18 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ગણેશજી કહે છે કે આજે તમારું મન ખુબ ચંચળ રહેશે, જેના કારણે નિર્ણય લેવામાં તમને મુશ્કેલી આવશે. વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. નવા કામ કરવાની પ્રેરણા મળશે.

વૃષભ(Taurus):

ભાઈ-બંધુઓ તરફથી પ્રેમ તથા સહયોગ મળશે. કલાકારો, કારીગરો અને લેખકોને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળશે. પ્રતિસ્પર્ધિયોને હરાવી શકશો. કાર્યની પ્રશંસા થશે. સામાજિક રીતે માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

મિથુન(Gemini):

આજનો દિવસ આર્થિક દ્રષ્ટિથી લાભદાયક રહેશે. શારીરિક અને માનસિક રીતે તમે તાજગી અને પ્રસન્નતાનો અનુભવ કરશો. સ્વાદિષ્ટ ભોજન અને સારા કપડા પહેરવા મળશે. ગિફ્ટ મળી શકે છે. આર્થિક લાભ થશે.

કર્ક(Cancer):

આજે તમે મનમાં ખિન્નતા અને ભયનો અનુભવ કરશો. પરિવારમાં મતભેદ થવાથી પારિવારિક વાતાવરણમાં તણાવ રહેશે. મનમાં દુવિધા રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે વધુ ખર્ચ થઈ શકે છે.

સિંહ(Lio):

આજે વેપારમાં લાભ અને આવકમાં વધારો થશે. ઉત્તમ ભોજન મળશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન બની શકે છે. સ્ત્રી મિત્ર આજે ખાસ સહાયક બનશે. શુભ પ્રસંગ આવી શકે છે. વૈવાહિક જીવન સારું રહેશે તથા જીવનસાથીનો સહયોગ મળશે.

કન્યા (Virgo):

આજનો દિવસ લાભદાયી રહેશે. ઉચ્ચ અધિકારીઓની કૃપા રહેશે, જેનાથી પ્રોમોશન મળી શકે છે. પિતા તરફથી લાભ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પારિવારિક વાતાવરણ ખુશ રહેશે.

તુલા(Libra):

આજે તમે નવા કામની શરૂઆતની કોશિશ કરશો. તીર્થ યાત્રા પર જવાની તક મળશે. વિદેશમાં રહેતા મિત્રો અને સગા-સંબંધીઓના સમાચાર પ્રાપ્ત થશે. આજે કોઈ ચર્ચા અથવા વાદ-વિવાદમાં ન પડવું.

વૃશ્ચિક(Scorpio):

સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. કફ, શ્વાસ તથા પેટની મુશ્કેલી થઈ શકે છે. આજે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ્ય રહી શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવો. પાણીથી દૂર રહેવું. આજે તમારે ખર્ચ વધુ થશે.

ધન(Sagittarius):

મિત્રો સાથે દિવસ સારી રીતે પસાર થશે. સ્વાદિષ્ટ ભોજન તથા નવા કપડા મળશે. વિપરીત લિંગ વ્યક્તિ તરફ આકર્ષણ રહેશે અને તેમની સાથે મુલાકાત રોમાંચક રહેશે. આજે તમારા વિચાર સ્થિર રહેશે નહીં. ભાગીદારીથી લાભ થશે.

મકર(Capricorn):

આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. યશ, કીર્તિ અને આનંદની પ્રાપ્તિ થશે. ધન લાભનો યોગ છે. નવા કાર્યનું આયોજન કરવા માટે આજે સારો સમય છે. આર્થિક લાભ સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

કુંભ(Aquarius):

વાણી પર સંયમ રાખો. પ્રવાસમાં મુશ્કેલી આવી શકે છે. મન અશાંત બની શકે છે. મધ્યાહન બાદ વિદેશથી સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓનું તમારી સાથેનો વ્યવહાર દુખદ રહેશે.

મીન(Pisces):

સંબંધીઓ તથા મિત્રો સાથે વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો. મુશ્કેલીઓ તથા વિરોધી પરિસ્થિતિઓને કારણે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. મહત્વના દસ્તાવેજમાં સાવધાની રાખો.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!