10 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. ધન ખર્ચ થઈ શકે છે. મિત્રો સાથે ઓળખાણ થશે કે જે તમને ભવિષ્યમાં મદદરૂપ થશે.

વૃષભ(Taurus):

આજનો દિવસ શુભ ફળદાયી છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. પારિવારિક જીવનમાં સુખ અને સંતોષ પ્રાપ્ત થશે.

મિથુન(Gemini):

ઉચ્ચઅધિકારી અને સહકર્મીઓનો વ્યવહાર નકારાત્મક રહેશે. ધન ખર્ચ વધી શકે છે. સંતાનો સાથે મતભેદ અથવા તેમની ચિંતાથી મન પરેશાન રહેશે.

કર્ક(Cancer):

ક્રોધ પર આજે સંયમ રાખવો. વધુ ખર્ચ થઈ શકે છે. પરિવારજનો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. નવા કાર્યોનો પ્રારંભ આજે ન કરો. નવી ઓળખ ફાયદાકારક થશે.

સિંહ(Lio):

દાંપત્ય જીવનમાં તણાવ ન સર્જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. બિમારી વ્યક્તિની તબિયતમાં સુધારો થશે. કાર્યોમાં સફળતા અને સાથે યશ પણ મળશે.

કન્યા (Virgo):

વ્યાવસાયિક ક્ષેત્રમાં આજે યશ પ્રાપ્ત થવાની સંભાવના વધારે છે. સાથે કામ કરનારા સહકર્મીઓનો સહયોગ મળશે. પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

 તુલા(Libra):

પરિશ્રમની તુલનામાં પરિણામ સંતોષકારક નહીં મળે તેવી આશંકા છે. કાર્યમાં ધ્યાન રાખીને આગળ વધવું. ચર્ચા અને ખાસ વિષયમાં વાત-ચીતમાં ભાગ લેવાનું પસંદ આવશે.

 વૃશ્ચિક(Scorpio):

માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ધન અને કીર્તિને નુકસાન થઈ શકે છે. પારિવારિક વાતાવરણ તણાવપૂર્ણ રહેશે. મનમાં પ્રસન્નતાનો અભાવ રહેશે.

ધન(Sagittarius):

પ્રતિસ્પર્ધી આજે મુશ્કેલીમાં નાંખી શકે છે. શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય સારું રહેશે. નવા કાર્યોની શરૂઆત કરવા માટે સારો સમય છે.

મકર(Capricorn):

આજનો દિવસ મિશ્રિત ફળદાયી છે. પરિવારજનો સાથે મનભેદ થઈ શકે છે જેનાથી નિરાશા આવી શકે છે.

કુંભ(Aquarius):

આર્થિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ શુભ ફળદાયી છે. પરિવારનું વાતાવરણ આનંદથી ભરેલું રહેશે. મિત્રો અને પરિજનો સાથે આનંદપૂર્વક પસાર થશે. ધ્યાન, યોગ કરવાથી લાભ મળશે.

મીન(Pisces):

આજે તમામ કાર્યોમાં મનની એકાગ્રતાથી ફાયદો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્વજનો સાથે વિયોગના પ્રસંગ આવી શકે છે. લેવડ-દેવડમાં સમજી વિચારને નિર્ણય કરવા.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!