ઘર/ઓફિસમાં માખી પરેશાન કરતી હોય તો આ સરળ ઉપાય અપનાવો – શેર કરવા જેવી પોસ્ટ

બણબણતી માખીઓ તો કોને ગમતી હોય!આ ઠેકાણેથી ઉડીને બીજે બેસે,બીજેથી ત્રીજે….એનો ત્રાસ દરેક ઘરમાં ઓછાવત્તાં પ્રમાણમાં તો હોય જ છે.કોઇ ખોરાક ખુલ્લો રહી ગયો હોય તો એની પર બેસીને મંત્રણા કરવા માંડે! ઘરમાં દોરડા પર રાતવાસો કરે અને દોરી-દોરડાની તાસીર ફેરવી નાખે.

આજે અમે તમને જણાવી રહ્યાં છે એવા એકદમ સરળ ઉપાય કે જેનો અખતરો કરવાથી તમે માખીઓની મુસીબતમાંથી બચી શકશો-રાહત મેળવી શકશો.ઉપાયો ઘરમાં ઉપસ્થિત જ છે.

જાણો માખીઓના ત્રાસથી બચવાના ઉપાયો :

કપૂર માખીઓથી રાહત મેળવવાનો અક્સીર ઇલાજ.થોડું કપૂર લઇને એને સળગાવો.પછી આખા ઘરમાં એનો ધૂમાડો ફેરવી લો.કપૂરની સુગંધથી માખીઓ પલાયમાન થઇ જશે.

તુલસીનો છોડ ઔષધિય ગુણોથી તો ફુલેફાલે છે એ તો તમે જાણો છો.પણ શું છે એ જાણો છો કે,તુલસીથી માખીઓ પણ દેમાર ભાગે છે?ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય ત્યાં માખીઓ નથી આવતી.એટલે જરૂરથી તુલસીનો છોડ લગાવો,મુસીબતથી છૂટકારો મેળવો!

કોઇ જગ્યા પર માખીઓ કંઇક વધારે પ્રમાણમાં જ સેના લઆને હુમલો કરી રહી હોય તો ત્યાં એક સફરજનની ચીરમાં થોડાએક લવીંગ દબાવીને રાખી મુકો.માખીઓ થોડીવાર નજરે ચડતી બંધ થઇ જશે.

અખતરો કરવા જેવો છે-વિનેગાર અને ડિટર્જન્ટનો.સરકો એટલે કે વિનેગાર માખીઓના ત્રાસથી છૂટવાનો સારો ઉપાય છે.આને માટે એક વાટકામાં જરૂરી માત્રામાં વિનેગાર લો.એમાં થોડો ડિટર્જન્ટ ઉમેરો.માખીઓના મેળાવડા જામ્યાં હોય ત્યાં મૂકી દો.જરૂરથી માખીઓ કટોરા ભણી આકર્ષિત થશે.પણ એમાંથી બહાર નીકળી નહી શકે અને ડૂબી જશે.

ચીભડાંથી માખીઓ દૂર ભાગે છે.કચરાના ઢગ પર કે એવી કોઇ જગ્યાએ કાકડીના કટકાં કરીને મૂકવાથી માખીઓ ત્યાં આવશે નહી અને ઇંડાં મુકશે નહી.

માખીઓથી બચવા માટે તમે ફ્લાય પેપરનો પણ ઉપયોગ કરી શકો.પ્રથમ તો ખાંડ અને મકાઇના લોટનું ઘટ્ટ પ્રવાહી મિશ્રણ કરી એને પેપર લગાડી દો.બાદમાં પેપરને ઘરના દ્વાર પર રાખી દો.આમ કરશો તો માખીઓ ઘરની અંદર નહી આવે.

એક અન્ય તરકીબ પણ અજમાવવા જેવી છે.મરચાંની ચટણીથી માખીઓ ડરે છે.માટે એક સ્પ્રેં મોટલમાં મરચાનો ભુક્કો અર્થાત્ ચટણી અને પાણી નાખો.પછી જે જગ્યા પર માખીઓ વધારે હોય ત્યાં છાંટી દો.આમ કરવાથી માખીઓ દૂર ભાગશે.ધ્યાન રાખશો કે આ ફુવારો તમારી આંખોને ન પકડી લે!

જણાવેલા ઉપાયો યોગ્ય અને અમલીકરણ કરવા જેવા લાગ્યાં હોય તો અજમાવશો. એ સાથે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર ના આ આર્ટીકલને આપના મિત્રો સાથે શેર કરીને એને પણ જણાવજો,ધન્યવાદ!

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!