ગરમી અને લૂથી બચવાના ઉપાયો – હીટ સ્ટ્રોક નો આ રીતે કરો સામનો

તો હવે ધોમ ઉનાળો ધખી રહ્યો છે.કવિ ક્યારના કહી ચુક્યા છે કે,’સૂર્યને શિક્ષા કરો’ પણ અહીં તો સૂર્ય સહુને શિક્ષા કરી રહ્યો છે!ઉના-ઉના વાયરા દેહ દઝાડી રહ્યાં છે.સૂસવાટા મારતી ગરમ હવા વાઇ રહી છે તો ઉપરથી એના પર તડામાર તડકો પડી રહ્યો છે.હવે બધું યાદ આવે છે – બરફના ગોલા,સોફ્ટ ડ્રીંક,શેરડીનો રસ…!હાલ એની પણ સિઝન છે.

એકદમ ઉના વાયરા વાય એને ‘લૂ’ કહેવાય છે.ખરા બપોરે લૂ હાબકવાની શરૂઆત થાય છે!આ લૂથી બચવા જેવું છે.વર્તમાન પત્રોમાં ખબરો હોય છે કે,લૂ લાગવાથી મોત!હાં,જો માણસને યોગ્ય ઇલાજ ન મળે તો લૂ લાગવાથી મોત પણ થઇ શકે છે.એનો યોગ્ય ઇલાજ ન થાય તો માણસ માટે હાનિકારક-જાનલેવા સાબિત થઇ શકે છે.માટે લૂથી ખરેખર બચવું જરૂરી છે.અહીં એ વિશે જ અગત્યની ચર્ચા કરવાની છે.

ભારતમાં ગ્રીષ્મની અગત્યતા ઘણી જ છે.આ જ એ સમયગાળો છે જે વરસાદને ખેંચી લાવે છે.જમીન પર ફેલાતી ગરમ હવા જરૂરથી અંગદાજ કરે છે પણ ભારતીય લોકો એનો આનંદ ઉઠાવે છે.ઉનાળુ વેકેશનમાં સતત ઠંડકનો સંસર્ગ કરતાં રહે છે.મોજ માણતા રહે છે.

ઉનાળામાં જોશભેર ફૂંકાતી ગરમ પવનની લહેરખીઓ લૂ લાગવા માટે કારણભૂત ગણી શકાય.આ સમય છે કે જ્યાં ગરમી અને લૂથી બચવા ખુલ્લામાં નીકળવાનું ટાળવું જોઇએ.પણ તો શું રોજબરોજના કામો ટાળી દેવાના?કામ કરો નહી તો ભૂખ્યા જ મરો જનાબ,એમાં ગરમીનો વાંક કાઢીને બેસી થોડું રહેવાય!જરૂર છે લૂથી બચવાના કેટલાક ઉપાયો અજમાવવાની.

અહીં આપને જણાવી રહ્યાં છીએ લૂથી બચવાના કેટલાક અગત્યના ઉપાયો.એ પહેલા એક વાત જાણી લો કે,અતિશય ગરમીમાં જ્યારે તાપમાન પ્રમાણિત સેલ્શિયસના સીમાડા છાંટી જાય ત્યારે બ્લડ એકદમ ગાઢ બની જાય છે.ધરાઇ ગયેલી ઘો એકદમ ભાગી નથી શકતી એમ ઘાટું બનેલ લોહી પણ ગતિથી પરીભ્રમણ નથી કરી શકતું.આ ગંભીરતાને ટાળવા માટે પ્રચુર માત્રામાં પાણી પીવું જરૂરી છે.એ તો સિધ્ધવાત છે.

હવે જાણીએ લૂથી બચવાના કેટલાંક ઉપાયો –

(1)ગરમી અને લૂથી બચવા માટે સૌથી જરૂરી છે પાણી.કાયમનું ૪-૫ લીટર પાણી પીવું એકદમ જરૂરી છે.

(2)જો કોઇ કિડનીનું દર્દી છે તો એને દરરોજ ૬-૮ લીટર પાણી પીવું સેહત માટે ફાયદાકારક છે.

(3)ગરમીના દિવસોમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તમારો આહાર સમતોલિત હોય.આ માટે તમે ભોજનમાં સલાડ,દહીં અને છાશ સંમેલિત કરી શકો છો.

(4)જરૂરી છે કે તમે તરલ પદાર્થોનું સેવન કરો ગરમીના દિવસોમાં.મતલબ એવો પણ નથી કે તમે દારૂ પીવો!વળી,ગરમીના દિવસોમાં માંસ-મટનનું સેવન પણ બેહદ હાનિકારક છે.

(5)દિવસમાં ઓછામાં ઓછું બે વાર તમારું બ્લડપ્રેશર તપાસતા રહો.

(6)ગરમીના દિવસોમાં ઠંડા પાણીથી નહાવું જોઇએ.દિવસભર ઠંડક પ્રસરાવશે!હરેક ઠંડી વસ્તુ અત્યારે તો મનપસંદ જ હોય છે.

(7)તડકામાં બહાર જવાનું થાય ત્યારે ઘરેથી બે ગ્લાસ પાણી પીને જ નીકળજો.આમ કરવાથી ગરમીથી રાહત મળશે.

જો આપને ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલા આ ઉપાયો પસંદ પડ્યાં હોય તો આપના મિત્રો સાથે પણ આર્ટીકલ શેર કરજો જરૂર.બની શકે કે કદાચ તેમને ઉપયોગી પણ થઇ જાય!ધન્યવાદ!

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!