5 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ગણેશજી તમને ક્રોધ પર સંયમ રાખવાની સલાહ આપે છે. માનસિક બેચેનીને કારણે કોઈ કાર્યમાં તમારું મન નહિ લાગે. સ્વાસ્થ્ય પણ નરમ-ગરમ રહેશે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો.

વૃષભ(Taurus):

શારીરિક રીતે અસ્વસ્થ રહેશો તથા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં વિલંબ થવાથી તમે નિરાશ થઈ શકો છો. આજે કોઈ નવા કાર્યનો આરંભ ન કરવો. ખાનપાનમાં યોગ્ય-અયોગ્ય બાબતનું ધ્યાન રાખવું.

મિથુન(Gemini):

આજનો દિવસ આમોદપ્રમોદમાં પસાર થશે. શારીરિક અને માનસિક રીતે તમે ખુશીનો અનુભવ કરશો. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકશો અને નવાં વસ્ત્રોની ખરીદી પણ કરશો. વાહનસુખ મળશે.

કર્ક(Cancer):

વ્યવસાયમાં આજનો દિવસ લાભદાયી રહેશે. કાર્યાલયમાં સાથે કામ કરતા લોકોનો સહકાર મળશે. પરિવારજનો સાથે આજે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. માનસિક રીતે તમે સંપૂર્ણ સ્વસ્થ અનુભવ કરશો.

સિંહ(Lio):

રચનાત્મક કાર્યો માટે સારો દિવસ છે. સ્નેહીજનો અને મિત્રો સાથે મુલાકાત થશે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. ક્રોધ પર સંયમ રાખવો, માનસિક એકાગ્રતા રહેશે.

કન્યા (Virgo):

આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે. શારીરિક સ્ફૂર્તિનો આજે અભાવ રહી શકે છે અને માનસિક રીતે ચિંતા પણ રહેશે. જીવનસાથી સાથે તાલમેલ ખાસ નહિ રહે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે.

 તુલા(Libra):

આજનો દિવસ આનંદમાં પસાર કરશો. હરીફો સામે વિજય પ્રાપ્ત કરી શકશો. સ્વજનો સાથે આજે મુલાકાત થશે. માનસિક રીતે પ્રસન્નતા જળવાઈ રહેશે. ધાર્મિક પ્રવાસથી મન આનંદનો અનુભવ કરશે.

 વૃશ્ચિક(Scorpio):

આજે સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. વૈચારિક મૂંઝવણોને કારણે માનસિક તણાવ રહેશે. મધ્યાહન બાદ તમે શારીરિક અને માનસિક રીતે અનુકૂળતાનો અહેસાસ કરશો. અચાનક ધનપ્રાપ્તિનો યોગ છે.

ધન(Sagittarius):

આજે ધાર્મિક પ્રવાસ થઈ શકે છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ તથા પ્રસન્ન રહેશો. પરિવારમાં માંગલિક પ્રસંગ બનશે. સ્વજનો સાથે થયેલી મુલાકાતથી મન પ્રસન્ન રહેશે. સામાજિક રીતે તમારી માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

 મકર(Capricorn):

ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં રુચિ રહેશે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં ભાગ લેવો પડી શકે છે. વ્યવસાયમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડશે. મનમાં નિરાશાનો ભાવ રહી શકે છે.

કુંભ(Aquarius):

આજનો દિવસ લાભદાયી છે, ભાગ્ય ઘણું મહેરબાન રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારા માટે આજે લાભદાયી દિવસ છે. મિત્રો સાથે મુલાકાત થવાને કારણે મનમાં આનંદ છવાયેલો રહેશે. નવા કાર્યનો શુભારંભ તમારા માટે લાભદાયી રહેશે.

મીન(Pisces):

આજે તમારા માટે લાભદાયી દિવસ છે. તમારા કામથી અધિકારી તમારી પર પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં પ્રમોશનનો પણ યોગ છે. વેપારીઓને વ્યવસાયમાં લાભ થશે તથા તેમના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પણ થશે. પિતા તરફથી લાભ થશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!