1 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

નવાં વસ્ત્ર તથા આભૂષણોની ખરીદી કરશો. સામાજિક રીતે માન-સન્માન પ્રાપ્ત થશે, પરંતુ મધ્યાહન બાદ દરેક પ્રકારે તમારે સંયમિત વ્યવહાર કરવો પડશે. નવા સંબંધ બનાવતા પહેલાં વિચાર કરવાની ગણેશજી સલાહ આપે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃષભ(Taurus):

વ્યવસાયીઓ માટે આજનો દિવસ ખૂબ લાભદાયી છે. પારિવારિક વાતાવરણ સુખશાંતિપૂર્ણ રહેશે. હરીફો પર વિજય પ્રાપ્ત થશે. વ્યવસાયિક સ્થળ પર સહકર્મચારીઓ તમારા માટે સહાયક બનશે. મધ્યાહન બાદ મનોરંજનનો આનંદ લઈ શકશો.

મિથુન(Gemini):

મધ્યાહન બાદ ઘરનું વાતાવરણ સુખશાંતિપૂર્ણ રહેશે, તેથી માનસિક રીતે આજે આનંદનો અનુભવ કરશો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વ્યવસાયમાં ભાગીદારોનો પૂરેપૂરો સહકાર મળશે. આર્થિક રીતે લાભ થશે. કાર્યમાં યશ પ્રાપ્ત થશે.

કર્ક(Cancer):

સ્થાયી સંપત્તિના મામલે સમજદારીથી કામ લેવું. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે, ધ્યાન રાખવું. મધ્યાહન બાદ શારીરિક રીતે પ્રસન્નતાનો અનુભવ થશે. નવાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.

સિંહ(Lio):

વિદેશ તરફથી લાભદાયી સમાચાર મળવાની સંભાવના વધુ છે. મૂડી રોકાણ કરનારા માટે સમય લાભદાયી રહેશે. મધ્યાહન બાદ તમે વધુ ભાવનાશીલ બનશો. સ્વાસ્થ્ય બગડી શકે છે.

કન્યા (Virgo):

આજે વાણી પર સંયમ રાખવો. શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. પ્રવાસ કે પ્રર્યટનનું આયોજન કરશો. મૂડી રોકાણ કરવું આજે તમારા હિતમાં રહેશે. ભાગ્યવૃદ્ધિનો દિવસ છે.

 તુલા(Libra):

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું. આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠા મળવાની સાથે તમે પારિવારિક જીવનમાં સુખસંતોષની ભાવનાનો અનુભવ કરશો. આવકમાં વૃદ્ધિ અને વેપારમાં લાભ મળશે.

 વૃશ્ચિક(Scorpio):

કોર્ટ-કચેરીની કાર્યવાહીમાં સંભાળીને રહેવું. શારીરિક સ્વાસ્થ્ય બગડવાની આશંકા છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ મહેસૂસ કરશો. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આમોદપ્રમોદ કે મનોરંજન પાછળ ધનખર્ચ થઈ શકે છે.

ધન(Sagittarius):

લાભ અને આવકમાં વૃદ્ધિનો દિવસ છે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી મન પ્રસન્ન રહેશે. માન-સન્માન તથા આવકમાં વૃદ્ધિ થશે. વેપારથી લાભ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય ન બગડે, તેનું ધ્યાન રાખવું. આવકની અપેક્ષાએ ખર્ચ વધુ થઈ શકે છે.

 મકર(Capricorn):

વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મળશે. અધિકારી વર્ગ તમને પ્રોત્સાહિત કરશે. પ્રમોશનનો યોગ છે. પરિવારમાં વાતાવરણ આનંદપૂર્ણ રહેશે. સામાજિક તથા આર્થિક ક્ષેત્રમાં લાભ થશે. મિત્રોથી પણ લાભ થવાની સંભાવના છે.

કુંભ(Aquarius):

સંતાનોના આરોગ્યના વિષયમાં ચિંતા થઈ શકે છે. ધાર્મિક સ્થળની યાત્રાનો સંકેત છે. મધ્યાહન બાદ વ્યવસાયિક સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે. ગૃહસ્થ જીવનમાં આનંદ છવાયેલો રહેશે.

મીન(Pisces):

ક્રોધ પર સંયમ રાખવો. સુખમય વિષયોમાં તમારી રુચિ રહેશે. ગહન ચિંતન તમારા મનને શાંતિ પ્રદાન કરશે. લેખનકાર્યમાં તમે સક્રિય રહી શકશો. વ્યાવસાયિક સ્થળ પર સંભાળીને ચાલવું. અધિકારી વર્ગ સાથે ચર્ચા કે વાદવિવાદ ટાળવાં.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!