આ છે દેશના સૌથી સસ્તા કપડાંના માર્કેટ, 20 રૂપિયામાં મળે છે શર્ટ-ટોપ

કપડાંના સૌથી સસ્તા માર્કેટ

આજકાલ સેકન્ડ હેન્ડ વસ્તુઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. એસી, કૂલર, જ્વેલરીથી લઈને કાર સુધીની વસ્તુઓ તમને સેકન્ડ હેન્ડમાં મળી જશે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં ઘણા એવા માર્કેટ્સ છે જ્યાં ખૂબ જ સસ્તી કિંમતમાં કપડા મળે છે. આગળની સ્લાઈડમાં જાણો આવા માર્કેટ્સ વિશે…

20થી 100 રૂપિયામાં મળે છે વસ્તુઓ

મોટા ભાગની સેકન્ડ હેન્ડ વસ્તુઓનું માર્કેટ શહેરના પ્રખ્યાત એરિયામાં ફૂટપાથ પર જ પથરાયછે. જ્યાં તમને કિલોમાં કપડા મળી જાય છે. આટલું જ નહીં તમને 20 રૂપિયામાં શર્ટ અને 100 રૂપિયામાં કોટ જેવી વસ્તુઓ મળી જશે. જોકે આ કપડાં જૂના અથવા તો પછી ચોરીના પણ હોય છે.

દિલ્હી

દિલ્હીના કનોટ પ્લેસ, મજનૂ કા ટીલા, રઘુબીર નગર, કરોલ બાગ, ઈંદ્રપુરી, ઈંદ્રલોક, ભરત નગર, લાલ કિલ્લો, ચાંદની ચોક જેવા ઘણા બજારોમાં સેકન્ડ હેન્ડ કપડાં મળે છે. ઈસ્ટ દિલ્હીમાં ઘણી જગ્યાઓ પર કપડા અને જીન્સ કિલોના ભાવે મળે છે. અહીં 20 રૂપિયાથી 300 રૂપિયામાં સેકન્ડ હેન્ડ કપડા મળી જશે. આ માર્કેટમાં શર્ટ, પેન્ટ, જીન્સ, ડ્રેસ, સલવાર-સૂટ, જેકેટ વગેરે મળે છે.

મુંબઈ

મુંબઈમાં કોલાબા માર્કેટ અને ક્રોફોર્ડ માર્કેટમાં સેકન્ડ હેન્ડ કપડા ફૂટપાથ પર વેચાય છે. અહીં કલરફૂલ કૂર્તા, જીન્સ, શર્ટ વગેરે સેકન્ડ હેન્ડમાં મળે છે. ક્રોફોર્ડ માર્કેટમાં પણ સેકન્ડ હેન્ડ કપડાં વેચાય છે. તેમની કિંમત 50 રૂપિયાથી 300 રૂપિયા સુધી હોય છે.

બેંગલુરુ

આ માર્કેટ બેંગલુરુમાં ચિકપેટે જગ્યા પર રવિવારના દિવસે ભરાય છે. અહીંયા સેકન્ડ હેન્ડ કપડાં, ગુડ્સ, ગ્રામોફોન, જૂના ગેજેટ્સ, કેમેરા, એન્ટિક, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ વગેરે મળે છે.

જયપુર

જયપુર માર્કેટમાં સેકન્ડ હેન્ડ કપડાં મળી જાય છે. અહીં 20 રૂપિયાથી 300 રૂપિયામાં સેકન્ડ હેન્ડ કપડાં ખરીદી શકશો. આ માર્કેટમાં જીન્સ, ડ્રેસ, પેન્ટ, જેકેટ, સૂટ અને સલવાર વગેરે ખરીદી શકો છો. આ કપડા પણ નવા કપડાં જેવા જ લાગે છે.

ક્યાંથી આવે છે આટલા સસ્તાં કપડાં

ઈન્ડિયામાં સેકન્ડ હેન્ડ કપડા ઈમ્પોર્ટ થાય છે. આ કપડાં કોઈના પહેરેલા હોય છે જેને તેઓ વેચી દે છે. સેકન્ડ હેન્ડ કપડાં વેચનારા વેપારીઓ તેને ખરીદીને ડ્રાયક્લિન કરે છે અને પછી ગ્રાહકોને વેચી દે છે. આ ચીનથી આવે છે. કોમર્સ મિનિસ્ટ્રીના આંકડા અનુસાર ઈન્ડિયા સેકન્ડ હેન્ડ કપડા ઈમ્પોર્ટ કરવાના મામલામાં દુનિયામાં ટોચના પાંચ દેશોમાં આવે છે.

પણ જો ક્વોલીટી વાલી વસ્તુ અને એ પણ ગુજરાતમાં જોઈતી હોય તો ફક્ત એક જ છે સરનામું. દેશીદુકાન ટીશર્ટ લોન્જ – સુરત – વીઆર બીજે માળે, હિમાલય અમદાવાદ અને ભાવનગર ગ્રાઉન્ડ ફ્લોર, રાજકોટ અને જામનગર ક્રિસ્ટલ મોલ અને રિલાયન્સ મોલ. કોઈ પણ પ્રકારના ટીશર્ટ અને એ પણ પ્રીમીયમ ક્વોલીટી માં ફક્ત દેશીદુકાન માં જ.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!