14 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ઘરમાં મિત્રો અને સગાંસંબંધીઓના આવાગમનથી આનંદનો માહોલ રહેશે. આકસ્મિક ઉપહારથી આનંદ મળશે. આજે આર્થિક લાભ મળવાની સંભાવના છે. પ્રવાસની તૈયારી રાખવી. ઉત્તમ ભોજન મળશે.

વૃષભ(Taurus):

કોઈ સાથે ગેરસમજ થઈ શકે છે. ખરાબ તબિયત તમારું મન ઉદાસ કરશે. પરિશ્રમનું યોગ્ય પરિણામ ન પ્રાપ્ત કરવાને કારણે નિરાશા અનુભવશો. દિવસ ખર્ચાળ સાબિત થશે.

મિથુન(Gemini):

સામાજિક, આર્થિક તથા પારિવારિક ક્ષેત્રમાં લાભ થવાના સંકેત ગણેશજી આપે છે. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ પણ થશે અને તેમની પાછળ ખર્ચ કરશો. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ કરશો.

કર્ક(Cancer):

નોકરી-વ્યવસાયમાં પદાધિકારીઓનું પ્રોત્સાહન ઉત્સાહ વધારશે. વેતનવૃદ્ધિ કે પદોન્નતિના સમાચાર મળી શકે છે. માનપ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાથી ખુશ રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી કાર્યોમાં અનુકૂળતા રહેશે.

સિંહ(Lio):

ઉચ્ચ પદાધિકારીઓથી આજે દૂર રહેવામાં ભલાઈ છે. કાર્યક્ષેત્રમાં તણાવ રહી શકે છે. ક્રોધને વશમાં રાખવો આવશ્યક છે. ધાર્મિક કાર્યો કે યાત્રા-પ્રવાસથી ભક્તિભાવ પ્રકટ થઈ શકે છે. માનસિક અશાંતિ દૂર રહેશે.

કન્યા (Virgo):

મનને સંયમમાં રાખવું, વિવાદની આશંકા છે. શત્રુ પરેશાન કરશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ અનુકૂળ નથી. જળક્ષેત્રની આસપાસ સજાગ રહેવું. વધુ પડતો ખર્ચ થશે. રહસ્યમયી વાતોમાં રુચિ રહેશે.

 તુલા(Libra):

મિત્રોને આમંત્રિત કરશો. વિજાતીય વ્યક્તિઓ કે પ્રેમિકા સાથે સામિપ્યનો આનંદ મળશે. નવા વસ્ત્રાલંકાર ખરીદવા કે પરિધાન બનાવવાની તક મળશે. જાહેરમાં માન-સન્માનના અધિકારી બનશો.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ કેટલીક આકસ્મિક ઘટનાઓ બનશે. હાથમાં આવેલી તક હાથમાંથી જતી પ્રતીત થશે. પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. આવકની અપેક્ષાએ વ્યયનું પ્રમાણ વધુ રહેશે.

ધન(Sagittarius):

પેટમાં તકલીફ થઈ શકે છે. કાર્યની અસફળતા તમને અંદરથી હતાશ કરશે. ગુસ્સાને વશમાં રાખવાની ગણેશજી સલાહ આપે છે. સાહિત્ય, લેખન તથા કળા પ્રત્યે ઊંડી રુચિ રાખશો. સ્નેહીજનો સાથે મુલાકાત રોમાંચક રહેશે.

 મકર(Capricorn):

અસ્વસ્થતાનો અનુભવ થશે. મનમાં ચિંતાની ભાવના રહેશે. પરિવારના સભ્યો સાથે મતભેદ કે તકરાર થવાથી મનમાં ખિન્નતા ઉત્પન્ન થશે. સ્ત્રીવર્ગથી કોઈ નુકસાન થઈ શકે છે. ધનખર્ચ અને અપયશથી બચવું.

કુંભ(Aquarius):

ઉત્સાહમાં વૃદ્ધિ થશે. વડીલો તથા મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો છો. પ્રિય વ્યક્તિઓ સાથે અને દામ્પત્ય જીવનમાં વધુ ઘનિષ્ઠતાનો અનુભવ કરશો. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્ઠા મળશે.

મીન(Pisces):

આર્થિક આયોજન કરવા માટે આજે શુભ દિવસ છે. નિર્ધારિત કાર્ય પૂરાં થશે. આવક વધશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સુરુચિપૂર્ણ ભોજન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!