જોઈ લો દુનિયાના એકમાત્ર શાકાહારી મગરને – મંદિરની રક્ષા કરે છે, ફક્ત ભાત આરોગે છે

પ્રકૃતિ વિશે માનવી જેટલું જાણવાનો પ્રયત્ન કરે છે,તેટલોને તેટલો એ ઉંડો ઉતરતો જાય છે.હજી સુધી પ્રકૃતિનો-કુદરતનો સંપૂર્ણ તાગ મેળવવાનું માણસ માટે શક્ય નથી બન્યું,કદાચ બનશે પણ નહી!પ્રકૃતિ જ એકમાત્ર પરીબળ છે જેને લીધે સૃષ્ટિ પર જીવન શક્ય બન્યું છે.ઇવા-આદમથી લઇને આજ સુધી માનવીનું પાલન પોષણ કરનાર પ્રકૃતિ જ છે.

આ પ્રકૃતિમાં જ એવા અમુક રહસ્યો પણ છૂપાયેલા છે જે અચંબિત કરી દેનારા છે.માનવામાં ન આવે એવી અજાયબીઓ પણ છે આ પ્રકૃતિ પાસે!

એ પ્રકૃતિ જ છે જેણે સૃષ્ટિની ઉત્પત્તિ માટે કારક બનીને પોતાની હાજરીનો પ્રબળ પુરાવો આપેલો.કહેવાય છે કે,સૃષ્ટિની રચના પણ પ્રકૃતિના કેન્દ્રસ્થાને થઇ હતી.જળ અને જમીનના સંતુલન માટે,આ ઉભયજીવી પર્યાવરણના સમતોલન અર્થે પ્રકૃતિએ વૃક્ષો-છોડ-જીવજંતુઓ અને બીજા સજીવોનું નિર્માણ કર્યું છે.

અહીં વાત કરવી છે પ્રકૃતિની ગોદમાં રમતા આવા જ એક જીવની જેના વિશેની હેરતજનક વાત વાંચીને કોઇપણ મોંમા આંગળા નાખી જાય!વૈજ્ઞાનિકો પણ પ્રકૃતિના આવા અમુક રહસ્યોને પામવા માથાફોડ તો ઘણી કરે છે પણ ખરેખર કશું પામી નથી શકતા.

આ જ દુનિયામાં હજારો જાતિ-પ્રજાતિ વહેંચાયેલા અસંખ્ય જીવો પૈકી અમુક જોતાં જ ગમી જાય તેવા પ્યારા પણ છે જ્યારે અમુકને જોતા જ થથરી ઉઠાય એવા ભયાનક પણ!ઘડીભર એમ જ થાય કે આનાથી દુર રહેવામાં આવે એ જ બહેતર છે.

જમીનની તુલનામાં જળચર જીવો વિશે ઓછી માહિતી એકઠી કરી શકાય છે.જળચર જીવોમાં પણ અમુક ધ્રુજાવી દેવાની હદનું ઘાતકીપણું ધરાવતા હોય છે.

શાર્ક એવા જ જળચર જીવો પૈકીનો એક છે.પણ થોડું વધુ વિચારીએ તો ખ્યાલ આવે કે મગરમચ્છ પણ ઓછો પ્રભાવશાળી જીવ નથી.જમીન અને પાણી બંને પર રહી શકતા આ જીવથી માણસો પણ થરથર કાંપે છે.એકવાર એની ઝપટમાં ચડેલો ખોરાક કોળિયો બની જાય છે.પેલી વાર્તા તો ખબર છે ને હાથીનો પગ પકડી નદીમાં ખેંચી જતા મગરમચ્છની-અપબલ,તપબલ,બાહુબલ વાળી!

ચોખાને સહારે જીવતો દુનિયાનો અનોખો મગરમચ્છ –

મગરમચ્છના કારનામા જાણ્યા બાદ એમ કહેવામાં આવે કે એક મગરમચ્છ તો શાકાહારી છે તો માનવામાં આવે એવી વાત?

ના,કદાચ નહી જ!વાત હાસ્યાસ્પદ લાગશે.પણ ખરેખર આવું શક્ય છે.એ મગરમચ્છ પણ છે ભારતના કેરળમાં.જે કદાચ દુનિયાનો એકમાત્ર શાકાહારી મગર છે.

ના,મારે તો દાળ-ભાત જ ખાવા છે! –

કેરળના ભારત વિખ્યાત અનંતપુરા તળાવની રક્ષા આ મગરમચ્છ દ્વારા કરવામાં આવે છે.આ સીધાસાદા શાકાહારી મગરમચ્છનું નામ “બબિયા” છે.મંદિરના બોડીગાર્ડનું જ જાણે કામ કરે છે આ મગર!બબિયા સંપૂર્ણ શાકાહારી છે અને મંદિરમાં ચડાવાતા ચોખા-ગુડ ઉપર જ નભે છે.કોઇને નુકસાન પહોંચાડે તો બબિયા નથી.

ડાહ્યો બબિયા –

અનંતપુરા લેકમાં વસવાટ કરતો આ મગરમચ્છ મંદિરનો પ્રસાદ જ ગ્રહણ કરે છે.કદી કોઇ પ્રવાસીને રંઝાળતો નથી.ખરેખર પ્રકૃતિની અજીબગાથાઓમાં આવી તો બીજી ઘણી અજાયબીઓ સમાયેલી જ છે!

Leave a Reply

error: Content is protected !!