ડાયરામાં વરસાદ નહીં ડોલ ભરી ભરીને ઉડ્યા પૈસા, ઢગલામાં દટાયા ભજનીક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે ભાગવત સપ્તાહમાં યોજાયેલ એક ડાયરાના પ્રોગ્રામમાં પૈસાનો વરસાદ નહીં પણ ડોલ ભરી ભરીને રૂપિયા ઉડ્યા હતા.

ડોલ ભરીને રૂપિયા ભજનીક પર ઢોળવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઇ ડાયરામાં ઉપસ્થિત લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા હતા. ભજનીક પણ રૂપિયાના ઢગલામાં દટાયા હતા.

દ્વારકાના લાંબા ગામે યોજાયો હતો ડાયરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનાં લાંબા ગામમાં એક અનોખો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો છે. મુખ્ય યજમાન ચેતરિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સપ્તાહ દરમિયાન લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકાર રાજભા ગઢવી અને સંગીતા લાબડીયાએ ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ લોક ડાયરામાં રાજભા ગઢવીનાં ભજન પર પૈસાનો વરસાદ વરસ્યો હતો. લોકો ડોલ ભરી ભરીને રાજભા ગઢવી પર ઢાલવી રહ્યા હતા. સ્ટેજ જાણે રૂપિયાની ચાદર બની ગયું હતું. લાખો રૂપિયાના વરસાદ થયો હતો.

ચેતરીયા પરિવાર દ્વારા જણાવાયું હતું કે આ ડાયરામાં પ્રાપ્ત થયેલ તમામ પૈસા મુંગા પ્રાણીઓ તથા ગૌ શાળા માટે વાપરવામાં આવનાર છે. હાલ ઉનાળો ભરપૂર તપી રહ્યો છે. લોકોને પીવાના પાણીના સાંસા પડી રહ્યા છે. ત્યારે મુંગા પ્રાણીઓને નિભાવવા ખૂબ જ કઠીન છે.

ત્યારે આવા સેવાયજ્ઞ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય ગાયોની સેવા કરવી એ ભગવાન શ્રીકૃષ્ણને પામવા બરાબર છે. મૂંગા પશુઓ માટેના આ ડાયરામા ડોલ ભરી પૈસા ઉડાડ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!