4 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ગણેશજી આજે તમને ગુસ્સા પર કાબૂ રાખવાનું કહે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહી શકે છે. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં તમે હાજરી આપશો. તીર્થ યાત્રા પર જવાનું થઈ શકે છે.

વૃષભ(Taurus):

વધુ પડતાં કામના બોજથી થાક અને માનસિક બેચેની રહી શકે છે. બની શકે તો આજે નવું કાર્ય શરૂ ન કરશો. ખાનપાન પર ધ્યાન રાખવું. ધન વધુ પ્રમાણમાં ખર્ચ થઈ શકે છે.

મિથુન(Gemini):

શારીરિક તથા માનસિક તાજગીનો અનુભવ થશે. કુટુંબીજનો તથા મિત્રો સાથે પ્રવાસ તથા પાર્ટીનું આયોજન થશે. મનોરંજન માટે તમામ સામગ્રી આજે તમને ઉપલબ્ધ થશે. સુંદર વસ્ત્ર, ઉત્તમ ભોજન અને વાહન સુખ પ્રાપ્ત થશે.

કર્ક(Cancer):

આજનો દિવસ તમને ખુશી અને સફળતા અપાવશે. પરિવારના સભ્યો સાથે ઘરમાં સુખ-શાંતિથી દિવસ વ્યતીત કરશો. નોકરિયાતોને લાભ થશે. હરીફોને પરાસ્ત કરી શકશો. કાર્યમાં યશ મળશે.

સિંહ(Lio):

લેખન, સાહિત્યના ક્ષેત્રમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળશે. પ્રણયમાં સફળતા અને પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાતથી મન પ્રફુલ્લિત રહેશે. શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.

કન્યા (Virgo):

આજનો દિવસ દરેક કાર્યમાં પ્રતિકૂળતાનો અનુભવ કરશો. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, ધ્યાન રાખવું. પરિવારના સભ્યો સાથે મતભેદ થવાથી અશાંતિ થઈ શકે છે, વાણી પર સંયમ રાખવો. સ્થાયી સંપત્તિ, વાહન વગેરેના દસ્તાવેજો પર હસ્તાક્ષર સંભાળીને કરવા.

 તુલા(Libra):

શુભ કે ધાર્મિક પ્રસંગો પર યાત્રા-પ્રવાસનું આયોજન કરશો. ભાઈબંધુઓ સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઘરેલુ પ્રશ્નોની ચર્ચા થશે. વ્યાવહારિક પ્રસંગે બહાર જશો. આજે નવાં કાર્યોનો આરંભ કરી શકો છો. ધનલાભનો યોગ છે. ભાગ્ય વૃદ્ધિ થશે.

 વૃશ્ચિક(Scorpio):

પરિવારના સભ્યો સાથે ગેરસમજથી બચવું. યોગથી મનમાં ઉત્પન્ન નકારાત્મક વિચારોને દૂર ભગાડશો. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને અવરોધ આવશે. બિનજરૂરી ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

ધન(Sagittarius):

આર્થિક લાભ પ્રાપ્ત કરી શકશો. કોઈ તીર્થયાત્રા પર જશો. સગાંસંબંધીઓ અને મિત્રોના આગમનથી ખુશ રહેશો. દામ્પત્યજીવનમાં નિકટતા અને મધુરતા રહેશે. માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લઈ શકશો.

 મકર(Capricorn):

પરિવારનું વાતાવરણ અશાંત રહેશે. સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ રહેશે. દુર્ઘટનાથી બચવું. વ્યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્તક્ષેપ વધશે. કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સંભાળીને પગલાં ભરવાં. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થઈ શકે છે.

કુંભ(Aquarius):

આજે તમે નવા કાર્યની શરૂઆત કે તેની યોજના બનાવી શકશો. નોકરી કે વ્યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. સ્ત્રીમિત્ર તમારી પ્રગતિમાં સહાયક બનશે. આર્થિક લાભની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર થશે.

મીન(Pisces):

નોકરી કે વ્યવસાયમાં સફળતા મળશે, અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. વેપારીઓના વેપારમાં વૃદ્ધિ થશે અને બાકી રકમ પ્રાપ્ત થશે. પિતા તથા વડીલો તરફથી લાભ મળશે. આવક વૃદ્ધિ થશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!