હિન્દૂ પરિવાર છે કે જેની આટલી ઈજ્જત કરવામાં આવે છે. આ પરિવારનો ઈતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. આ પરિવારની પાકિસ્તાની રાજનીતિમાં ખૂબ જ મજબૂત પકડ છે. આના કારણે જ હિન્દૂ-મુસ્લિમ એમ બધા જ આ પરિવારની ઘણી ઈજ્જત કરે છે.

પાકિસ્તાનનાં એકમાત્ર હિન્દૂ રાજાનો ઈતિહાસ કંઈક આવો છે:

આ હિન્દૂ પરિવારથી આખું પાકિસ્તાન ખૌફ ખાય છે અને આ વાત એકદમ સાચી છે. આ રાજપૂત પરિવારની ત્રીજી પેઢી આ સમયે અહીંયા રાજ કરી રહી છે. રાણા ચંદ્રસિંહ પછી એમના પુત્ર રાણા હમીરસિંહે અહીંયા રાજ કર્યું. ત્યારબાદ રાણા હમીરસિંહ પછી એમના દિકરા કરણીસિંહ સોઢા અહીંયા રાજ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રાણા ચંદ્રસિંહ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનનાં 6 વખત કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે પાકિસ્તાન હિન્દૂ પાર્ટીની રચના કરી હતી. થોડા વર્ષ પહેલા જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાનની તત્કાલ મુલાકાત માટે ગયા હતા ત્યારે રાજા હમીરસિંહે એમનાં ખૂબ જ વખાણ કર્યા હતા.

તમને જણાવી દઈએ કે હમીરસિંહનાં પુત્ર કરણીસિંહનાં પત્ની પદ્મિની રાજસ્થાનનાં રહેવાસી છે. કરણીસિંહ સોઢા પાકિસ્તાની રાજનીતિમાં ઘણી મજબૂત પકડ ધરાવે છે. કરણીસિંહનાં દાદા રાણા ચંદ્રસિંહ જ્યારે પાકિસ્તાન ગયા ત્યારે તેઓ રાજનીતિમાં ઘણા સક્રીય રહ્યા. એમના પછી હવે કરણીસિંહ એમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. કરણીસિંહનાં દાદા રાણા ચંદ્રસિંહે પાકિસ્તાન હિન્દૂ પાર્ટીની રચના કરી હતી. વર્ષ 2009માં એમનું અવસાન થયું.

રાજપૂતની ખુમારી પડે દુનિયા ઉપર ભારી, નિભાવે તો યારી નહીં તો પડે ભારી..

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!