ખરાબ સમય શરુ થાય એ પહેલા ગરોડી આપે છે આ ૩ સંકેત – તમને ખબર છે?

માણસના જીવન સમંદરની ભરતી અને ઓટની જેમ સુખ-દુ:ખ આવ્યા જ કરે છે.જીવનની ઘટમાળમાં સારા અને ખરાબ સમયને એક અવિભાજ્ય અંગ ગણવામાં આવે છે.કોઇ પણ વિધીની આ શૃંગાલમાંથી બચી શકતું નથી.જેમ તડકી પછી છાંયડી આવે છે,અંધકાર પછી પ્રભાતનો ઉદય થાય છે તેમ જ દુ:ખ પછી સુખ આવે જ છે.

માણસ આ બાબતની જાણ કે જાણ વિના પણ દુ:ખના સમયમાં હારી જાય છે અને હિંમત ખોઇ બેસે છે.બલ્કે,કર્મના સિધ્ધાંત પર જ વિશ્વાસ કરવો હિતાવહ છે!અહીં તમને જણાવી રહ્યાં છે કે,જ્યારે માણસનો ખરાબ સમય શરૂ થવાનો હોય છે ત્યારે ઇશ્વર કંઇકને કંઇક સંકેત માણસને મોકલે છે એવી માન્યતા છે.આવા સંકેતો અનેક પ્રકારના હોવાનું કહેવાય છે.ખાસ કરીને ગરોળી દ્વારા પણ આવા સંકેત મળી શકે છે.

આજે વાત કરવાની છે ખરાબ સમયના આગમનના ટાણે ગરોળીના સંકેતો કેવા પ્રકારના હોય છે અ ટોપિકની.જ્યોતિષશાસ્ત્રની માન્યતા પ્રમાણે વાત કંઇક નીચે મુજબ છે :

ગરોળી આપે છે આવા સંકેતો –

(1)સામાન્ય રીતે જોતા ગરોળી નિરૂપદ્રવી અને સરળ સરીસૃપ છે.તેની સાથે અમુક માન્યતાઓ જોડાયેલી.કહેવાય છે કે,તમે કોઇ કામે બહાર ગયેલા હો અને ઘરે આવતા બારણામાં તમારી દ્રષ્ટિ સીધી ગરોળી પળ જ પડે તો સંકેત અશુભ છે.ભવિષ્યમાં આપની સાથે કંઇક અજુગતું બનશે તેવી સંભાવના રહેલી છે.

(2)જો તમે કોઇ નવું મકાન ખરીદ્યું અને પ્રવેશ વખતે જ તમને ગરોળીનો મૃતદેહ જોવા મળે તો આ સંકેતને અવુભ માનવામાં આવે છે.મૃત ગરોળીના મૃતદેહને જ્યોતિષશાસ્ત્ર સારા પરીબળમાં નથી ગણતું.આવે ટાણે યોગ્ય હવન-પૂજન બાદ જ ગૃહપ્રવેશ કરવો યોગ્ય છે.

(3)ગરોળી માથે પડે એ નુકસાનકારક અને ફાયદાકારક બંને રીતે વિસ્તૃત છે.જો તમે ઘરમાં બેઠા હો અને ગરોળી સીધી ઉપરથી તમારા માથા પર પડે તો સમજવું કે આ શુભ સંકેત છે અને તમારે માટે ધનપ્રાપ્તિના યોગ રહેલાં છે.પણ જો ગરોળી વાળમાં કે પીઠ પર લેન્ડીઁગ કરે તો સમજવું કે,સંકેત અશુભ છે.

ઉપરની વાતો જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ છે.અમે અમારી રીતે કોઇ ભેળસેળ કરેલી નથી.ખરેખર આ વાતો શક્ય છે નહી એ છતાં તમે કોઇ જ્યોતિષની સલાહ લઇ શકો.ધન્યવાદ!

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ જ્ઞાન-સભર પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!