કડવાં કારેલાનું ખટમીઠું શાક – કાજુકારેલા બનાવવાની બેસ્ટ રીત

કારેલા નું નામ સાંભળતા જ બધાને એમ લાગે કે આ કડવાં શાક ને કેવીરીતે ખવાશે? પણ કારેલા કડવાં છે પણ તેના ગુણ બહુ મીઠાં છે.

કાજુ-કરેલા બનાવવા જરૂરી સામગ્રી:

કારેલા, કાચીકેરી/લીંબુ, નમક, ગોળ,લાલ મરચું, ધાણાજીરું, આખું જીરું, તેલ, કાજુ, સુકીદ્રાક્ષ

કાજુ-કરેલા બનાવવા ની રીત:

કારેલાના ગોળ પિતા કાપીને નમક ચોળીને 1/2 કલાક બાજુ પર મૂકી રાખો.

ત્યારબાદ જો કડવાશ જેમ છે તેમ પસંદ હોય તો તેમ નહીતો તેમાં પાણી નાખી ને હાથની હથેળીમાં એકદમ દબાવીને બધુજ પાણી કાઢી નાખવું. ગેસ પર લોયામાં થોડું વધારે તેલ મૂકી પેલા કાજુ અને સૂકી દ્રાક્ષ બન્ને અલગ અલગ સાંતળી લેવા પછી તેમાં જીરાનો વઘાર કરો.

થોડો વધારે સમય લાગશે. કારેલા કડકડીયા-ચમચો ફેરવતાં અવાજ કરવા માંડે એટલે લોયામાંથી ફક્ત કારેલાને કાઢીને તેમાંથી બધું તેલ નિતારી લેવું. ગેસ પર લોયામાં બચેલું extra તેલ પણ કાઢી લઇ ને કારેલા ફરી લોયામાં નાખવા. (Extra તેલને ફરી આજ શાક બનાવવા માટે ઉઓયોગ કરી શકાય/ મેથી થેપલાં પણ બનાવી શકાય)હવે કાચી કેરી ખમણીને/બારીક કટકી કરીને ઉમેરો સાથે લાલમરચુ, ગોળ, ધાણા જીરું-થોડું વધારે નાખવું ટેસ્ટ સારો લાગશે, નમક (પેલાંથી કારેલામાં હશે જ ઓછું લગે તો ઉમેરવું) નાખીને કારેલા ચમચાથી હલાવતા રહો, થોડીવાર શાક પોચુ પડશે પણ પાછું ક્રિસપી થવા લાગશે.


બસ હવે કારેલાનું ખટ મીઠું શાક સાથે બે પડવાળી રોટલી ને કેરીનો રસ ખાઈને આનંદ લો.

રેસીપી મોકલનાર: Alka Sitwala (અમદાવાદ)

Leave a Reply

error: Content is protected !!