મૃત્યુ પછી પણ વાળ અને નખ વધે છે, મેડીકલ સાન્ય્સનું કારણ જાણવા જેવું છે

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માણસનાં મૃત્યુ પછી શરીરના બધા અંગો કામ કરવાનું બંધ કરી દે છે. હૃદયના ધબકારા બંધ થઈ જાય છે, હાથ-પગ અકડી જાય છે અને આંખના પલકારા બંધ થઈ જાય છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલાક લોકો એ વાતનો દાવો કરે છે કે મૃત્યુ પછી પણ માણસનાં નખ અને વાળ વધે છે.

તો ચાલો જાણીએ કે ખરેખર સત્ય શું છે? શું મૃત્યુ પછી પણ નખ અને વાળ વધે છે?

શું ખરેખર મૃત્યુ પછી પણ વાળ અને નખ વધે છે?


મૃત્યુ પછી પણ વાળ અને નખ વધે છે કે નહી એ વિશે ખૂબ જ ઓછા સંશોધન થયા છે. પણ, મોટાભાગના ટ્રાન્સપ્લાન્ટ કરનાર સર્જનોનાં કહેવા મુજબ, મૃત્યુ પછી પણ મનુષ્યનાં કેટલાયે અંગોમાં વધારો થતો હોય છે. માણસનાં મૃત્યુ પછી એનું હ્ર્દય કામ કરતું બંધ કરી દે છે. ત્યારબાદ શરીરના જુદા-જુદા અંગો પણ ધીરે-ધીરે કામ કરવાનું બંધ કરી દે છે. કારણ કે, હ્ર્દય બંધ પડી જવાથી મગજને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે. ત્યારબાદ થોડા સમયમાં મગજની બધી જ કોશિકાઓ નાશ પામે છે.

મૃત્યુ પછી નખ વધવાનું કારણ


મૃત્યુ પછી પણ વાળ અને નખ વધે છે. જી હાં, મૃત્યુ પછી પણ વાળ અને નખ વધતા રહે છે. વાળ અને નખ વધવા માટે શરીરમાં નવી કોશિકાઓનું નિર્માણ અને એ માટે ગ્લુકોઝ બનવું જરૂરી હોય છે. આપણા હાથ અને પગના નખની ચામડી નીચે જર્મિનલ મેટ્રિક્સ નામની એક પરત હોય છે. જર્મિનલ મેટ્રિક્સમાં ઘણી એવી કોશિકાઓ બનતી રહે છે જેના કારણે આપણા નખ મૃત્યુ પછી પણ વધતા રહે છે.

આ કારણે વધે છે શરીરના વાળ:


મૃત્યું પછી કોશિકાઓને લોહીના માધ્યમથી પ્રાપ્ત થનાર ગ્લુકોઝ સપ્લાય અટકી જાય છે. જેથી થોડા સમય પછી નખ અને વાળની વૃદ્ધિ અટકી જાય છે. પણ, વાળ વધવાનું કારણ ફોલિકલમાં બનનાર નવી કોશિકાઓ હોય છે. પણ, મૃત્યુ બાદ યોગ્ય પ્રમાણમાં ગ્લુકોઝ ન મળવા છતાં વાળ વધવાનું થોડા દિવસ ચાલુ રહે છે અને પછી બંધ થઈ જાય છે. વાળ અને નખ ત્યાં સુધી વધવાનું ચાલુ રહે છે કે જ્યાં સુધી શરીરમાં રક્તનું પ્રસરણ સંપૂર્ણ બંધ ન થાય.

વૈજ્ઞાનિકો પણ માની ચુક્યા છે આ વાત:


જો વૈજ્ઞાનિકોની વાત કરવામાં આવે તો મૃત્યુ બાદ વધતા વાળ અને નખ વિશે જેટલા પણ સંશોધનો થયા છે એમાં જાણવા મળ્યું છે કે, જીવીત વ્યક્તિની સરખામણીમાં મૃત્યું પામેલ વ્યક્તિનાં વાળ અને નખ ખૂબ ઓછી માત્રામાં વધે છે. હકીકતમાં આ વિશે કેટલાક વૈજ્ઞાનિકોનું મંતવ્ય અલગ છે. એમનું કહેવું છે કે, મૃત્યુ પછી વાળ અને નખ વધવા પાછળનું તર્ક એવું છે કે મૃત્યુ બાદ માણસની ચામડી સુકાય જાય છે, જેના કારણે નખ અને વાળ વધ્યા હોય એવું દેખાય છે. એટલે અત્યાર સુધી આ વિશે સ્પષ્ટતા નથી થઈ કે આખરે, સાચું શું છે?

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ જ્ઞાન-સભર પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!