ભૂલથી પણ ન રાખવી જોઈએ આ વસ્તુઓ ફ્રીઝમાં – અહી ક્લિક કરી વાંચી લો

ફ્રીઝમાં આડેધડ વસ્તુ મુકતા પહેલા સાવધાન!

ફ્રીઝ હોય એટલે આપણે સામાન્ય રીતે એક માનસિક્તા ધરાવતા હોઈએ છીએ કે જે પણ વસ્તુ વધે કે લઈ આવીએ તેને ફ્રીઝમાં મુકી દઈએ છીએ. પણ તમને ખબર છે આ રીતે આપણ જાણ્યે અજાણ્યે પોતાનું જ બહુ મોટું નુકસાન કરતા હોઈએ છીએ.

કેટલીક પોતે બગડે છે તો કેટલીક બીજી વસ્તુને બગાડે છે

કેટલીક વખત આપણે ઘણાં શાકાભાજી, ફળ સહિતની વસ્તુઓને બગડી જવાના ડરથી ફ્રીઝમાં સ્ટોર કરીએ છીએ. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ફ્રીઝમાં સ્ટોર કરવાથી તે બગડી જાય છે જ્યારે કેટલી વસ્તુઓ તેની સાથે રહેલી વસ્તુને બગાડી નાખે છે. તો આવો જોઇએ કઇ એવી વસ્તુઓ છે જેને ફ્રીઝમાં સ્ટોર ન કરવી જોઇએ.

કોફી

કોફીને ફ્રીઝમાં ન રાખવી જોઇએ. ફ્રીઝમાં રાખવાથી તેમા રહેલી અન્ય વસ્તુની સુંગંધને શોષી લે છે. જેથી તે જલદી ખરાબ થઇ જાય છે.

મધ

મધને ક્યારેય પણ ફ્રીઝમાં ન રાખવું જોઇએ. મધ પહેલાથી જ પ્રિજર્વ રહે છે. તમે તેને સામાન્ય રીતે બરણીમાં બંધ કરીને વર્ષો સુધી રાખી શકો છો.

અથાણું

અથાણામાં વિનેગર હોય છે. તેને ફ્રીઝમાં રાખવાથી તેની સાથે તે અન્ય વસ્તુઓને પણ ખરાબ કરી દે છે.

કેળા

કેળાને ફ્રીઝમાં રાખવાથી તે શ્યામ થઇ જાય છે. તેમાથી ઇથાઇલીન નામનો ગેસ નીકળે છે. જેથી તેની આસપાસ રાખેલા ફળો પણ ખરાબ થઇ જાય છે.

ટામેટા

ટામેટાને ફ્રીઝમાં રાખવાથી તે જલદી ગળી જાય છે અને તેનો ટેસ્ટ ખરાબ થઇ જાય છે.

બટેટા

બટેટાને ફ્રીઝમાં રાખવાથી તેનું સ્ટાર્ચ શુગરમાં બદલાઇ જાય છે. જેથી તેના સ્વાદ પર અસર પડે છે.

તરબૂચ અને ટેટી

કટ કર્યા વગરના તરબૂચ અને ટેટી ફ્રીઝમાં ન રાખવા જોઇએ. કારણકે તેમા વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે ફ્રીઝમાં રાખવાથી ખરાબ થવા લાગે છે.

ડુંગળી

ડુંગળીને ફ્રીઝમાં ન રાખવી જોઇએ કારણકે ફ્રીઝમાં ભેજના કારણે તે ઢીલી થઇ જાય છે.

લસણ

લસણને ફ્રીઝમાં રાખવાથી તે જલદી અંકુરિત થવા લાગે છે અને ઢીલી થવાના કારણે તે ખરાબ થઇ જાય છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!