22 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

શારીરિક અને માનસિક થાક અનુભવી શકો છો. શક્ય બને તો યાત્રા ટાળવી. તમારો વ્યવહાર કોઈને હાનિ ન પહોંચાડે, તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ છે. મનની શાંતિ માટે આધ્યાત્મ જ ઉત્તમ ઉપાય રહેશે.

વૃષભ(Taurus):

આજે દરેક કાર્ય આત્મવિશ્વાસ અને મનોબળથી પૂરાં કરશો અને તેમાં સફળતા પણ મળશે. પિતા તરફથી તમને કોઈ લાભ થશે. કલાકારો તથા ખેલાડીઓને તેમની પ્રતિભા બતાવવાનો ઉત્તમ સમય છે. સરકાર તરફથી લાભ થશે.

મિથુન(Gemini):

નવી યોજનાઓ શરૂ કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. વ્યવસાય કરનારાને સરકાર તરફથી લાભ મળશે અને નોકરિયાતોને ઉચ્ચ પદાધિકારીઓની કૃપાદૃષ્ટિ મળવાનો યોગ છે. હરીફો પર વિજય પ્રાપ્ત કરી શકશો.

કર્ક(Cancer):

આજે તમે શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરી શકો છો. મનમાં નકારાત્મક વિચાર આવવા ન દેવો. ગેરસમજને કારણે મનમોટાવ થઈ શકે છે. ધન વધુ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું. સારું ભોજન કરવાની તક મળશે.

સિંહ(Lio):

આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિને કારણે આજે તમે કોઈ પણ કાર્ય જલદીથી પૂરાં કરશો. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. પિતા તથા વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. મન આનંદિત રહેશે. આજે તમે ઘણા ભાવુક રહેશો. મહિલાઓ સાથે સંભાળીને વ્યવહાર કરવો.

કન્યા (Virgo):

પરિવારના સભ્યો સાથે મનમોટાવ ન થાય તેનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનખર્ચ થઈ શકે છે. નોકરિયાતોએ ઓફિસમાં સંભાળીને ચાલવું. નકારાત્મક વિચારોને મનમાં ન પ્રવેશવા દેશો.

તુલા(Libra):

તમારા માટે આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. વિવિધ ક્ષેત્રોમાં મળનારા લાભથી તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. તમારી આવકમાં વધારો થશે. મિત્રો પાછળ ખર્ચ પણ થશે અને તેનાથી લાભ પણ પ્રાપ્ત થશે. રુચિકર ભોજન પ્રાપ્ત થશે.

વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી છે. વ્યાવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન રહેશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન મળશે. ગૃહસ્થ જીવનમાં આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે.

ધન(Sagittarius):

આજે તમારું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહી શકે છે. શારીરિક રીતે આળસનો અનુભવ કરી શકો છો. મનમાં વ્યગ્રતા રહી શકે છે. વ્યાવસાયિક રીતે અવરોધો ઉપસ્થિત થઈ શકે છે. હરીફો અને વિરોધીઓ સાથે વાદવિવાદ ન કરવો.

મકર(Capricorn):

આજે તમારા માટે આકસ્મિક ધનખર્ચનો યોગ છે. નકારાત્મક ભાવનાઓને સકારાત્મકતાથી દૂર કરવી. વ્યાવસાયિક સ્થળ પર અનુકૂળતા રહેશે. ભાગીદારો સાથે મતભેદ ન થાય, તેનું ધ્યાન રાખવું. સરકારી ક્ષેત્રમાં યોગ્યતાનો લાભ લઈ શકશો.

કુંભ(Aquarius):

પ્રત્યેક કાર્ય મનોબળ અને આત્મવિશ્વાસથી કરશો. ભાગીદારોથી લાભ થશે. વાહનસુખ પ્રાપ્ત થશે. મિત્રો સાથે ફરવા જશો. પ્રબળ ધનલાભનો યોગ છે. વેપારમાં વૃદ્ધિ થશે.

મીન(Pisces):

આજનો દિવસ શુભ ફળદાયી છે. મનોબળ અને આત્મવિશ્વાસ વધુ રહેશે. શારીરિક રીતે તમે સ્વસ્થ રહેશો. પરિવારનું વાતાવરણ પણ શાંતિપ્રદ રહેશે. વાણી પર સંયમ રાખવો. વ્યાવસાયિક સ્થળે સાથે કામ કરતા લોકોનો વ્યવહાર આજે સારો રહેશે.                                                                              

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!