હવન દરમિયાન “સ્વાહા” બોલવુ કેમ જરૂરી છે ? – હિંદુ ધર્મ પ્રમાણે આ છે કારણ

કોઇ સામાજીક કે ગૃહીય પૂજા-પાઠ હોય તો અનુષ્ઠાન માટે યજ્ઞ કરવામાં આવે છે.હવન સમયે બ્રાહ્મણો દ્વારા મંત્રો બોલવામાં આવે છે – ૐ સુર્યાય નમ:__સ્વાહા!ૐ ભગવતે નમ: સ્વાહા!ૐ વૈષ્ણવે નમ:__સ્વાહા!અથવા તો ગાયત્રીમંત્ર બોલવામાં આવે અને અંતે “સ્વાહા”શબ્દ બોલવામાં આવે છે.બ્રાહ્મણો મંત્રને અંતે સ્વાહા શબ્દ બોલે અને હવનકુંડમાં આહુતિ આપવામાં આવે.એ સાથે યજમાનો પણ સ્વાહા શબ્દ બોલીને આહુતિ આપે.એ રીતના મંત્રજાપ થાય છે.

તમે જાણો છો કે,આ “સ્વાહા” શબ્દ શા માટે બોલવામાં આવે છે કે એનો શો મતલબ છે?શા માટે દરેક મંત્રજાપ પછી આ શબ્દનો ઉચ્ચાર અનિવાર્યપણે થાય છે?શું કારણ હોઇ શકે આ પાછળનું?આવો જાણીએ આ સ્વાહા શબ્દ બોલવા પાછળના કારણ વિશે :

‘સ્વાહા’ બોલ્યાં વિના અધૂરો છે યજ્ઞ –

એ જાણી લેવું જરૂરી છે કે,દરેક મંત્રજાપ પછી સ્વાહા શબ્દનો નાદ કરવો જરૂરી છે.એ વિના યજ્ઞ/હવન આદિ પૂર્ણ થઇ શકે જ નહી.સ્વાહા શબ્દનો અર્થ થાય છે-“તમે યજ્ઞમાં હોમેલ ભોગ ઇષ્ટદેવ કે પિતૃ સુધી પહોંચી ગયો છે.”આમ સ્વાહા બોલવું જરૂરી છે.

સ્વાહા શબ્દનો ઉચ્ચાર થતાં અર્પણ કરેલ ભોગ પિતૃ સુધી પહોંચી ગયેલ ગણાય છે.યજ્ઞ તો જ સફળ થયો ગણાય જો તમારો ભોગ ઇષ્ટ વ્યક્તિ કે દેવ સુધી પહોંચે.

અગ્નિ દેવના પત્ની છે સ્વાહા –

પૌરાણિક કથાનુસાર,સ્વાહા દક્ષ પ્રજાપતિના પુત્રી હતાં.દેવી સ્વાહાનો વિવાહ અગ્નિ દેવ સાથે થયેલો.તેમને ત્રણ પુત્રીઓ જન્મેલ-શુચિ,પવમાન અને પાવક.

આથી જ્યારે પણ કોઇ વસ્તુ અગ્નિદેવને ભોગ આપવામાં આવે છે ત્યારે સ્વાહા દેવી જ દ્વારા જ તેમને તે વસ્તુ પહોંચાડી શકાય.તો જ અગ્નિદેવ તેને ગ્રહણ કરે છે.

સુર-અસુર વચ્ચે થયેલી સમજૂતી –

કહેવાય છે કે,વેદિક કાળમાં દેવો અને દાનવો વચ્ચે સમજૂતી થયેલી.એમાં અગ્નિદેવને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યાં.એવું પ્રતિપાદીત થયું કે,સ્વાહા બોલીને જે કોઇ વસ્તુ અગ્નિમાં હોમવામાં આવશે એ દેવતાઓ સુધી પહોંચી જશે.મતલબ કે,અગ્નિદેવને એક ઉત્કૃષ્ટ માધ્યમ તરીકે ચૂંટવામાં આવ્યાં,પસંદ કરાયા.ચારે વેદમાં પણ અગ્નિના મહત્વ વિશે ગુણગાન ગાવામાં આવ્યાં છે.આ બીજી એક કથા છે.

વાસુદેવના છે આશીર્વાદ –

એક વાત એવી પણ છે કે,સ્વાહા પ્રકૃતિની એક કળા છે.જેના વિવાહ દેવતાઓના અનુરોધને લીધે અગ્નિદેવ સાથે થયેલા.ભગવાન કૃષ્ણએ વિવાહ સમયે વરદાન આપેલું કે,જે કોઇ પણ સ્વાહા બોલીને અગ્નિદેવને ભોગ અર્પણ કરશે તો તે દેવતાઓ સુધી પહોંચી જશે.બીજી કોઇ જટીલતા નહી રહે.દેવતાઓ પણ સ્વાહા બોલવાથી પ્રસન્ન થાય છે.

આમ કરવાથી ખુશ થાય છે ઇષ્ટદેવતાઓ –

યજ્ઞની પૂર્ણાહુતિ પછી સૃષ્ટિ સંચાલક એવા દેવતાઓને ભોગ લગાવવો જરૂરી છે.આમ કરવાથી દેવતાઓ રાજી થાય છે.યોગ્ય ફળ મળે છે.યાદ રહે કે,ભોગ મીઠો હોવો જોઇએ.દેવતાને પ્રસન્ન કરવા ભોગ આવશ્યક છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!