શું ખરેખર કેરી ખાવાથી મોઢામાં ચાંદા પડે છે? જાણો શું છે હકીકત – અહી ક્લિક કરો

કેરી એટલે ફળોનો રાજા

ગરમી આવે એટલે કેરીની સીઝન આવી જાય છે. કેરી દરેક લોકોની પસંદગીનું ફળ છે એટલા માટે જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે તેવું નથી તેના ફાયદા પણ અનેક છે. કેરીમાં એન્ટી-ઓક્સીડેન્ટસ, બીટા કેરોટિન અને વિટામિન સી મોટા પ્રમાણમાં મળે છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.

વધારે કેરી ખાવાથી મોઢામાં ચાંદા પડે છે?

આ ઉપરાંત આંખોમાં તેજ અને પાચન માટે કેરીનું સેવન ફાયદાકારક છે. કેરીના એટલા ફાયદા છે સાથે ઘણા લોકોનું માનવું છે કે વધારે કેરી ખાવાથી મોઢામાં ચાંદા પડી જાય છે. તો શું ખરેખર આવું થાય છે, જાણો..

એક્સપર્ટ આ વાતને નકારે છે

લોકોનું માનવું છે કે વધારે કેરી ખાવાથી શરીરનું તાપમાન વધી જાય છે. જેના કારણે મોઢામાં ચાંદા, ખુજલી અને એસિડિટી જેવી સમસ્યા થાય છે. જ્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે કેરી ખાવાથી આવી કોઈ જ સમસ્યા થતી નથી. હેલ્થ પ્રેક્ટીશનર એક્સપર્ટ જણાવે છે કે કેરીમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન બી 6 અને બીટા કેરોટિન જેવા મહત્વપૂર્ણ તત્વો મળી રહે છે.

કેરી ખાવાના છે અનેક ફાયદા

આ તત્વો આપણી ત્વચા માટે ઉપયોગી છે. તેમજ કેરીમાં રહેલા ફાયબર તમારા પેટને સાફ રાખે છે. તેમનું કહેવું છે કે મોઢાના ચાંદા કે પછી કોઈ પણ પ્રકારની સ્કિન સમસ્યા થતી નથી. તેમ છતાં કેરી નિયંત્રિત માત્રામાં ખાવી જોઈએ. કોઈ પણ વસ્તુ વધારે પ્રમાણમાં ખાવાથી નુકસાનકારક બની શકે છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!