મહિલાઓ એ સવારે ઉઠીને આ 6 કામ કરી જ લેવા જોઈએ, કિસ્મત ચમકી ઉઠશે

દરરોજ સવારે એક નવા દિવસની શરૂઆત થાય છે. સવારે ઉઠીને દરેક વ્યક્તિની એક જ ઈચ્છા હોય છે કે એનો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય. સવારે ઉઠીને લોકો પોતપોતાનાં કામે વળગી પડે છે. બધાનું એક રૂટીન હોય છે અને બધા એ રૂટીન મુજબ પોતાનું કાર્ય કરે છે. જો તમે 10 લોકોને એમનું રૂટીન પૂછો તો એ બધાનો જવાબ અલગ-અલગ હશે. કોઈપણનું રૂટીન એક સરખું નહી હોય. પણ શું તમે કોઈ દિવસ એ વિચાર્યું છે કે સવારે ઉઠીને તમે જે કાર્ય કરો છો એ તમારા માટે યોગ્ય છે કે નહી? શું થયું, વિચારવા લાગ્યા?

જરૂરી નથી કે સવારે ઉઠીને આપણે જે કાર્ય કરીએ છીએ એ યોગ્ય હોય. હકિકતમાં સવારે ઉઠીને આપણે કેટલીક એવી ભૂલો કરી બેઠીએ છીએ જેનો આપણને ખ્યાલ નથી હોતો. આ ભૂલોને કારણે તમારે માઠા પરિણામો ભોગવવા પડી શકે. ખાસ કરીને મહિલાઓને સવારે ઉઠીને કેટલાક કાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી તેણી પોતાનું અને પરિવારનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી શકશે. એવી કઈ-કઈ વાતો છે ? ચાલો જાણીએ….

ઉઠીને તરત પાણી પીવો :


બધા માટે પાણી પીવું જરૂરી છે. દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. ઘણા લોકોની એવી આદત હોય કે સવારે ઉઠીને તરત જ ચા પીવા જોઈએ. પણ આ આદત ખોટી છે. સવારે ખાલી પેટ ચા પીવાથી ઘણી બધી બીમારીઓ થવાની શકયતા રહે છે. એટલે મહિલા હોય કે પુરૂષ બધાએ સવારે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવું જોઈએ. મિત્રો, સવારે ખાલી પેટે ચા પીવાનું ટાળવું જોઈએ.

સ્નાન કરો :


આમ તો સવારમાં સ્નાન કરવું એ બધા માટે ફાયદાકારક છે પણ મહિલાઓ માટે તો વિશેષ જરૂરી હોય છે. આપણે ત્યાં તો જૂની પરંપરા છે કે, મહિલાઓએ સવારે જાગીને પોતાની દૈનિક ક્રિયા પૂર્ણ કરીને સ્નાન કરી લેવું જોઈએ અને ત્યારબાદ જ રસોઈ ઘરમાં પ્રવેશ કરવો. જોકે હવે આ બધી જુના જમાનાની વાતો થઈ ગઈ પણ ખરેખર, જોવા જઈએ તો આ પરંપરા લાભકારક છે. હકીકતમાં કોઈપણ પરંપરા અથવા નિયમ પાછળ કંઈક જરૂરી કારણ કે ફાયદો છુપાયેલ હોય છે. સવારે ઉઠીને સ્નાન કરવાથી પણ ઘણા લાભ થાય છે, જેમ કે એનાથી તમારૂ બ્લડ સર્ક્યુલેશન સારૂ રહે છે અને નવી તાજગી મળે છે. કેમકે મહિલાઓએ રસોડાથી લઈને ઘર અને ઘરથી બહાર એમ તમામ કામ સંભાળવા પડે છે. એટલે સવારે સ્નાન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ જળવાય રહે અને કામ કરવામાં સરળતા રહે છે.

યોગ કરો :


આજકાલનાં એકદમ વ્યસ્ત જીવનમાં લોકોને પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ થઈ ગયો છે. ખાસ કરીને મહિલાઓને ઘરના કામમાંથી નવરાશ નથી મળતી અને એના કારણે જ તે પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન નથી આપી શકતી. એવું બિલકુલ ન કરો. સવારે ઉઠીને ઓછામાં ઓછી 10 મિનિટ માટે યોગ કરો. ફક્ત મહિલાઓ જ નહીં, પણ ઘરના નાના-મોટા બધાએ યોગ કરવો જોઈએ. સ્ત્રીઓએ પોતાના ડેલી રૂટીનમાં યોગનો સમાવેશ કરવો જોઈએ.

પતિ સાથે રોમાન્સ :


પરિણીત મહિલાઓએ પોતાના પતિ સાથે થોડો રોમાન્સ કરીને પોતાના દિવસની શરૂઆત કરવી જોઈએ. થોડી મજાક-મસ્તી કે રોમાન્સ કરી લેવાથી માહોલ સારો થઈ જાય છે અને આખો દિવસ ચહેરા પર તાજગી રહે છે. માટે કપલે સવારે ઉઠીને થોડો રોમાન્સ કરી લેવો જોઈએ. તમારો આખો દિવસ ખુશનુમા રહેશે.

તુલસીની પૂજા કરો :


લગભગ દરેક હિન્દૂનાં ઘરમાં તુલસીનો છોડ હોય છે. જો તમારા ઘરમાં ન હોય તો આજે જ ઉગાવો અને સવારે ઉઠીને એની પૂજા કરો. શાસ્ત્રો મુજબ, રવિવાર સિવાય દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ધન અને અન્ન બન્ને ક્યારેય ખૂટે નહી.

મનપસંદ મ્યુઝીક સાંભળો :


મ્યુઝિક બધાનું મૂડ ઠીક કરી નાખે. જો તમે ઇચ્છતા હો કે તમારો આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય તો સવારે ઉઠીને મનપસંદ મ્યુઝિક સાંભળો. મ્યુઝિકથી મૂડ સારો રહે છે અને ડિપ્રેશનની તકલીફ દૂર થાય છે. મહિલાઓ પોતાનું કામ કરતા-કરતા પણ મ્યુઝિકની મજા માણી શકે.

સવારે ઉઠીને આ શ્લોક બોલવો.
वसुदेवसुतं देवं कंसचाणूरमद्रनम्।
देवकीपरमानन्दम कृष्णं वन्दे जगद्गुरुम्॥

અર્થ : વાસુદેવનાં પુત્ર, કંસ અને ચાનુર જેવા રાક્ષસોનો નાશ કરનાર, માતા દેવકીને સુખ આપનાર, બ્રહ્માંડનાં સ્વામી અને ગુરુ, હું તમને કોટી-કોટી વંદન કરૂ છુ. આ શ્લોકથી હકારાત્મક વિચારો મળે છે. જેથી ફળદાયી, સફળ અને સારા દિવસની શરૂઆત થાય છે.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!