ગઈ રાતથી શરૂ થયો છે અગ્નિ પંચક, અહી ક્લિક કરી વાંચો આ વાતો અને રાખો ધ્યાન

શરૂ થઈ ગયો પંચક કાળ

પંચાગ અનુસાર પંચક કાળ 8 મે, 2018ના રોજ રાતે 9.00 વાગ્યાથી શરૂ થયો છે, જે 13 મે 2018ના રોજ બપોરે 1.32 વાગ્યા સુધી રહેશે. શાસ્ત્રોમાં પંચકમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની સખત મનાઈ છે. આવું એટલા માટે, કારણ કે આ કાળમાં તમે કોઈ નવું કાર્ય શરૂ કરો તો તેનું ફળ પ્રાપ્ત થતું નથી.

આ છે અગ્નિ પંચક

આ વખતે પંચક મંગળવારે શરૂ થવાને કારણે તેને ‘અગ્નિ પંચક’ કહેવાય છે. આ પાંચ દિવસોમાં અગ્નિથી ભય રહે છે, જેને કારણે આ પંચકને શુભ કહેવાતું નથી. આ દરમિયાન ઓજારોની ખરીદી, નિર્માણ કે મશીનરી કામ કરવામાં આવતું નથી. આ દરમિયાન કોર્ટ-કચેરી સંબંધિત બાબતો અને અધિકારો પ્રાપ્ત કરવા જેવી બાબતોની પહેલ કરી શકાય છે, કારણ કે તેમાં સફળતા મળવાની સંભાવના છે.

શું છે પંચક?

27 નક્ષત્રોમાં અંતિમ પાંચ નક્ષત્ર- ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રોને પંચક કહેવાય છે. ‘મુહૂર્ત ચિંતામણિ’માં ઉલ્લેખ છે કે, આ નક્ષત્રોની યુતિમાં કોઈનું પણ મૃત્યુ થાય તો તેના પરિવારના અન્ય સભ્યોને મૃત્યુ કે મૃત્યુ જેવી પીડાનો ભય રહે છે. આથી પંચકમાં અગ્નિદાહ કરતી વખતે ઘણી સાવધાનીઓનું પાલન કરવાનું રહે છે. શાસ્ત્રોમાં પંચકના સમયે દક્ષિણ દિક્ષાનો પ્રવાસ કરવાનું અને લાકડાની સામગ્રી ખરીદવી વર્જિત મનાયું છે.

આ પાંચ દિવસે જરૂરી કામ ટાળવાં

પાંચ દિવસોનો આ સમય, વર્ષમાં ઘણી વાર આવે છે. આથી સામાન્ય લોકોએ એ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે, કોઈ પણ જરૂરી કાર્ય આ પાંચ દિવસોમાં પૂરાં ન કરવાં. તે માટે તમે કોઈ નિષ્ણાતની સલાહ લઈ શકો છો.

પંચકમાં જો મૃત્યુ થાય તો…

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઘનિષ્ટાથી રેવતી સુધી આ પાંચ નક્ષત્રોની યુતિ એટલે કે ગઠબંધન અશુભ હોય છે. પંચકમાં જો કોઈનું મૃત્યુ થાય અને તેના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવામાં ન આવે તો પંચક દોષ રહી જાય છે. ગરુડ પુરાણ અનુસાર, પંચક દરમિયાન મૃતદેહનો અંતિમ સંસ્કાર કરતી વખતે યોગ્ય જાણકારને પૂછીને લોટનાં પાંચ પૂતળાંને અરથી પર મૂકીને સંપૂર્ણ વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવાથી પંચક દોષમાંથી મુક્તિ મળે છે.

રોગ પંચક

જો પંચકનો પ્રારંભ રવિવારે થઈ રહ્યો હોત તો તેને રોગ પંચક કહેવાય છે. તેના પ્રભાવમાં જઈને વ્યક્તિ શારીરિક અને માનસિક પરેશાનીઓનો સામનો કરે છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવાં ન જોઈએ.

રાજ પંચક

સોમવારથી શરૂ થઈ રહેલો પંચક રાજ પંચક હોય છે, આ પંચક ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દરમિયાન સરકારી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે અને વિના કોઈ અવરોધ સંપત્તિ સાથે સંકળાયેલા પ્રશ્નોનો ઉકેલ આવે છે.

અગ્નિ પંચક

પંચક મંગળવારથી શરૂ થવાને કારણે તેને અગ્નિ પંચક કહેવામાં આવે છે. આ પાંચ દિવસોમાં અગ્નિનો ભય રહે છે. મંગળવારથી શરૂ થઈ રહેલા પંચક દરમિયાન આગ લાગવાનો ભય રહે છે, જેને કારણે આ પંચકને શુભ ન કહી શકાય.

ચોર પંચક

જ્યોતિષશાસ્ત્રીઓના અનુસાર, શુક્રવારથી શરૂ થઈ રહેલા પંચક, જેને ચોર પંચક કહે છે, આ દરમિયાન યાત્રા ન કરવી જોઈએ. આ સિવાય ધન સંબંધિત કોઈ કાર્ય ન કરવાં. એવી માન્યતા છે કે, આ દરમિયાન ધનહાનિ થવાની સંભાવના પ્રબળ રહે છે.

મૃત્યુ પંચક

શનિવારથી શરૂ થઈ રહેલું પંચક સૌથી વધુ ઘાતક હોય છે, કારણ કે તેને મૃત્યુ પંચક કહે છે. જો આ દિવસે કોઈ કાર્યની શરૂઆત કરવામાં આવે તો વ્યક્તિને મૃત્યુ જેવી પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે. શનિવારે શરૂ થતા પંચક દરમિયાન કોઈ પણ જોખમભર્યું કાર્ય ન કરવું જોઈએ. વ્યક્તિને ઇજા થઈ શકે છે, દુર્ઘટના બની શકે છે, જેમાં મૃત્યુની આશંકા રહે છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!