2 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

તમારો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનારો સાબિત થઈ શકે છે. તમે ગૂઠ અને રહસ્યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રુચિ લઈ શકો છો. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાનો યોગ છે. નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય નથી.

વૃષભ(Taurus):

આજે તમને દામ્પત્ય જીવનનો વિશેષ આનંદ મળશે. સ્નેહીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન કરવાની તક મળશે. આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થશે.

મિથુન(Gemini):

ગણેશજી કહે છે કે, કાર્ય સફળતા અને યશ તથા કીર્તિ પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ શુભ છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. આર્થિક લાભની સંભાવના છે. આજે ખર્ચ વધશે.

કર્ક(Cancer):

ગણેશજી આજના દિવસે શાંત રહેવાની સલાહ આપે છે. આજે આકસ્મિક ખર્ચ થઈ શકે છે. પરિવારમાં કલહ થઈ શકે છે. વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ તમારા માટે સંકટ ઊભું કરી શકે છે.

સિંહ(Lio):

માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. મનમાં નકારાત્મક વિચાર આવવાથી ઉદાસ થઈ શકો છો. જમીન, મકાન, વાહન વગેરે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે દિવસ સારો નથી. સ્ત્રીવર્ગ તથા પાણીથી સંભાળીને રહેવાની ગણેશજી સલાહ આપે છે.

કન્યા (Virgo):

ભાઈ-બહેનો સાથે સારી રીતે સમય વ્યતીત થશે અને તેમના દ્વારા લાભ પણ મળશે. હરીફોની ચાલ નિષ્ફળ રહેશે. ભાગ્યવૃદ્ધિનો યોગ હોવાથી કોઈ પણ કાર્યમાં અવિચારી પગલું હાનિકારક સાબિત થઈ શકે છે.

 તુલા(Libra):

માનસિક સ્થિતિ દ્વિધાપૂર્ણ રહી શકે છે. નવા કાર્યનો પ્રારંભ ન કરવો. વાણી પર સંયમ રાખવાથી પરિવારજનો સાથે વાદવિવાદ નહિ થાય. પોતાની જિદ્દ છોડીને તમારે સમાધાન લાવવું પડશે. આર્થિક લાભની સંભાવના છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ આમોદપ્રમોદમાં વ્યતીત થશે. શારીરિક તથા માનસિક પ્રસન્નતા રહેશે. પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઈ શુભ સમાચાર મળશે. મિત્રો તથા સ્નેહીજનો તરફથી ઉપહાર મળશે.

ધન(Sagittarius):

પરિવારના સભ્યો સાથે મનમોટાવ થઈ શકે છે. સ્વભાવમાં ક્રોધ અને આવેશ રહી શકે છે. સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. વાણી અને વ્યવહારમાં સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

 મકર(Capricorn):

આજનો દિવસ લાભદાયક રહેશે. કોઈ વસ્તુની ખરીદી માટે દિવસ શુભ છે. શેરસટ્ટાની પ્રવૃત્તિઓમાં ધનલાભની સંભાવના છે. સંબંધીઓ સાથે મુલાકાત આનંદિત રહેશે. સામાજિક ક્ષેત્રમાં નોકરી વ્યવસાયમાં લાભ મળશે.

કુંભ(Aquarius):

ઉચ્ચ પદાધિકારી અને વડીલ વર્ગની કૃપાદૃષ્ટિ રહેશે. તમારાં તમામ કામ સરળતાથી સંપન્ન થતાં જણાશે. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માન-સન્માન વધશે.

મીન(Pisces):

નોકરીમાં ઉચ્ચ પદાધિકારીઓ સાથે વાદવિવાદ થવાથી નારાજગીનો સામનો કરવો પડી શકે છે. હરીફો સામે પડશે. નકારાત્મક વિચારોને મન પર હાવી ન થવા દો. સરકારી કામમાં અવરોધ ઊભો થઈ શકે છે, પરંતુ બાદમાં બધું બરાબર થઈ શકે છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!