ઠંડકની રાણી એટલે વરીયાળી – ટાઢક મેળવવા આ રીતે બનાવો શરબત

ઠંડકની રાણી વરીયાળી માં અઢળક ગુણો રહેલા છે

વરીયાળીનાં ઠંડક આપવાનાં ગુણને આપણાં આયુર્વેદે સ્વિકાર્યો છે એટલે અંશે તેની જાણકારી સર્વ સ્વિકૃત છે. પણ આ સિવાય તેનાં ગુણધર્મો વિશે લોકો અજાણ હોય છે. આજ કાલનાં જુવાનિયાઓ અને જુવાનડીઓમાં અકાળે વાપી સફેદ થઇ જવાની સમસ્યા સર્વ સામાન્ય છે.

સફેદવાળની સમસ્યા ધરાવતી સ્ત્રીઓ રોજ વરીયાળી અને સાકરનું પાણી પીવાનું શરુ કરે તો મહિના દિવસમાં સફેદવાળની સમસ્યા દૂર થવા માંડે છે.રાત્રે વરીયાળી પલાળીને સવારે જીણા કપડાથી તેનું પાણી ગાળીને તેનાથી રોજ આંખો ધોવાથી આંખોનું તેજ વધે છે.

ચશ્માના નંબર ઉતરે છે. જે સ્ત્રીઓને તજા ગરમી એટલે કે ત્વચાની ગરમી રહેતી હોય અને એને કારણે પગની એડી ફાટી જવી, ગર્ભ ન રહેવો, અનિયમિત અને વધુ માસિક આવવાની સમસ્યાથી છૂટકારા માટે સાકર અને વરિયાળીનું ચૂર્ણ ફાકવુ જોઇએ. તજા ગરમી અને કોઠાની એટલે કે પેટની, આંતરડાની ગરમી દૂર કરવા, ગરમીને કારણે થતા ગુમડા મટાડવા, યાદ શક્તિ વધારવા મગજને ઠંડુ રાખવા આમ શરીરની પ્રાકૃતિક ઉષ્ણાંત ઘટાડવા માટે વરીયાળી જેવું ઉત્તમ અને સસ્તુ ઔષધ એક પણ નથી.

મોમાં આવતી દુર્ગધ દૂર કરવા મુખવાસ અપાય છે. અને મુખવાસમાં મુખ્ય ઘટક જ વરીયાળી હોય છે. મુખની વાસ દૂર  કરના દ્રવ્ય એટલે મુખવાસ.

કઈ રીતે બનાવશો બેસ્ટ વરીયાળી શરબત:

સામગ્રી:
વરીયાળી પાઉડર
સાકર
શેકેલ જીરું પાઉડર
સંચર
લીંબુ
પાણી

રીત:

– સૌ પ્રથમ પાણીમાં વરીયાળી અને સાકરને ૨-૩ કલાક માટે પલાળી લેવી.
– પછી તેમાં શેકેલ જીરું પાઉડર, સંચર, લીંબુનો રસ ઉમેરી બ્લેન્ડર મારવું.
– ગાળવું હોય તો ગાળવાનું, નહિતર ચાલે.
– તો તૈયાર છે ઠંડો ઠંડો વરીયાળીનો શરબત.

નોંધ:

– ઉતાવળ હોય તો ઈન્સ્ટન્ટ બ્લેન્ડર મારીને બનાવી શકાય.
– સાકર આપના સ્વાદ મુજબ લેવાની.
– કાળી સુકી દ્રાક્ષને પણ વરીયાળી- સાકર જોડે પલાળી શકાય.

રેસીપી મોકલનાર : રુચા ત્રિવેદી (અમદાવાદ)

જો ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રેસીપી આપણે ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!