8 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ગણેશજી કહે છે કે, આજે તમે પરિવારજનો સાથે મળીને ઘરેલુ બાબતો પર મહત્ત્વપૂર્ણ વિચારવિમર્શ કરશો. ઓફિસમાં ઉચ્ચ પદાધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે. માતા તથા સ્ત્રીવર્ગ તરફથી લાભ થવાની સંભાવના છે.

વૃષભ(Taurus):

વિદેશમાં રહેતા સ્વજન કે મિત્રના સમાચાર મળવાથી મન પ્રસન્નતાનો અનુભવ કરશે. લાંબા અંતરની મુસાફરી કરવાનું થશે. ઓફિસ કે વ્યાવસાયિક સ્થળ પર કાર્યભાર વધી શકે છે.

મિથુન(Gemini):

આજનો દિવસ થોડો પ્રતિકૂળ દેખાઈ રહ્યો છે, આથી તમારે દરેક રીતે સાવધાન રહેવું પડશે. આજે કોઈ નવા કાર્યનો પ્રારંભ ન કરવો. ક્રોધને કારણે કંઈક અનિષ્ટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કામવૃત્તિઓ પર સંયમ રાખવાની કોશિશ કરવી.

કર્ક(Cancer):

આજનો દિવસ આમોદપ્રમોદ તથા મનોરંજનની પ્રવૃત્તિઓમાં પસાર થશે. આમોદપ્રમોદનાં સાધન, વસ્ત્ર વગેરેની ખરીદી થશે. સંબંધોમાં સફળતા મળી શકે છે. ઉત્તમ ભોજન, વાહન-સુખનો યોગ છે તથા પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

સિંહ(Lio):

આજનો દિવસ મિશ્રિત ફળદાયી છે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. ઓફિસમાં સહ કર્મચારીઓનો સહકાર ઓછો મળશે. શત્રુઓ તથા હરીફોને કારણે પરેશાની થઈ શકે છે. આજે ઉદાસીનતાથી બચવું.

કન્યા (Virgo):

આકસ્મિક ખર્ચની સંભાવના છે. વાતચીતમાં તાર્કિક અને બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું. પ્રિયજનો સાથે મેળાપ થઈ શકે છે. શેરસટ્ટામાં સાવધાની રાખવી. મધ્યાહન બાદ શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ રહેશો.

 તુલા(Libra):

આજે તમે માનસિક રીતે થાકનો અનુભવ કરી શકો છો. પ્રવાસ માટે આજનો દિવસ પ્રતિકૂળ છે. ઊંઘ પૂરી ન થવાથી માનસિક સમસ્યા થઈ શકે છે.

 વૃશ્ચિક(Scorpio):

કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિનો યોગ છે. શારીરિક અને માનસિક રીતે તમે આનંદિત રહેશો. આજનો દિવસ તમારા માટે લકી સાબિત થશે. મિત્રો તથા સંબંધીઓનું ઘરે આગમન થવાથી આનંદ થશે.

ધન(Sagittarius):

આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પરિવારજનો સાથે ગેરસમજથી મનમોટાવ થઈ શકે છે. કાર્યોમાં મનોવાંછિત સફળતા ન મળવાથી હતાશા થશે. આજે કોઈ પણ મહત્ત્વપૂર્ણ વિષય પર નિર્ણય ન લેવો.

 મકર(Capricorn):

આજનો દિવસ ઇશ્વરના સ્મરણમાં પસાર થશે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. નોકરી-વ્યવસાયમાં અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે. આજે તમારું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. માન-સન્માન મળશે. નોકરીમાં પ્રમોશનનો યોગ છે.

કુંભ(Aquarius):

આજે ધનની લેવડદેવડ કે જમીન-મિલકતના સોદામાં કોઈ પણ જવાબદારી ન લેવી. ખર્ચ વધુ પ્રમાણમાં થઈ શકે છે, પરંતુ તમને ખુશી મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મૂડી રોકાણ કરતી વખતે સાવધાની રાખવી.

મીન(Pisces):

મિત્રો તરફથી આજે તમને લાભ થશે અને તેમની પાછળ ધન ખર્ચ પણ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં વધુ રુચિ રહેશે. કોઈ રમણીય સ્થળે પ્રવાસનું આયોજન કરી શકો છો.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!