આ મુસ્લિમ છોકરાની બાઈક પર લખ્યું છે કંઈક એવું કે વાંચીને દંગ રહી જશો. નંબર પ્લેટ ઝૂમ કરીને જુઓ

આજના જમાનામાં જ્યારે યુવાનો એક તરફ પોતાની બાઈક પર ચિત્ર-વિચિત્ર સ્ટીકર્સ, લખાણ અને નંબર લખાવતા હોય છે, ત્યાં જ આજકાલ એક અજીબ નંબર પ્લેટ લાગેલ બાઈક ચર્ચાનો વિષય બની ગઈ છે. લગભગ તમે જોયું જ હશે કે આજકાલનાં છોકરાં પોતાની બાઇકમાં અવનવા સ્ટીકર્સ, ચિત્ર અને શાયરી લખાવીને મોજ-શોખ કરતા હોય છે એવામાં એક મુસ્લિમ છોકરાએ કંઈક નવું દ્રષ્ટાંત પ્રસ્તુત કર્યું છે. હકીકતમાં યુવાનોમાં આવેલ આ ફેરફાર પ્રધાનમંત્રી મોદીજીને આભારી છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલીક એવી યોજનાઓ શરૂ કરી છે કે જેની વ્યાપક અસર દેશના યુવાનો પર થઈ છે. આજે અમે તમને એક એવી જ વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેને વાંચીને તમને પણ આશ્ચર્ય થશે.

હકીકતમાં, એક મુસ્લિમ છોકરાએ મોદી સરકારની સ્વચ્છ ભારત યોજનાથી પ્રભાવિત થઈને પોતાની બાઈક પર એવું કંઇક લખાવ્યું છે કે જે આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ મુસ્લિમ છોકરાએ કંઈક એવું કર્યું છે કે જે વાંચીને તમે પણ વિશ્વાસ નહીં કરી શકો. આ મુસ્લિમ છોકરો મેરઠમાં ઝૂંપડપટ્ટી વિસ્તારનો રહેવાસી છે. પ્રાપ્ત વિગત મુજબ આ છોકરો બાઈકનો ઘણો શોખીન છે. એની પાસે એક એવી બાઈક છે કે જે વગર પેટ્રોલે ચાલે છે.

તમને જણાવી દઈએ કે વગર પેટ્રોલે ચાલતી આ બાઈકની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવાને પોતાની બાઈકનું નામ ‘મોદી’ રાખ્યું છે. જે આ બાઈકની સૌથી મોટી ખાસિયત છે. આ બાઈકની બીજી સૌથી મોટી ખાસિયત એની નંબર પ્લેટ છે. તમે ઉપરોક્ત ફોટો ઝુમ કરીને જોશો તો ખ્યાલ આવશે કે નંબર પ્લેટમાં શું લખ્યું છે. વાસ્તવમાં, બાઈકની નંબર પ્લેટ પર લખ્યું છે : ”સ્વચ્છ ભારત પ્રદૂષણ મુક્ત ભારત”. બાઈકની સૌથી મોટી ખાસિયત એના પર લખેલા છોકરાના વિચારો છે. તેથી જ આજકાલ આ છોકરો ફેમસ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે આ બાઈક પણ તેણે જાતે બનાવ્યું છે. જી હાં, આ બાઈક બનાવનાર છોકરાનું નામ છે વકાર અહેમદ. વકાર ઓટોમોબાઇલ એન્જીનયરીંગનો વિદ્યાર્થી છે અને એવી ટેક્નિક બનાવવાની દિશા તરફ સંશોધન કરી રહ્યો છે કે જેથી કરી બાઇકને વગર પેટ્રોલે ચલાવી શકાય. વકાર પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમથી ઘણો પ્રભાવિત છે. તમને જણાવી દઈએ કે વકાર દિલ્હી ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જીનયરીંગ ટેક્નોલોજીમાં ટોપર રહી ચુક્યો છે. આ બાઇક ખુદ વકારે બનાવી છે, જેની કિંમત 72 હજાર રૂપિયા છે. આ બાઈક કારની જેમ રિવર્સ પણ થઈ શકે છે. આશા છે કે વકાર ભવિષ્યમાં આવા ઘણા બધા સંશોધનો કરતો રહેશે.

લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી,
કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ નોખી-અનોખી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!