આ છે ભારતની ટોપ-7 ખૂબસૂરત ફિમેલ સિંગર, નંબર 4 વિશે કદાચ તમે પણ નહિ જાણતા હોવ

ભારતમાં બોલીવુડની ફિલ્મો ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ છે. આ દુનિયામાં લગભગ દરેક વ્યક્તિ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ફિલ્મોમાં રસ ન હોય. ફિલ્મ સુપરહીટ બનવાનો મોટાભાગનો શ્રેય ફિલ્મના સ્ટાર કાસ્ટ અને ગાયકોને ફાળે જાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, એક્ટિંગ તો હીરો હિરોઇન કરે છે તો ફિલ્મમાં સિંગર્સની ભૂમિકા મહત્વની કઈ રીતે હોઈ શકે? હકીકતમાં, મિત્રો કોઈ પણ ફિલ્મ ત્યાં સુધી અધૂરી ગણાય છે કે જ્યાં સુધી તેમાં મધુર અને હૃદયને સ્પર્શી જાય એવા ગીત ન હોય. આ કિસ્સામાં ગીત પાછળ રહેલ અવાજ સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે કોઈ ગાયક સારૂ અને મધુર ગીત ગાય ત્યારે જ તે ફિલ્મને લોકો પસંદ કરે છે.

આજની નવી પેઢી ગીત-સંગીત પાછળ પાગલ બની ગઈ છે. આજકાલ જેને જુઓ તે ધીમે-ધીમે કોઈને કોઈ ગીત તો ગણગણતા જ હોય. એવામાં આજે અમે તમને બૉલીવુડની ટોપ-7 સુંદર સિંગર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો અવાજ કોયલ જેવો મીઠો છે. તો ચાલો જાણીએ કંઈક નવું…કંઈક ખૂબસૂરત…!!

શ્રેયા ઘોષાલ :


શ્રેયા ઘોષાલને ભારતની લિડીંગ યુથ સિંગર માનવામાં આવે છે. તેણીનો અવાજ કોયલ કરતાંયે વધુ મધુર છે. લગભગ આખો ભારત દેશ શ્રેયાની ગાયકીનો ફૈન છે. તેણીએ પોતાના ફિલ્મી કરિયરમાં સેંકડો ગીત ગાયા અને ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે. શ્રેયાને સૌપ્રથમ ફિલ્મમાં કામ કરવાની તક ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ આપી હતી. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે શ્રેયા આજ સુધી 4 નેશનલ એવોર્ડ, 6 ફિલ્મ ફેર એવોર્ડ અને 9 સાઉથ ફિલ્મ ફેર એવોર્ડ જીતી ચુકી છે. તેણીએ શાહરૂખ અને એશ્વર્યા રાયની ફિલ્મ ”દેવદાસ”માં ગીત ગાઈને નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યો હતો.

નેહા કક્કડ :


નેહાની ગીત ગાવાની શરૂઆત ખૂબ જ સંઘર્ષ ભરી રહી. એક સમય એવો હતો કે નેહા પાસે રીક્ષા ભાડાનાં પૈસા પણ નહોતા. પણ, ધીરે ધીરે પોતાની મહેનત અને લગનથી તેણીએ બધાના દિલ જીતી લીધા અને એક ટોપ સિંગર બની ગઈ. નેહાએ પોતાની મ્યુઝીક કારકીર્દીની શરૂઆત સીંગિંગ રિયાલિટી શો ”ઇન્ડિયન આઈડલ સીઝન-6” થી કરી હતી. ત્યારબાદ તેણીએ વર્ષ 2008માં પોતાનો પહેલો આલ્બમ રિલીઝ કર્યો. નેહાએ ‘યારીયા’ ફિલ્મમાં ”સન્ની-સન્ની” ગીત અને ‘ક્વિન’ ફિલ્મમાં ”લંડન ઠુમકદા” ગીત દ્વારા બોલીવુડમાં ધમાલ મચાવી દીધી હતી.

નેહા બશીન:


નેહા એકમાત્ર એવી બોલીવુડ સિંગર છે કે જેને એની ગાઈકી કરતા બોલ્ડ લુકને લીધે વધુ ઓળખવામાં આવે છે. નેહાએ પંજાબી, હિન્દી, તેલગુ, તમિળ વગેરે જેવી ઘણી ભાષાઓમાં ગીત ગાયા છે. તેણીનું ‘જગ ઘુમિયા’ સોંગ આજે પણ બધાની જુબાન પર છે.

નીતિ મોહન:


નીતિ મોહનનું નામ કદાચ તમે પહેલીવાર સાંભળ્યું હશે. નીતિ મોહને પોતાના સીંગીંગ કરિયરની શરૂઆત V ચેનલમાં એક પૉપ સીંગિંગ રિયાલિટી પ્રોગ્રામથી કરી હતી. આ પ્રોગ્રામમાં તે વિજેતા રહી ચુકી છે. ત્યારબાદ તેણીએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માં ઈશ્ક વાલા લવ ગીત ગાયું, જે લગભગ બધાને પસંદ છે.

સુનિધિ ચૌહાણ:


માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ સુનિધિએ ગીત ગાવાની શરૂઆત કરી દીધી હતી. તેણીનું પહેલું ફિલ્મ ”શાસ્ત્ર” હતું. વર્ષ 1999માં સુનિધિનું ”રૂકી રૂકી સી જીંદગી” સોંગ ખૂબ જ હિટ થયેલું.

કનિકા કપૂર:


કનિકાનું નામ આવતા જ આપણા બધાના મગજમાં ”બેબી ડોલ મેં સોને દી” ફેમસ સોંગ ચાલવા માંડે. દેખાવમાં કનિકા કપૂર સની લિયોન કરતા પણ વધુ હોટ છે. તેણીનાં લગ્ન 1997માં બિઝનેસમેન રાજ ચંડોક સાથે થયા.

મોનાલી ઠાકુર:


મોનાલી ઠાકુર ખૂબ જ દેખાવડી અને ક્યુટ છે. તેણીનું ”યે મોહ મોહ કે ધાગે” ગીત સૌથી સુપરહિટ રહ્યું. તેણી બંગાળી પરિવારથી બિલોન્ગ કરે છે એટલે નાનપણથી જ તેને ગીત-સંગીતનો શોખ હતો. આ સિવાય તેણી ‘રાઈજિંગ સ્ટાર’ નામના મ્યુઝિકલ પ્રોગ્રામમાં સૌથી લોકપ્રિય અને સફળ જજ પણ રહી ચુકી છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!