મર્યા પછી જીવીત થયેલ વ્યક્તિએ જણાવ્યું કે શું થયું હતું મૃત્યુ બાદ? વાંચવા જેવું

જીવન અને મૃત્યું એ બધું ઉપરવાળાનાં હાથમાં છે. એની મરજી વગર કોઈ જન્મ લેતું નથી અને એની મરજી વગર કોઈ મરતું નથી. જોકે મૃત્યું એક સનાતન સત્ય છે. જે આ પૃથ્વી ઉપર આવ્યા છે, એ બધાએ એક દિવસ મરવાનું જ છે. પણ લગભગ બધા જ લોકો એ જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે કે આખરે ! મૃત્યુ પછી શું થતું હશે? આ વિશે આજ સુધી કોઈ જાણી નથી શક્યું, પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

બીમારીને કારણે દવાખાનામાં દાખલ થયો:


આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે મર્યા પછી જીવીત થયો. જીવીત થઈને એણે મર્યા પછીના અનુભવ જણાવ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ ફિલ્મી કહાની નથી પણ એક સત્ય ઘટના છે. હકીકતમાં અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ, એ 57 વર્ષનો વિલિયમ છે. 2011માં વિલિયમ બીમાર પડી ગયો અને એને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો.

મર્યા પછી સજીવન થયો :

વિલિયમને જ્યારે ઓપરેશન થિએટરમાં લઇ ગયા ત્યારે એને હાર્ટ અટેક આવી ગયો સાથે જ ઓક્સિજનની કમીને કારણે એના મગજે કામ કરવાનું બંધ કરી દીધું. ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પણ થોડા સમય બાદ એ ફરી જીવતો થયો. ત્યારબાદ એણે મૃત્યુ સમયે જે કંઇ પણ જોયું અને અનુભવ્યું એ બધું જણાવ્યું. આ સાંભળીને ત્યાં હાજર બધા જ લોકો અચંબિત થઈ ગયા.

3 મિનીટ સુધી સાંભળતો રહ્યો આજુબાજુની વાતો:

એણે જે કંઈપણ કહ્યું એ બધું જ સાચું હતું. જાણે એવું જ લાગતું હતું કે એ મર્યો જ નહતો. સામાન્ય રીતે આપણે વાતો કરતા જ હોઈએ છીએ કે, વ્યક્તિના મૃત્યુ પછી સૌથી પહેલા એક તેજ પ્રકાશ દેખાય છે અને પછી કોઈ આવે છે અને આત્માને પોતાની સાથે લઈ જાય છે. પણ વિલિયમે જે કંઈપણ જણાવ્યું એ બધું જ આનાથી ઉલ્ટુ હતું. વિલિયમે જણાવ્યું કે, તે મર્યા પછી પણ 3 મિનિટ સુધી ઓપરેશન થિએટરમાં જ હતો. તે બધું જ સાંભળી રહ્યો હતો.

એક મહિલા હાથ પકડીને બહાર લઈ જઈ જવા ઈચ્છતી હતી:

વિલિયમે જે કંઈપણ કહ્યું એ બધું જ સત્ય હતું, કારણ કે ડૉક્ટર અને નર્સ પણ એ જ કહી રહ્યા હતાં. વિલિયમનું હ્ર્દય બંધ પડી ગયા પછી એને ઝટકા આપવામાં આવી રહ્યા હતા અને બે લોકોનો અવાજ પણ સંભળાય રહ્યો હતો. એક અવાજ એ મહિલાનો હતો કે જે ઝટકા આપી રહી હતી જ્યારે બીજો અવાજ એ મહિલાનો હતો કે જે વિલિયમનો હાથ પકડીને એને છતનાં રસ્તેથી બહાર લઈ જવા ઈચ્છતી હતી.

ઝટકાથી આંખ ખુલી ગઈ અને બધું દેખાવા લાગ્યું:

વિલિયમે મહિલાની વાત સાંભળી અને એના હાથ બહાર આવી ગયા. વિલિયમે જણાવ્યું કે, એવું લાગી રહ્યું હતું કે હું એ મહિલાને ઓળખતો હતો. તે મહિલા કોઈ કારણસર ત્યાં આવી હતી, પણ તે કારણ શું હતું? એ વિશે વિલિયમને કંઈ ખબર નહોતી. પછી અચાનક એક ઝટકો લાગ્યો અને એની આંખો ખુલી ગઈ અને બધું જ સાફ-સાફ દેખાવા લાગ્યું.

મિત્રો, આ પોસ્ટ એક સત્ય હકીકત છે. અમે આ વાત ને સમર્થન આપતા નથી, શું તમે અહીંયા જે વાંચ્યું એની સાથે તમે સહમત છો? મૃત્યુ વિશે તમે શું માનો છો? અથવા તો જન્મ પહેલાં આપણે ક્યાં હતા? તમારા વિચારો કમેન્ટમાં લખજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!