સુપર ડાન્સર અને બોલીવુડ સ્ટાર જાવેદ જાફરી ની દીકરી દેખાય છે આવી

તમે બચપણમાં ટી.વી.જોવાના શોખિન હશો તો સોની ટી.વી.પર આવતો ‘બૂગી બૂગી’ ડાન્સ શો જરૂરથી જોયો જ હશે.નાની વયના બાળકો માટેના આ ડાન્સ શોના ઘણા દિવાના હતાં.ટી.વી.આસપાસ ગોઠવાઇ જનારા,શો શરૂ થવાની રાહમાં રહેનારા!ઘણા ડાન્સના શોખીનોના મોઢે ‘બૂગી…બૂગી..’સાંભળેલું પણ છે.ઘણાની ઇચ્છા હતી કાશ પોતે આમાં જઇ શકે.

શો જેટલી જ ફેસમ હતી એની જજ ત્રિપૂટી.જેમાં નાવેદ,જાફરી અને રવિ બહલ જજ તરીકે હતાં.એ પણ તમને યાદ હશે.ત્રણેય આપસમાં ઘણી ધહાચકડી મચાવતા.એમાંયે જાવેદની આપેલી ટીપ્સને તો આજેય ડાન્સરો ફોલો કરે છે અને સફળતા મેળવે છે.જાવેદ ઝાફરીએ ઘણી ફિલ્મોમાં અભિનય પણ કરેલો છે,મુખ્યત્વે કોમેડી રોલમાં.

આજે અહીં જાવેદ ઝાફરી વિશે નહી પણ એની ખુબસુરત દિકરી વિશે વાત કરવાની છે.જેની ખુબસુરતી આગળ હિરોઇનો પણ ટૂંકી પડતી નજર આવે છે.હાલ તો એ ન્યુયોર્કમાં રહે છે પણ સોશિયલ મિડિયા પર અપલોડ થતી એની તસ્વીરોએ ઘણા ફેન્સ બનાવ્યાં છે.

બોલિવૂડ ફિલ્મોના શાનદાર-દમદાર અભિનેતા,કોમેડીયન અને વોઇસ આર્ટીસ્ટ જાવેદ જાફરીની દિકરી અલાવિયા જાફરી સિરીયલોમાં કે મોટા પડદાં પર ભલે નથી દેખાતી પણ સોશિયલ મિડીયામાં એનો દેખાવ ઘણો જ ધમાકેદાર રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર અલાવિયા જાફરીના લગભગ એક લાખ સીત્તેર હજારથી વધુ ફોલોવર્સ હોવાનું કહેવાય છે.જે તેમની ખુબસુરતીને ચાહનાર વર્ગ છે એમ કહેવું ખોટું નથી.પોતાના ફોલોવર્સ વર્ગ માટે થઇને અલાવિયા જાફરી નિયમિત પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરતી જોવા મળે છે.

મુંબઇમાં વિતાવેલા બચપણ સમયે અલાવિયાએ ધીરૂભાઇ અંબાણી સ્કુલમાં અભ્યાસ કરેલો.આજે તે ન્યુયોર્કમાં સ્થિત છે.જાવેદના ત્રણ સંતાનોમાં તે સૌથી મોટી છે.

કહેવાય છે કે,હાલમાં જ નિધન પામેલ બોલિવૂડ જગતની વરિષ્ઠ અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી કપૂર અને અલાવિયા જાફરી સારા મિત્રો છે.એ પણ માન્યતા છે કે આ પહેલાં અલાવિયા લાઇમ લાઇટથી-પ્રસિધ્ધીથી દૂર રહેતી પણ જાહ્નવીના સંપર્કમાં આવ્યાં બાદ તે ફેમસ થવા લાગી.

અલાવિયા ક્યારે બોલિવૂડમાં પદાપર્ણ કરશે એ તો એને ખબર પણ તેની એક્ટિવીટી બહુ ચર્ચિત છે.એના જણાવ્યાં પ્રમાણે તે રણવીર સિંહ અને જસ્ટિન બેબરની ફેન છે.એમના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ થયેલી તસ્વીરોમાં તે રણવીરની સાથે હોય એવી તસ્વીર પણ છે.સોશિયલ મિડીયામાં એના ફેન્સ નેટવર્ક અને ફોટો,ફેશન સેન્સથી તે પ્રસિધ્ધ તો છે જ હવે લાઇમ લાઇટમાં પણ આવી ગયેલ છે.નિયમિત રીતે તે ફોટો રજૂ કરીને પોતાની દિનચર્યા વિશે લોકોને બતાવે છે.૨૬ વર્ષની અલાવિયા તેમના ભાઇઓ મિઝાન અને અબ્બાસને બહુ પ્રેમ કરે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!