આ રીતે ટીવી જોવાથી પુરુષોમાં કેન્સર નું પ્રમાણ વધી રહ્યું છે – ચેતી જજો

આજકાલ આધુનિક જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરે છે.આમ જોવા જઈએ તો આધુનિક કોઈ પણ બાબત લઈએ તેનો આપણા સ્વાસ્થ્ય સાથે કોઇ પણ રીતે નાતો હોય જ છે.જો તમે પણ રાત્રે મોડા સુધી ટીવી જોવો છોઅથવા મોડી રાત સુધી કમ્પ્યુટરમાં મંડ્યા રહો છો તો તમારે સુધરવાની જરૂર છે.ખાસ કરીને પુરુષોમાં આ ભય વધારે જોવા મળે છે.જી હા,તમને કેન્સર ની બીમારીઓ પણ થઈ શકે છે.હાલમાં એક રિસર્ચ દરમિયાન એવું જાણવા મળ્યું કે વધારે ટીવી જોવાથી કેન્સર જેવી ભયજનક બીમારી પણ થઈ શકે છે.ખાસ કરીને મહિલાઓ કરતા પુરુષ માં એની માત્રા વધારે હોઇ શકે છે.

આ શોધ ફ્રાન્સ ની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર,ઈંપિરિયલ કોલેજ લંડન અને યુનિવર્સીટી ઓફ ઓક્સફર્ડ ના વૈજ્ઞાનિકો એ મળી ને શોધ કરી છે,જેમાં એ વાત બહાર આવી છે કે જે પુરુષ 4 કલાક થી વધારે ટીવી જુએ છે તેના શરીર માં કોલોરેકટલ કેન્સર થવા ની સંભાવના વધી જાય છે.આ શોધ માટે વિજ્ઞાનિકો એ 5 લાખ પુરુષો અને સ્ત્રીઓનું ચેક અપ કર્યું.6 વરસ લાંબા સંશોધન બાદ જાણવા મળ્યું કે તેમાં ના 2391 પુરુષો માં આ દ્રવ્ય ઉપસ્થિત છે.

સંશોધનનું ચોંકાવનારું પરિણામ –

આ લક્ષણો ને આધારે કોલેરેકટલ કેન્સર અને ટીવી જોવા ની વચ્ચે મળતા સબંધો પરથી તારણ કાઢ્યું કે વધારે ટોવી જોવાથી શરીર માં ચરબી નો વધારો થાય છે અને તેનાથી આ હોર્મોન શરીર માં વધારે પ્રભાવિત થાય છે.અને આવી રીતે આ બાબત કોષ ના વિકાસ ને પણ અવરોધે છે,જેનાંથી કેન્સરની શકયતાઓ વધી જાય છે.

બ્રિટીહ જર્નલ ઓફ કેન્સર ની હોધ માં એ પ્રકાશિત કરવામાં આવ્યું કે ટીવી જોતા જોતા બીડી તમાકુ કે કોઈપણ અન્ય ધ્રુમપાન ની વસ્તુઓ ખાવા થી કેન્સર ના કોશોની વૃદ્ધિ થાય છે.તેથી ટીવી જોતા સમયે આવા કેફી પદાર્થોનો ઉપયોગ શરીર માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે.

તે જ વર્ષે 2017માં કેલિફોર્નિયાના અમેરિકન હાર્ટ એસોશિયેશનના વિજ્ઞાનિકો દ્વારા થયેલી એક શોધમાં પણ આ વાત સામે આવી છે કે,ખુબ જ વધારે ટીવી જોવાથી લોહીના કણો જામી જાય છે જે શરીર માટે ખુબ જ ખતરનાક સાબિત થાય છે.

હૃદય માટે પણ છે ખતરનાક –

ઑસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા સંશોધનો અનુસાર,વધારે ટીવી જોવાથી હૃદય રોગથી મૃત્યુનું જોખમ વધારે છે.તેઓના સંશોધન પ્રમાણે બે કલાક ટીવી જોવા વાળી વ્યક્તિની 4 કલાક ટીવી જોવાવાળી વ્યક્તિ સાથે સરખામણી કરીએ તો ચાર કલાક ટીવી જોવાવાળી વ્યક્તિની મરવાની શક્યતાઓ બે કલાક વાળી વ્યક્તિ કરતા 80% વધારે હશે.

હું તો એક વાત કહીશ કે પહેલું સુખ તે જાતે નર્યા…

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ જરૂર બીજા મિત્રો સાથે શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!