9 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ગણેશજી કહે છે કે, આજનો દિવસ તમે સામાજિક કાર્યો અને મિત્રો સાથે પસાર કરશો. મિત્રો પાછળ ધનખર્ચ થઈ શકે છે. વડીલો તરફથી લાભ થશે અને તેમનો સહયોગ મળશે. આકસ્મિક ધનલાભ અને માનસિક પ્રસન્નતા વધશે. દૂર રહેતાં સંતાનોના શુભ સમાચાર મળશે. પ્રવાસ, પર્યટનનું સફળતાપૂર્વક આયોજન કરી શકશો.

વૃષભ(Taurus):

નોકરીમાં પ્રમોશનના સમાચાર મળશે. ઉચ્ચ પદાધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. સરકારી નિર્ણય તમારા પક્ષમાં આવવાથી આનંદિત થશો. ગૃહસ્થજીવનમાં સુખ-શાંતિ રહેશે. નવાં કાર્યોનાં આયોજન હાથમાં લેશો. અધૂરાં કાર્ય પૂરાં કરી શકશો. દામ્પત્ય જીવનમાં મધુરતા રહેશે. ધન અને માન-સન્માનની પ્રાપ્તિ થશે.

મિથુન(Gemini):

આજે તમારે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે, જેંને કારણે કોઈ પણ કાર્ય કરવાનો ઉત્સાહ મંદ રહેશે. સંતાનના સંબંધમાં સમસ્યા આવી શકે છે. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ઊતરવું ઠીક નહિ રહે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કર્ક(Cancer):

આજના દિવસે તમારી પર નકારાત્મક વ્યવહાર હાવી થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ રહી શકે છે, પરંતુ બાદમાં બધું બરાબર થઈ જશે. અનૈતિક વિચારો પર નિયંત્રણ રાખવું અને સમજીવિચારીને બોલવું. કુટુંબીજનો સાથે ઝઘડો-વિવાદ થવાની આશંકા છે.

સિંહ(Lio):

આજનો દિવસ તમે મનોરંજન કે હરવાફરવામાં સમય વ્યતીત કરશો. સાંસારિક બાબતોમાં તમારો વ્યવહાર ઉદાસીન રહી શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા છે. વિજાતીય વ્યક્તિઓ સાથે મુલાકાત આનંદદાયક રહેશે. વેપારીઓ સાથે ભાગીદારીમાં ધૈર્યથી કામ લેવું. જાહેર જીવન તથા સામાજિક જીવનમાં સફળતા મળશે.

કન્યા (Virgo):

પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેવાથી તમારું મન પણ પ્રસન્ન રહેશે, સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. બીમાર વ્યક્તિની તબિયતમાં સુધારો થવાથી રાહતનો અનુભવ થશે. કાર્યમાં સફળતા અને યશ મળશે. ઓફિસમાં સહકર્મચારીઓ સહાયક રહેશે અને વેપાર-ધંધામાં હરીફો અને વિરોધીઓથી નુકસાન થવાની આશંકા છે. મોસાળ પક્ષ તરફથી શુભ સમાચાર મળશે.

 તુલા(Libra):

આજે તમે તમારી કલ્પનાશક્તિ અને સૃજનશક્તિને સારી રીતે કામમાં લઈ શકો છો. બૌદ્ધિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું તમને ગમશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. તેમની પ્રગતિ થશે. સ્ત્રીમિત્રો મદદરૂપ થશે. વધુ પડતા વિચારોથી મન વિચલિત થઈ શકે છે, ખુશ રહેવું. સામાન્ય રીતે શારીરિક માનસિક તાજગી સાથે આજે તમામ કાર્ય કરશો.

 વૃશ્ચિક(Scorpio):

માતાના સ્વાસ્થ્ય વિશે ચિંતા થઈ શકે છે, ગભરાશો નહિ, બધું બરાબર થઈ જશે. પરિવારના સભ્યો સાથે મતભેદની આશંકા છે. સ્થાયી સંપત્તિ તથા વાહન વગેરેના દસ્તાવેજો બનાવવામાં સાવધાની રાખવાની જરૂર છે. સ્ત્રીવર્ગથી નુકસાન થવાની આશંકા છે. લાંબા અંતરની યાત્રા કરી શકો છો.

ધન(Sagittarius):

આજે તમારા પર ગૂઢ રહસ્યવાદ અને આધ્યાત્મિકતાનો રંગ ચઢશે. નવા કાર્ય કરવા માટે પ્રેરિત થશો. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું મન પ્રસન્ન રહેશે. લઘુ પ્રવાસની સંભાવના છે. મિત્રો અને સગાંસંબંધીઓ સાથેની મુલાકાત સુખદ રહેશે. ભાગ્ય તમારી સાથે રહેશે. વેપાર-ધંધામાં પ્રગતિ થશે.

 મકર(Capricorn):

ન બોલવામાં નવ ગુણ. આ કહેવતની યથાર્થતાને સમજી તમે જો વાણી પર સંયમ રાખશો તો પરેશાનીથી બચી શકશો. પરિવારના સભ્યો સાથે મનમોટાવ ન થાય તે માટે આ સમજવું જરૂરી છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પરિશ્રમ કરવો પડશે. નકારાત્મક વિચારો પર કાબૂ રાખવાની ગણેશજી સલાહ આપે છે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. જમણી આંખમાં તકલીફ થઈ શકે છે.

કુંભ(Aquarius):

શારીરિક, માનસિક અને આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો સાબિત થશે. પરિવારજનો સાથે સુરુચિપૂર્ણ ભોજનનો લુત્ફ ઉઠાવશો. મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન કરશો. બીજી તરફ આજે તમારી ચિંતનશક્તિ અને આધ્યાત્મિક શક્તિ સારી રહેશે. દામ્પત્ય જીવનની મધુરતાનો આનંદ ઉઠાવી શકશો. ઉપહાર અને ધનની પ્રાપ્તિ થશે.

મીન(Pisces):

થોડા સમયમાં લાભ લેવાની લાલચ છોડવી અને મૂડી રોકાણમાં ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. આજે તમારા મનની એકાગ્રતામાં ઘટાડો થશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, ધ્યાન રાખવું. સંતાનની સમસ્યા મૂંઝવણમાં મૂકી શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે. પૈસાની લેવડદેવડ માટે સમય અનુકૂળ નથી.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!