આજથી 6 મહિના માટે મંગળનું મકરમાં ગોચર, ક્લિક કરો અને વાંચો શું થશે તમારી રાશિ પર અસર

2 મહિના માટે વક્રી ભ્રમણ પણ કરશે મંગળ

આજથી મંગળ ગ્રહ સતત છ મહિના માટે રાશિ પરિવર્તન કરી રહ્યો છે. તા.2 મેના રોજ ધન રાશિ છોડીને મંગળ મકર રાશિમાં ભ્રમણ શરૂ કરશે. જ્યોતિષશાસ્ત્રના જાણકારોના મતે મંગળનું આ ભ્રમણ દરેક રાશિ પર અલગ અલગ અસર પાડશે. જ્યારે ભારત અને રાજ્ય માટે પ્રગતિકારક બનશે અને કેટલાંક સકારાત્મક પરિવર્તન પણ લાવશે.

દેશ અને રાજ્ય માટે ફાયદાકારક

આજે વિક્રમ સંવત, 2074માં વૈશાખ વદ બીજના દિવસે, તા.2 મેના રોજ મંગળનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. સામાન્ય રીતે આ ગ્રહ એક રાશિમાં દોઢ મહિના માટે રહેતો હોય છે, પરંતુ આ વખતે વક્રી-માર્ગની સ્થિતને કારણે સતત છ મહિના સુધી એક રાશિમાં એટલે કે મકર રાશિમાં રહેશે. એકંદરે ગોચર સ્થિતિનું અવલોકન કરતાં મંગળનું મકરનું ભ્રમણ કેટલાક ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન પણ આવી શકે છે. દેશ સૈન્ય અને ખેલકૂદ બાબતે વિશિષ્ટ પ્રગતિ કરશે.

દોઢ મહિનાની જગ્યાએ 6 મહિના માટે રહેશે મકરમાં

તારીખ 2 મે, 2018થી મંગળનું મકર ભ્રમણ શરૂ થશે. ત્યારબાદ મંગળ તા.26મી જૂનના રોજ વક્રી બને છે અને તા.27મી ઓગસ્ટના રોજ માર્ગી ભ્રમણ શરૂ કરશે. જ્યારે કુંભ રાશિમાં તેનો પ્રવેશ તા.6 નવેમ્બરના રોજ થશે એટલે કે 6 મહિના પૂર્ણ રીતે મકર રાશિમાં મંગળ રહેશે. સાથે જ અન્ય ગ્રહો પણ વક્રી બની રહ્યાં છે. જાણો તમારી રાશિ પર તેની અસર…

મેષ

સૂર્ય પ્રબળ બનતાં 10માં સ્થાને મંગળ કુટુંબ પરિવારમાં ઉન્નતિ થાય, સર્વાંગી પ્રગતિ થાય..

વૃષભ

9માં સ્થાને મંગળ સાહસિક કાર્યો કરાવે અને માતા તરફથી સુખની પ્રાપ્તિ થાય..

મિથુન

8માં સ્થાને મંગળ આર્થિક સંપત્તિમાં વૃદ્ધિ થાય, મિલકત સંબંધી કાર્યો સફળ બને..

કર્ક

સાતમે રહેલો મંગળ પત્નીનો સહકાર મળે, લગ્નજીવન સુખમય રહે, વેપારમાં ભાગીદારીના કાર્યો સફળતા..

સિંહ

છઠ્ઠે રહેલો મંગળ રોગમાંથી મુક્તિ અપાવે, કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સફળતા મળે..

કન્યા

પાંચમે રહેલો મંગળ સંતાન સંબંધી પ્રશ્નો હલ કરે, વિદ્યાકીય પ્રગતિ અપાવે..

તુલા

ચોથે રહેલો મંગળ આરોગ્યની સુખાકારી અપાવે અને ઉચ્ચ અભ્યાસમાં સફળતા મળે..

વૃશ્ચિક

ત્રીજે રહેલો મંગળ સાહસિક કાર્યો કરે, મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે..

ધન

બીજે રહેલો મંગળ ન્યાય અને પ્રામાણિકતાપૂર્વક ધન-સંપત્તિ અપાવે..

મકર

પ્રથમ સ્થાનનો મંગળ આરોગ્ય લાભ અને પત્ની-માતા સંબંધી સુખ અપાવે..

કુંભ

બારમે રહેલો મંગળ નવા કાર્યોનો પ્રારંભ કરાવે, એકંદરે સમય લાભદાયી રહે..

મીન

11મા સ્થાને રહેલો ધન સંબંધી કાર્યોમાં સફળતા અપાવે, વિદ્યાકીય પ્રગતિ મળે..

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!