ફક્ત સલમાન ખાન જ નહીં, આ બોલીવુડ અભિનેત્રીઓ પણ આજે 40 વર્ષની ઉંમરે કુંવારી છે

‘સલમાન લગ્ન ક્યારે કરશે?’ કદાચ આ પ્રશ્ન બોલીવુડ જગતમાં સૌથી વધુ પુછાતો પ્રશ્ન છે, પણ આજ સુધી કોઈને આ પ્રશ્નનો સચોટ જવાબ નથી મળ્યો. આ પ્રશ્ન એક રહસ્ય બની ગયો છે. પણ શું તમને ખબર છે કે સલમાન સિવાય આપણાં બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ પણ છે કે જે 40 ની ઉંમર વટાવી ચુક્યા છતાં આજે પણ કુંવારા છે? બોલીવુડમાં ન જાણે કેટલીએ અભિનેત્રીઓ છે કે જે 40 વર્ષથી પણ વધુ ઉંમર ધરાવે છે છતાં આજ સુધી કુંવારી છે. આજે અમે એવા જ એક્ટર અને એક્ટ્રેસ વિશે વાત કરવાના છીએ કે જેઓની ઉંમર થવા છતાં હજુ ઠેકાણે નથી પડ્યાં. ચાલો જાણીએ સિંગલ સ્ટાર્સ વિશે અને હાં , જો તમારી ઈચ્છા હોય એમની સાથે મિંગલ થવાની તો વાત આગળ વધારીએ…શું કહો છો? ભૂરા…..

ઉંમર થઈ 40 ને પાર તોયે હજુ નથી પડ્યા પાર:

સલમાન ખાન :


બોલીવુડમાં જ્યારે પણ કોઈ કુંવારાની વાત નીકળે ત્યારે સૌથી પહેલું નામ સલમાન ખાનનું લેવામાં આવે છે. તે બોલીવુડમાં મોસ્ટ એલિજિબલ બેચલરનાં લિસ્ટમાં સૌથી ટોપ પર છે. બોલીવુડમાં સૌથી વધુ ચર્ચા સલમાન ખાનનાં લગ્ન વિશે થાય છે. ઘણી વખત રિપોર્ટ્સમાં પણ સલમાન ખાનનાં લગ્ન વિશે સવાલો પુછાયા પણ કોઈ નક્કર જવાબ ન મળવાને કારણે હવે તો તેઓએ પણ સવાલ પૂછવાનું જ બંધ કરી દીધું. સલમાન ખાનનાં ફેન્સ એના લગ્નની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. (ઈવન હું પણ)

સુસ્મિતા સેન :


એશ્વર્યા રાયનાં મિસ વર્લ્ડનાં ખિતાબ પછી એનાથીએ એક ડગલું આગળ નીકળીને મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર સુસ્મિતા સેન આજ સુધી કુંવારી છે. જોકે, સમયની સાથો સાથ સુસ્મિતા સેન વધુ યુવાન થતી જાય છે. થોડા સમય પહેલા જ તેણીએ એક ફોટો શેર કર્યો હતો, જે ખૂબ જ હોટ હતો. જોકે તેના લગ્ન વિશે આજે પણ પ્રશ્નાર્થ છે.

કરણ જૌહર :


કરણ બોલીવુડનાં પ્રખ્યાત નિર્દેશક અને ધર્મા પ્રોડક્શનનાં માલિક છે. તેમણે ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. સલમાન ખાન સિવાય જો કોઈ એક્ટરની વાત કરીએ તો કરણ જૌહરને પણ લોકો પ્રશ્ન પૂછે છે કે ભાઈ, પેંડા ક્યારે ખવરાવો છો? કોફી વિથ કરણમાં ઘણી વખત એના લગ્ન વિશે ચર્ચા થઈ છે, પણ કરણ જૌહર દરેક વખતે લગ્નની વાત ટાળી દે છે.

તબ્બૂ :


સુસ્મિતા સેન અને તબ્બૂ બન્ને એક જેવી છે. બન્નેની ઉંમર લગભગ સરખી છે અને બન્નેએ આજ સુધી લગ્ન વિશે વિચાર્યું નથી. બોલીવુડનાં શાનદાર કલાકારોમાં તબ્બૂની ગણના થાય છે. તબ્બૂએ પોતાની આગવી એક્ટિંગ દ્વારા ઘણા એવોર્ડ મેળવ્યા છે. જોકે, તેના ચાહકો આજે પણ એના લગ્નનાં સમાચાર સાંભળવા આતુર છે.

અમીષા પટેલ :


અમિષા પટેલ 41 વર્ષની થઈ ગઈ છે. કહોના પ્યાર હૈ, ગદર: એક પ્રેમ કથા, ક્રાંતિ, હમરાઝ, વાદા, એલાન અને રેસ-2 જેવી હિટ ફિલ્મો દ્વારા બધાના દિલ જીતી લેનાર અમિષા પટેલ હવે ફિલ્મોથી દૂર છે. એવી ખબર મળી છે કે વિક્રમ ભટ્ટ સાથે થયેલ બ્રેકઅપ પછી તેણી પોતાનાં બિઝનેસ પાર્ટનર કુણાલ ગૂમર સાથે ઘણા દિવસો સુધી ડેટ કરી હતી.

મિત્રો, દુવા કરો કે આ બધા થાળે પડી જાય…બીજું શું !!

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!