જુના રોગોને જળમૂળથી દુર કરનારા જાયફળના અદ્ભુત ફાયદાઓ અને ઉપયોગ વાંચવા જેવા છે

સરસ મજાની મીઠાઇમાં જો જાયફળ ભેળવ્યું ના હોય તો એ મીઠાઇમાં જોઇએ તેટલી મજા ના આવે!પેંડા,લાડુ,બરફી,દૂધપાક કે બીજી કોઇ મીઠાઇ હોય એ એનો અસલી મલાજો ત્યારે જ પકડે જ્યારે એમાં જાયફળનો ભુક્કો ભભરાવેલો હોય!

જાયફળ એ વધુ પ્રમાણમાં વપરાતું એક પ્રકારનું મરી-મસાવાની કેટેગરીમાં આવતું ફળ છે.ઘણા વર્ષો પહેલાં ઇંગ્લેન્ડમાં તો એમ કહેવાતું કે,માણસ જો થોડા જાયફળ વેંચી કાઢે તો એની જીંદગી આખીની ખાધાખર્ચીનો હલ નીકળી જાય!આવું મહત્વ રહ્યું છે જાયફળનું.

મુળરૂપે ઇન્ડોનેશિયાના કેટલાંક ટાપુ ઉપર જાયફળ વિશેષ માત્રામાં થાય છે.ભારતમાં પશ્વિમ ઘાટ,કર્ણાટક,કેરળ,જાવા-સુમાત્રા,બંગાળ જેવા પ્રદેશોમાં જાયફળના ઉંચા ઝાડો થાય છે.ચીનમાં પણ જાયફળ વિપુલ પ્રમાણમાં થાય છે.

જાયફળના ફળની બહાર રહેલા કોચલા જેવા કથ્થઇ રંગના ફોતરીરૂપ જાળીદાર આવરણને જાવંત્રી કહેવામાં આવે છે.જેનો ઉપયોગ પણ ઘણા ક્ષેત્રોમાં થાય છે.તેનો ભુક્કો તેલ બનાવવા માટે પણ વપરાય છે.આપણે જાયફળની અંદર રહેલા બીજની વાત કરવાની છે.

કદાચ તમે નહી જાણતા હો પણ જાયફળનો ઉપયોગ માત્ર મીઠાઇને મહેકાવવા માટે જ નથી થતો,બલ્કી જાયફળ એવા શારિરીક ફાયદાઓ પણ આપે છે જેના વિશે તમને કલ્પના પણ નહી હોય!ચાલો જાણીએ જાયફળના જબરદસ્ત ફાયદાઓ વિશે :

ગમે તેવા કફનો કરી દેશે નાશ –

જાયફળ તીખું અને તીક્ષ્ણ હોય છે.તેથી ઉધરસ જેવા કફના રોગ માટે તે અક્સર ઇલાજીત દ્રવ્ય છે.ઘણા વખતથી કફનો રોગ હોય તો જાયફળના ઠળિયાંનો ભુક્કો કરી એને થોડીવાર શેકી લો.હવે આ ચૂર્ણને એક ચમચી જેટલું સવાર,બપોર અને સાંજ મધ સાથે લઇને ચાટી જાઓ.એકાદ મહિનામાં કફના ગમે તેવા પ્રોબ્લેમમાં ફાયદો થશે.

ઉંઘ ન આવવાની સમસ્યાનો પણ છે ઇલાજ –

રાત્રે મોડે સુધી ઉંઘ ન આવવાની સમસ્યાથી ઘણા લોકો પીડાતા હોય છે.આવે વખતે શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ,અશ્વગંધાનું ચૂર્ણ ૫૦ ગ્રામ,ગંઠોડાનું ચૂર્ણ ૩૦ ગ્રામ,જટામાંસીનું ચૂર્ણ ૧૫ ગ્રામ અને સર્પગંધાનું ચૂર્ણ ૧ ગ્રામ જેટલું લઇ આનું મિશ્રણ કરો.

હવે આ મિશ્રણના દસ સરખા ભાગ કરો.બાદમાં એક ભાગ રોજ રાત્રે ચમચી મધ અથવા ચમચી ઘી સાથે લઇ ચાટી જાઓ.બાદમાં ઉપર થોડું ભેંસનું દૂધ પી જાઓ.દસ દિવસ આવું કરો અને પછી જુઓ પરિણામ!

મોં દુર્ગંધ મારતું હોય તો આટલું કરજો –

મોંની યોગ્ય સફાઇ કર્યાં બાદ પણ ઘણા લોકોનું મોં બહુ દુર્ગંધ મારતું હોય છે.આ સમસ્યાથી તમે પણ પરેશાન છો તો જાયફળને લઇને આ ઉપાય અજમાવો.થોડા દિવસમાં જબરદસ્ત પરીણામ મળશે.

શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ,સુગંધીનું ચૂર્ણ ૫૦ ગ્રામ અને ચંદનનું ચૂર્ણ ૫૦ ગ્રામ લો.આ બધાનું મિશ્રણ કરો અને સવાર,બપોર અને રાત્રે અડધી ચમચી મધ સાથે આ મિશ્રણ ચાટી જાઓ.એ પછી શક્ય હોય તો રાત્રે હરડેનું અથવા ત્રિફળાનું ચૂર્ણનું સેવન કરવું.આથી પેટ સાફ રહેશે.

તો આ થઇ જાયફળના અમુક ફાયદાની નાનકડી યાદી.આર્ટીકલ સારો લાગે તો આપના મિત્રો સાથે પણ શેર કરજો જેથી બધા જાણી શકે કે જાયફળ માત્ર મસાલો જ નથી,ઔષધ પણ છે અને એનો યોગ્ય ઉપયોગ કરી શકે.

Leave a Reply

error: Content is protected !!