સોશિયલ મીડિયા પર ફોટો થયો વાઈરલ – છોકરો આવી રીતે બન્યો દુનિયાનો સૌથી સારો બોયફ્રેન્ડ

બેશક,દરેક યુવતી ઇચ્છતી હોય છે કે તેને મળનારો પ્રેમી કે બોયફ્રેન્ડ એવો હોય કે જે માત્ર સબંધિક નિભાવટ કરનારથી વધારે સમજદાર હોય છે.જે તેની પ્રત્યેક જરૂરતને સમજે અને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે.પોતે કંઇક ખાસ છે એવો તેને અહેસાસ કરાવે.એની લાગણીઓને સમજે અને તે પ્રમાણે તેની સાથે વર્તન કરે.પ્રેમ એટલે આનું નામ!

પણ કલ્પનાના ઘોડા હક્કીકતની ગમાણે થોડાં જ બંધાય છે!એવું તો મળે પણ કે ન પણ મળે.કોઇ ભરોસો નહી,કોઇ ગેરેન્ટી નહી.જરૂરત હોય ત્યાં સુધી “આપણા” સબંધો રહે અને પછી “તારા-મારા”થઇ જાય!

હાલ,સોશિયલ મિડિયામાં એક ફોટો ધૂમથી વાઇરલ થઇ રહ્યો.જેમાં એક યુવતી અને યુવકને દર્શાવવામાં આવ્યાં છે.ફોટોમાં એવી ખુબી છે કે,જોનાર દરેક યુવતી એમ કહે કે કાશ એનો બોયફ્રેન્ડ પણ આવો હોય તો કેટલું સારું!આવો જાણીએ શું છે એ ફોટોમાં :

યુવતીના સેન્ડલે યુવકને બનાવ્યો હિરો –

તસ્વીરમાં યુવક પોતાની ગર્લફ્રેન્ડના સેન્ડલ પહેરીને ઉભો છે.તમને કદાચ થશે કે એમાં શું થયું?એમાં કોઇ ખાસિયત છે જ નહી.પણ આખી વાત સમજશો તો ખબર પડશે કે શું છે આખી વાત.અને શા માટે યુવક બન્યો છે અનેક લોકોના દિલમાં વસનાર.

તસ્વીર અને વાત ચીનના ચિંગકોંગ શહેરની જિનક્યાઓ હોસ્પિટલની છે.યુવક ત્યાં યુવતીને મેડીકલ ચેકઅપ માટે લઇ આવ્યો હતો.બનેલ એમ કે,યુવતીને હાઇ હિલના સેન્ડલ પહેરવાથી પગમાં દુ:ખાવો થતો હતો.

આથી યુવકે તેની પીડા સમજીને પોતાના સેંડલ એને આફી દીધાં અને એની ઉંચી એડીવાળા સેન્ડલ પોતાના પગમાં પહેરી લીધાં…!

આ વાત આ પ્રેમી યુગલ માટે તો સામાન્ય જ હતી.પણ ત્યાં બેઠેલા બીજા જોડકાંઓ માટે જરાર નહી!

યુવકને પોતાની ગર્લફ્રેન્ડ માટે આવું કરતો જોઇને ત્યાં બેઠેલ એક યુવતી ઘણી જ પ્રભાવિત થઇ.કેવો પ્રેમ!એ ભાવુક થઇ ગઇ.એણે પોતાના બોયફ્રેન્ડને પણ પેલાં યુવકની જેમ પોતાના સેન્ડલ પહેરી લેવા અને તેના સેન્ડલ પોતાને આપી દેવા કહ્યું.

પણ બિચારી યુવતી!એના બોયફ્રેન્ડે તરત જ નનૈયો ભણી દીધો.કહી દીધું કે એ આપણા કામ નહી!પછી એ છોકરીએ પેલા કપલનો ફોટો ક્લિક કર્યો અને પોતાના બોયફ્રેન્ડ દેખાડવા માટે મોકલ્યો કે આ જો!કેવો પ્રેમ છે આ બંને વચ્ચે.

જોતજોતામાં તો એ ફોટો સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ ગયો.લોકો ધડાધડ શેર કરવા લાગ્યા.ઘણી વાહવાહી મળી!ઘણી વેબસાઇટે ફોટો અપલોડ કર્યો.એના સબંધિત આખી વાત પણ અપલોડ કરવામાં આવી.

આ વાઇરલ થયેલા ફોટોને જોઇને ઘણી છોકરીઓ આવા બોયફ્રેન્ડને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બોયફ્રેન્ડ માનવા લાગી છે!

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!