આ મંદિરમાં પ્રવેશ કરતા જ પુરુષો બની જાય છે સ્ત્રી – હકીકત વિચિત્ર અને વાંચવા જેવી છે

પ્રાચીન સમયથી હિન્દુ સંસ્કૃતિ સ્થાપત્યપ્રેમી,મૂર્તિપુજનમાં વિશ્વાસ ધરાવનારી છે.માટે અહીં ઠેર-ઠેર અલગ અલગ મંદિરો જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે,આ દરેક મંદિરોના પૂજા-અર્ચન,અનુશાસન વગેરે રિવાજો અલગ-અલગ હોય છે.એમાંના ઘણા મંદિરોના રીત-રિવાજ વિશે આપણે ખ્યાલ છે

પણ શું તમને એ વાતની ખબર છે કે,ભારતમાં એક એવું પણ મંદિર છે જ્યાં પુરુષોએ દર્શન કરવા હોય તો પ્રથમ સ્ત્રીનો વેશ ધારણ કરવો પડે છે!છે ને અચંબિત કરી દેનાર વાત?!પણ આ સત્ય છે.

કદાચ તમને થતું હશે કે,આ તે કેવો નિયમ?પૂજા માટે પુરુષોએ સ્ત્રીનો વેશ ધારણ કરવાનો?પણ આ સત્ય છે.આ અનોખા મંદિર વિશે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ :

વાત છે કેરળના કોટ્ટનકુલગંરા શ્રીદેવી મંદિરની.મંદિર તેના વિચિત્ર રિવાજને કારણે અત્યંત પ્રસિધ્ધ પણ છે.અહીં પ્રવેશ મેળવવા માટે પુરુષે સ્ત્રીનો વેશ ધારણ કરવો પડે છે.બાકી અહીં મુખ્ય તો સ્ત્રીઓને જ પરવાનગી આપવામાં આવે છે.

કોટ્ટનકુલગંરા મંદિરની અંદર ભાવિકે સાચા દિલથી કરેલી હરેક પ્રાર્થના સફળ થાય છે એવું કહેવામાં આવે છે.અહીંના વિશેષ તહેવાર નિમિત્તે પુરુષવર્ગ અંદર જઇને ભગવાનની પ્રાર્થના કરી શકે છે.શરત એ કે એને સ્ત્રીનો વેશ સજવો પડે!તો જ અને તો જ મંદિરમાં પ્રવેશ વર્જય છે.

ભારતના અનેક મંદિરોની અલગ-અલગ માન્યતાઓ જેવી કોટ્ટનકુલગંરાની પણ આ એક માન્યતા છે.

સ્ત્રીઓની જેમ સોળે શણગાર સજે છે પુરુષ –

શ્રીદેવી મંદિરમાં દરવર્ષે ચામ્યાવિલક્કુ નામક મોટો ઉત્સવ ઉજવાય છે.દરમિયાન અહીં પુરુષો આવીને દર્શન કરી છે.શર્ત તો એટલી જ કે સ્ત્રીરંગમાં સર્જાય જાઓ!પુરુષોના કપડા ચેન્જ કરવા માટે એક અલાયદો વિસ્તાર પણ અપાયેલો છે જેથી અહીં તોઓ કપડાં બદલાવી શકે.

માત્ર સાડી જ નહી,ભક્તગણો આ માટે સ્ત્રીના સોળે શણગાર સજીને મંદિરમાં દર્શને જાય છે.મોઢા પર,હોથો પર લીપસ્ટીક પણ ભૂંસે છે.આવો નિયમ હોવા છતાં અહીં લોકો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહે છે.કેટલાક લોકો આને ટ્રાન્સજેન્ડર મંદિર પણ કહે છે.

આ છે રહસ્ય –

કહેવાય છે કે,બહુ વખત પહેલાં અહીઁ ઢોર ચરાવતા ભરવાડોને જમીનમાંથી અહીંની મૂર્તિ મળેલી.એ વખતે તેઓએ સ્ત્રીના પોષાકમાં જ મૂર્તિની પૂજા-અર્ચના કરી હતી.મૂર્તિની જાણે દિવ્ય શક્તિ પ્રગટી હોય એવો માહોલ રચાયો.

એ પછી તો ધીમે-ધીમે અહીં કોટ્ટનકુલગંરાનું મંદિર બંધાયું.આજે તો આ સ્થળ યાત્રાધામ તરીકે વિકસ્યું છે.ખાસ વાત એ છે કે,મંદિરની ઉપર છાપરું પણ નથી!

નારીયેળમાંથી લોહીની ધારા –

કહેવાય છે કે,અહીં લોકોએ એકવાર શ્રીફળ વધેરેલું અને પથ્થરમાં રક્તરંગી પ્રવાહી લાલીમાં પ્રસરી ગઇ હતી.તે દિવસથી આજે પણ માન્યતા પ્રવર્તે છે કે,અહીં વધેરાતા શ્રીફળનો રંગ લાલરંગી થઇ જાય છે.

આવું શરૂઆતમાં પણ એકવાર થયેલું.તે વખતે લોહીની ધારા પ્રગટ થઇ હતી એવું માનવામાં આવે છે.

ભારતના અજીબો-ગરીબ સ્થળો પૈકી આ સ્થળને પણ ગણી શકાય.જે પોતાના અદ્ભુત રીવાજોને પરિણામે પ્રવાસીઓને-ભાવિકોને આકર્ષે છે.આર્ટીકલ ગમ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો,ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!