સ્મશાન ઘાટ પાસેથી નીકળો ત્યારે આ બાબતોનું ધ્યાન અચૂક રાખજો

હિન્દૂ ધર્મમાં મૃત વ્યક્તિનાં અંતિમ સંસ્કાર સામાન્ય રીતે કોઈ નદી કિનારે કરવામાં આવે છે, જેને સ્મશાન ઘાટ કહેવાય છે. સ્મશાન ઘાટમાં શબને લાવીને એને અગ્નિદાહ અથવા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેથી સ્મશાન ઘાટને મૃત આત્માઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. એટલે જ ત્યાં બધા જ લોકોનું જવું ઉચિત નથી. હિન્દૂ ધર્મમાં સ્ત્રીઓને સ્મશાન ઘાટ જવું નિષેધ છે ઉપરાંત કેટલીક વિશેષ પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ માટે સ્મશાન ઘાટ પાસેથી નીકળવું પણ યોગ્ય નથી. તો ચાલો જાણીએ કે આવા નિયમ કેમ બનાવવામાં આવ્યા અને એની પાછળ રહસ્ય શું છે?

રાતના સમયે સ્મશાનમાં પ્રવેશ ન કરવો

સ્મશાન ઘાટને આત્મા અને ભૂત-પ્રેતનું ઘર માનવામાં આવે છે. એટલે જ્યારે આકાશમાં ચન્દ્ર ઉગે ત્યારથી લઈને સૂર્યોદય સુધી કોઈપણ જીવીત મનુષ્યએ સ્મશાન ઘાટની બાજુમાંથી પણ ન નીકળવું. હકીકતમાં રાત્રે નકારાત્મક શક્તિનો પ્રભાવ વધુ હોય છે જે કોઈપણ માનસિક રીતે નબળા માણસને તાત્કાલિક અસર પહોંચાડી શકે. એવામાં કોઈપણ લાગણીશીલ અને કમજોર દિલવાળા લોકો નકારાત્મક શક્તિના પ્રભાવમાં આવી જાય છે અને પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેસે અને કાળી શક્તિનાં વશમાં થઈ જાય.

સ્મશાન સાથે જોડાયેલ ધાર્મિક માન્યતાઓ


ધાર્મિક માન્યતા મુજબ સ્મશાન પર ભગવાન શિવ અને મહાકાળી માં નું આધિપત્ય હોય છે. એવી માન્યતા છે કે અંતિમ સંસ્કાર પછી ભગવાન શિવ મૃત આત્માઓને પોતાની અંદર સમાવી લે છે. એવામાં કોઈપણ મનુષ્યની ઉપસ્થિતને કારણે આ પ્રક્રિયામાં અવરોધ ન થવો જોઈએ નહીંતર માં કાળીનાં પ્રકોપનો સામનો કરવો પડે.

સ્ત્રીઓને સ્મશાન ઘાટ જવાની કેમ મનાઈ હોય છે?


સ્ત્રીઓને સ્મશાન ઘાટ જવાની મનાઈ હોવાના ઘણા કારણો છે, જેમાં પહેલું કારણ એ છે કે સ્મશાનમાં આત્મા અને ભૂત-પ્રેતનો વાસ હોય છે જેનાથી મહિલાઓને સૌથી વધુ ખતરો રહે છે. હકીકતમાં એવું માનવામાં આવે છે કે ભટકતી આત્માઓ મહિલાઓને પોતાનો શિકાર બનાવે છે. બીજું એક કારણ એવું પણ છે કે હિન્દૂ ધર્મ મુજબ અંતિમ સંસ્કારમાં સામેલ થનાર ઘરના સભ્યોએ પોતાનું મુંડન કરાવવું પડે છે. એવામાં આ પ્રથાથી મહિલાઓ દૂર રહે એ માટે સ્ત્રીઓને સ્મશાન ઘાટ જવાની પરવાનગી નથી હોતી.

વળી, એક કારણ એવું પણ છે કે પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓનું હ્ર્દય એકદમ કોમળ હોય છે અને જો તેણી અંતિમ સંસ્કારમાં સામેલ થાય તો એ રડ્યા વગર ન રહે, જો કે માન્યતા એવી છે કે સ્મશાન ઘાટ ઉપર કોઈ રડે તો એનાથી મૃત્યુ પામનાર વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી. એટલે મહિલાઓને અંતિમ સંસ્કારમાં સામેલ કરવામાં નથી આવતી.

પત્ની ગર્ભવતી હોય તો પતિએ અંતિમ સંસ્કારથી દુર રહેવું


સ્મશાન સાથે જોડાયેલ એક માન્યતા એવી પણ છે કે જો કોઈ પુરૂષની પત્ની ગર્ભવતી હોય તો તે સમય દરમિયાન પતિએ અંતિમ સંસ્કારની ક્રિયાથી દુર રહેવું અને સ્મશાન ઘાટ પણ ન જવું જોઈએ. અન્યથા થનાર બાળક ઉપર આનો પ્રભાવ પડી શકે.

Leave a Reply

error: Content is protected !!