20 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

વધુ ભાવુક રહેશો. કોઈની વાતોથી તકલીફ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતિત રહેશો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. સ્ત્રીવર્ગથી સજાગ રહેવું, હાનિ પહોંચવાની આશંકા છે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ છે.

વૃષભ(Taurus):

ચિંતાના બોજમાંથી રાહત મળતાં સ્ફૂર્તિ અને ઉત્સાહનો અનુભવ કરશો. પરિવારજનો તરફ વિશેષ ધ્યાન આપશો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે. આર્થિક આયોજન પૂરાં થશે. મનપસંદ ભોજન મળશે. ભાગ્યવૃદ્ધિની તક પ્રાપ્ત થશે.

મિથુન(Gemini):

આજે તમારાં કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. નવા કાર્યોનો પ્રારંભ કરી શકશો. રોકાણ સંભાળીને કરવું.

કર્ક(Cancer):

શારીરિક-માનસિક સુખ મળશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. દામ્પત્યજીવનમાં જીવનસાથી પ્રત્યે વિશેષ આકર્ષણનો અનુભવ કરશો, જેનાથી મધુરતા રહેશે. પ્રવાસની સંભાવના અને આર્થિક લાભનો યોગ છે.

સિંહ(Lio):

ચિંતાના ભારથી સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે. વાદવિવાદથી કોઈની સાથે સંઘર્ષ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો. કોર્ટ-કચેરીના કાર્યમાં સાવધાનીપૂર્વક પગલાં ભરવાં. પરિવારજનો સાથે ખાનપાનનો પ્રસંગ બનશે. ખર્ચ પર અંકુશ રાખવો.

કન્યા (Virgo):

દિવસ આનંદદાયક રહેશે, ઉપહાર અને લાભથી ખુશી મળશે. ઉચ્ચ પદાધિકારીઓ ખુશ રહેવાથી પ્રમોશનની સંભાવનાઓ વધશે. સ્ત્રી મિત્ર લાભદાયક સાબિત થશે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં સ્થળો પર પર્યટન થશે. વૈવાહિક સુખનો ભરપૂર આનંદ મેળવી શકશો.

તુલા(Libra):

આજે તમારાં કાર્ય સરળતાપૂર્વક પૂરાં થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ઓફિસમાં ઉચ્ચ પદાધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આવકમાં વૃદ્ધિ થશે. ગૃહસ્થજીવનમાં આનંદપૂર્ણ રહેશો.

વૃશ્ચિક(Scorpio):

થાક, આળસ અને ચિંતાથી કાર્યનો ઉત્સાહ ઓછો થશે. સંતાન પ્રત્યે ચિંતિત થઈ શકો છો. કાર્યક્ષેત્રમાં અધિકારીવર્ગનો નકારાત્મક વ્યવહાર તમારી અંદર હતાશા પેદા કરી શકે છે. હરીફો અને વિરોધીઓની શક્તિ વધશે.

ધન(Sagittarius):

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યવસાય કે વેપારમાં તમે ઉત્સાહપૂર્ણ કાર્ય કરશો. પ્રમોશનની વાત થઈ શકે છે. સરકારી કાર્ય સરળતાપૂર્ણ સંપન્ન થશે. સામાજિક દૃષ્ટિકોણથી તમારું માન-સન્માન વધશે. વધુ પડતા ખર્ચ પર અંકુશ રાખવો.

મકર(Capricorn):

કાર્યભાર અને માનસિક તણાવથી રાહત મેળવી મિત્રો, સગાંસંબંધીઓ સાથે ખુશીથી આજનો દિવસ વ્યતીત કરશે. વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણનો અનુભવ કરશો. ઉત્તમ વૈવાહિક સુખ પ્રાપ્ત થશે. આર્થિક લાભ અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

કુંભ(Aquarius):

કાર્યભારમાં સફળતાની સાથે યશ પણ મળશે. પારિવારિક સભ્યો સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. નોકરી-વ્યવસાયના સ્થળે સહકર્મચારીઓ તમને સહાયક બનશે. ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે.

મીન(Pisces):

હૃદયની કોમળતા પ્રિયજનોને નિકટ લાવશે. સ્વભાવમાં ભાવુકતા અને કામુકતાની પ્રબળતા વધુ થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ મધ્યમ દિવસ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશો. માનસિક સંતુલન અને વાણી પર સંયમ રાખવો આવશ્યક છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!