શરૂ થઇ ગયો છે જેઠ મહિનો, ક્લિક કરો અને જાણો દાન-પુણ્યની વિધિ

જેઠ મહિનાનો પ્રારંભ

હિંદુ પંચાંગ મુજબ જેઠ મહિનો ચંદ્ર માસના ત્રીજા મહિનામાં આવે છે. જેને જેઠ નક્ષત્રના નામથી પણ ઓળખવામા આવે છે. આ મહિનામાં જળને વધુ મહત્વ આપવામા આવે છે અને તેની સાથે જોડાયેલા વ્રત અને તહેવાર મનાવવામા આવે છે. આ વખતે 1મેથી જેઠ મહિનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જેઠ માસના કૃષ્ણપક્ષની એકાદશી પર કપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે.

દાન કરો

આ વ્રત કરવાથી મનુષ્યને તેમના જૂના પાપોમાંથી મુક્તિ મળતી હોય છે. આપણી જીંદગીમાં જેઠ મહિનાનું બહુ મહત્વ છે. માનવામા આવે છે કે જેઠ માસમાં આવતી પૂર્ણિમાના દિવસે જો દાન અને ગંગા સ્નાન કરવામાં આવે તો બહુ સારું ફળ મળતું હોય છે.

વ્રત

આ મહિનામાં જ વટ સાવિત્રીનું વ્રત પણ કરવામાં આવે છે. આ વખતે 15મેના રોજ આ વ્રત કરવામાં આશે. સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે. સ્કંદ પુરાણ તથા ભવિ્યોત્તર પુરાણ મુજબ જેઠ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા પર આ વ્રત કરવાનું વિધાન છે.

શનિ દેવની જયંતી

જે બાદ જેઠ અમાસ પણ પડી રહી છે, જેને શનિ દેવની જયંતીના રૂપમાં મનાવવામાં આવે છે. શનિ દોષથી બચવા માટે લોકો આ દિવસે કેટલાંય દાન-પુણ્ય કરતા હોય છે. આ કારણે જ જેઠ અમાસનું મહત્વ પણ વધી જતું હોય છે. જેઠ મહિનાની શુક્લ દશમીએ લોકો ગંગા દશેરા મનાવે છે. આ દિવસે દાન-પુણ્યનું વિશેષ મહત્વ છે. પાણી પીધા વિના આ વ્રત ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે.

જેઠ માસનું વૈજ્ઞાનિક મહત્વ

આ મહિના દરમિયાન ગરમીમાં સખત વધારો થતો હોય છે, જેના કારણે શરીરમાં જળનું સ્તર ઘટી જવા લાગે છે. એવામાં પાણીનું બને તેટલું વધુ સેવન કરવું જોઇએ જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ ન રહે. આની સાથે જ તમારી ખાણી-પીણી પર પણ ખાસ ધ્યાન આપવું જોઇએ. બીમારીઓથી બચવા માટે બહારનું ભોજન ન લઇને ઘરમાં બનેલું સાદું ભોજન જ લેવું જોઇએ. તમારા આહારમાં લીલી શાકભાજી, તાજાં ફળ અને પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ. સાથે જ આ મહિના દરમિયાન તડકામા ન નીકળવું અને શક્ય હોય તેટલું ઘરે જ રહેવું જોઇએ.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!