ડીગ્રીની જરૂર નથી એવા અજીબો-ગરીબ કામ કરવાવાળા તમને ફક્ત ભારતમાં જ જોવા મળશે

ભારત એક ખૂબ જ મોટો અને વિવિધતાથી ભરેલો દેશ છે. આખી દુનિયામાં આપણો દેશ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતો છે. એ સાથે જ આખી દુનિયામાં ભારતીય લોકો અજીબો-ગરીબ કારસ્તાન અને જૂગાડ માટે મશહૂર છે. જી, હાં આપણા ભારતીયોનાં જૂગાડ જોઈને મોટા-મોટા વૈજ્ઞાનિકો પણ હલબલી જાય. ભલે તમને આ વાત પર વિશ્વાસ ન હોય પણ આ સત્ય-હકીકત છે. ભારતીય લોકોનાં મગજ આખી દુનિયા કરતા એકદમ અલગ અને બહેતરીન છે. અહીંનાં લોકો ફક્ત બુદ્ધિશાળી જ નહીં પણ મહેનતુ પણ હોય છે.

સપનામાં પણ નહીં વિચાર્યું હોય આ કામ વિશે:


ભારત એક વિકાસશીલ દેશ છે. એટલે અહીંયાનાં લોકો માટે પૈસા સૌથી મહત્વપૂર્ણ વસ્તું છે. આમ તો દરેક વ્યક્તિનાં જીવનમાં પૈસા ખૂબ જ મહત્વના હોય છે પણ જેમની પાસે ન હોય એમનાં માટે પૈસાનું મહત્વ વિશેષ હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે કે તે પોતે ખૂબ જ ધનિક બને પણ એ સંભવ નથી. જેથી પૈસા કમાવવાના ચક્કરમાં લોકો જુદા-જુદા કામ કરવા માંડે છે. એમાંથી કેટલાક કામ એવા પણ હોય છે જેના વિશે તમે સપનામાં પણ ન વિચારી શકો.

આ કારણે જ ભારત જગ-મશહૂર છે:

શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, કાનનો મેલ કાઢીને પણ પૈસા કમાઈ શકાય? જી, હાં ભારતમાં લોકો કાનનો મેલ સાફ કરીને પણ પૈસા કમાઈ છે. શું તમે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે કોઈના મૃત્યુ બાદ એના ઘરે જઈને રડવાના પણ પૈસા મળે? હાં, મિત્રો આ કામ પણ ફક્ત ભારતમાં જ થાય છે. ફક્ત એમ જ થોડું ભારત જગ-મશહૂર છે? આજે અમે તમને ભારતમાં થતા આવા ચિત્ર-વિચિત્ર કામ વિશે જણાવીશું જે આખી દુનિયામાં ફક્ત ભારતમાં જ થાય છે અને જેના માટે કોઈ ભણતરની જરૂર નથી.

ફક્ત ભારતમાં જ થાય છે આવા અજીબો-ગરીબ કામ:

કાનમાંથી મેલ કાઢી આપવો :


ભારતમાં લગભગ દરેક જગ્યાએ તમને કાનનો મેલ સાફ કરી આપનાર લોકો જોવા મળી જશે. જે પોતાની સાથે એક થેલો અને જરૂરી સામાન રાખે છે. જે લોકોને કાનમાંથી મેલ કઢાવવો હોય એ એમની પાસે બેસી જાય છે. જેના માટે તેઓ 10-20 રૂપિયા લે છે.

ભાડે રડવાનું કામ:


ભારતમાં કેટલીક જગ્યા એવી છે કે જ્યાં કોઈના મૃત્યુ બાદ સ્પેશિયલ રડવા માટે મહિલાઓને બોલાવવામાં આવે છે અને એના માટે પૈસા પણ આપવામાં આવે છે. આવી મહિલાઓ ‘રૂદાલી’ તરીકે ઓળખાય છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન રાજ્યમાં આજે પણ આ પ્રથા ચાલે છે. તમને ખ્યાલ હોય તો આ વિષય આધારિત એક ફિલ્મ પણ બનેલી છે, જેમાં ડિમ્પલ કાપડિયા અને રાજ બબ્બર મુખ્ય ભૂમિકામાં છે, ફિલ્મનું નામ હતું રૂદાલી. આ ફિલ્મનું સોંગ : દિલ હુમ.. હુમ… કરે ખૂબ જ લોકપ્રિય છે.

દાંતનો દુખાવો દૂર કરનાર હકીમ:


મોટાભાગે ભારતના દરેક રાજ્યમાં તમને સડક કિનારે એવા હકીમ જોવા મળશે કે જે ફક્ત બે મિનીટમાં દાંતનો દુઃખાવો દૂર કરવાની જાહેરાત કરતા હોય છે. આ લોકો ફક્ત જાહેરાત જ નથી કરતા પણ ખરેખર બે મિનીટમાં દાંતનો દુઃખાવો દૂર કરી બતાવે છે. નવાઈની વાત તો એ છે કે એમની પાસે કોઈ ડીગ્રી પણ નથી હોતી.

વંશાવલીનું કામ (જૂની પેઢીનો ઈતિહાસ જાળવી રાખવાનું કામ)


આ કામ પણ એવું જ છે જે દુનિયાનાં બીજા કોઈ દેશમાં જોવા નહીં મળે. આ કામ ફક્ત ભારતમાં જ થાય છે. વંશાવલી એવા લોકો હોય છે જે પૂર્વજોનો ઈતિહાસ યાદ રાખે અથવા લખી રાખે. જો તમને તમારા પૂર્વજો સંબંધિત કોઈ જાણકારી જોઈતી હોય તો તમે એમની પાસે જઈ શકો.

માનવ-ચાડીયો (Human Scarecrow)


ખેતરમાં પાકનાં રક્ષણ માટે ચાડીયો (પૂતળું) લગાવવામાં આવે છે. ખેતરમાં રાખેલ આવું પૂતળું જોઈને પશુ-પક્ષીઓ દૂર રહે છે જેથી પાક સચવાઈ રહે છે. આવો ચાડીયો સામાન્ય રીતે ઘાસ, માટી અને લાકડામાંથી બનાવેલ હોય છે પણ ભારતમાં કેટલીક જગ્યા પર જીવતા-જાગતા માણસોને જ ઉભા રાખી દેવામાં આવે છે. આ કામ માટે પૈસા પણ આપવામાં આવે છે.

મિત્રો, છે ને અજબ-ગજબ વાતો !!
“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!