આ રહ્યું તમારું સાપ્તાહિક આર્થિક રાશિફળઃ 9થી 15 એપ્રિલ 2018

મેષ

મહિલાઓને સપોર્ટ મળતાં વ્યવસાયમાં વૃદ્ધિના રસ્તા ખુલશે. આર્થિક વૃદ્ધિના પણ સંકેતો મળી રહ્યા છે. કોઇ રોકાણને લઇને શરૂઆતમાં તમે થોડા કન્ફ્યૂઝ રહી શકો છો, પરંતુ જો તમે તમારા નિર્ણય પર અડગ રહેશો તો જીત તમારી જ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં કોઇ બાળકને લઇને ચિંતા રહી શકે છે.

વૃષભ

કાર્યક્ષેત્રમાં શાંતિ યથાવત રહેશે. પરિવારમાં માન-સમ્માન મળશે અને કોર્ટ કચેરીના મામલામાં જીત મળવાના યોગ છે. મહિલાઓ પર વધુ ખર્ચ થઇ સકે છે. ભૌતિક સુખના સાધનોની વૃદ્ધિ થશે. આર્થિક પ્રગતિના કેટલાય અવસર મળતા રહેશે. અઠવાડિયાના અંતે યાત્રા ટાળવી.

મિથુન

કાર્યક્ષેત્રમાં રિલેક્સ રહેશો અને આ સમય તમારી મહેનતનું ફળ પ્રાપ્ત કરવાનો છે. આ સમયે વધુ ખર્ચો થઇ શકે છે. સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો જોવા મળશે. યાત્રાના શુભ સંયોગ બનશે અને એનાથી તમને સફળતા પણ મળશે. અઠવાડિયાના અંતે કોઇની સાથે બોલચાલ બંધ થઇ શકે છે.

કર્ક

પિતા સમાન કોઇ વ્યક્તિ દ્વારા તમને કાર્યક્ષેત્રમાં જબરદસ્ત સપોર્ટ મળશે. આર્થિક વિકાસના અવસર પણ મળશે. પહેલા તો રોકાણને લઇને કેટલીક શંકા રહેશે પરંતુ જલદી જ પ્રગતિનો રસ્તો મળી જશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. યાત્રામાં કષ્ટ પડી શકે છે. સપ્તાહના અંતે સકારાત્મક સમાચાર મળી શકે છે.

સિંહ

પરિવારના કોઇ વડીલની મદદ મળી રહેશે. રોકાણ કરવામાં થોડું ધ્યાન રાખવું, જો કે અંતે તમને કરેલા રોકાણનું યોગ્ય પરિણામ પણ મળશે. સારા સમાચાર મળશે. યાત્રા દરમિયાન કાળજી રાખવી. અઠવાડિયાના અંતમાં બગડેલાં કામ થવાના યોગ છે.

કન્યા

રોજગાર વ્યાપારના ક્ષેત્રમાં તમારા પ્રયાસો રંગ લાવશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. કોર્ટ કચેરીના કામોનો પણ ઉકેલ આવી શકે છે. પરિવારમાં શુખ અને શાંતિ બની રહેશે. ખર્ચાની સાથે સાથે આર્થિક વૃદ્ધિ પણ થશે.

તુલા

તમારા ખર્ચામાં ઘટાડો થવાથી આર્થિક રીતે મજબૂત થશો. વાહન ખરીદીના યોગ છે. વધુ મહેનત કરવાની જરૂરત છે, ત્યારે જ કાર્યક્ષેત્રમાં અમુક ફાયદા મળી શકે છે. રોકાણ પર નજર રાખવી અને કેટલાંક આકરાં પગલાં ઉઠાવવાં. યાત્રામાં ઉતાર ચઢાવ રહેશે, ક્યારેક અનુકૂળ રહેશે તો ક્યારેક મુશ્કેલીઓ વધી શકે છે.

વૃશ્ચિક

આ અઠવાડિયામાં કરેલા રોકાણનું સારું રિટર્ન મળશે. તમને એકથી વધુ રોકાણ દ્વારા ફાયદો થઇ શકે છે. પરિવારમાં એક બેલેન્સ બનાવીને ચાલવું, ત્યારે જ સ્થિતિ સુધરશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા અનુસાર બદલાવ આવવામાં સમય લાગી શકે છે. આ અઠવાડિયા દરમિયાન યાત્રાઓમાં વ્યસ્ત રહેશો.

ધન

કાર્યક્ષેત્રમાં પરિવાર તથા મિત્ર દ્વારા મદદ મળતી રહેશે. આ અઠવાડિયે કરવામાં આવેલી યાત્રાઓ દરમિયાન થોડું કષ્ટ પડી શકે છે. થોડું સાચવીને ચાલવું, નહીંતર દગો મળી શકે છે. આર્થિક મામલામાં તમને શુભ પરિણામ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. પરિવારમાં કોઇની બોલાચાલી થઇ શકે છે.

મકર

આર્થિક વૃદ્ધિના શુભ સંયોગ બનશે. આ મામલે કોઇ યુવક તમને સારી સલાહ આપી શકે છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો સંભવ છે. મહિલા ડૉક્ટરની સલાહ તમારા સ્વાસ્થ્યમાં બહુ શુભ પરિણામ લઇને આવી શકે છે. તમને લાગશે કે કાર્યક્ષેત્રમાં તમે હકદાર છો એટલી પ્રગતિ નથી થઇ રહી. આ અઠવાડિયા દરમિયાન યાત્રાના કેટલાય મોકા મળશે.

કુંભ

કાર્યક્ષેત્રમાં સુખદ અનુભવ રહેશે. જીવનમાં પ્રગતિના પણ સારા ચાન્સ મળી શકે છે. આ અઠવાડિયે નવું કાર્ય જરૂર શરૂ કરવું, ત્યારે જ તમારી પ્રગતિના રસ્તાઓ ખુલતા જશે. આર્થિક મામલામા થોડી તકેદારી રાખવી. પરિવારના મામલાઓમાં ટફ થઇને આકરા નિર્ણયો લેવા જોઇએ, ત્યારે જ શાંતિ બની રહેશે. સપ્તાહના અંતે કોઇ ચજને લઇને તમે બહુ પ્રોગ્રેસિવ થઇ શકો છો.

મીન

ગમે તેવડી મુસિબત કેમ ન હોય તમારો પરિવાર તમારી સાથે અડગ ઉભો રહેશે. એમના આ સપોર્ટના કારણે તમે મોટી મોટી સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો. યાત્રાઓના પણ યોગ બનેલા છે. તમારી વિચારસરણીના વખાણ થશે. આર્થિક વૃદ્ધિ સારી રહેશે પણ અઠવાડિયા બાદ આમાં તેજી જોવા મળશે. કાર્યક્ષેત્રમાં કારણ વિનાની દલીલોથી બચવું અને પોતાના પ્રોજેક્ટ તરફ વધુ ધ્યાન આપવું, ત્યારે જ સફળ થઇ શકશો.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!