કાચી કેરી નો દાબો કેવી રીતે કરશો ? – ક્લિક કરો અને વાંચો કેરી પકવવાની બેસ્ટ રીત

કેરી ની સીઝન પુર જોશમાં આવી ગયેલ છે અને આપણા ગીરની કેસર કેરીની હરરાજીમાં રોજ હજારો ના ખોખા ઉતરે છે. ચાલો જાણીએ, કાચી કેરી લઈને નેચરલ રીતે અને બેસ્ટ રીતે કેરી ઘરે કેમ પકાવી શકીશું?

હવાની જ્યા હેરફેર ઓછી હોય તેવી સુકી જમીન પર એક કોથળો પાથરવાનો..પછે કોથળા પર ન્યુઝપેપરનુ લેયર કરવાનુ..પાછો એક કોથળો ન્યુઝપેપરના લેયર પર પાથરવાનો…પછે પાથરેલ કોથળાની વચ્ચોવચ કેરીઓ મેલવાની..જો કેરી જાજી હોય..તો બે ત્રણ કે ચાર કોથળા પાથરીને લેયર બનાવવાનુ..વચ્ચે ત્રણ લેયરમા કેરી ગોઠવીને પછે ફરતી તરફના પેપર વડે લેયર કરેલ કોથળાને સંકોરીને કેરી પર ચડાવી દેવાનો..પછે કેરી પર કોથળો પછે ન્યુઝપેપર પછે પાછો કોથળો પાથરી દેવાથી કેરી જાણે કે એક ચેમ્બરમાં પેક થઈ જશે
.
કેરી ખાલી થાય..ઈ પહેલા વળી કાચી કેરી ખરીદી લેવી..
હાવ ભડદા થઈ ગ્યેલ કેરી કોઈને દાનમાં આપ્યા વગર કચરામાં પધરાવવી..બે પાંચ ભડદા કેરીઓ નઈ ખાવ તો એટલુ ડાયાબીટીસ ઓછુ થાહે..
.
વચ્ચેના સમયમાં રાજાપુરીનો પણ દાબો નાંખવો..કેટરીના કેફના ફીલમ જોઈ જોઈને પછે જાણે કે યોગીતાબાલીનુ ફિલમ જોતા હોઈએ..એવી ફીલીંગ આવશે…ક્યારેક ઝાડ પર પાકેલ તોતો લંગડો દાડમો કે બાદમી કેરી ખાઈ લેવાથી બાણુ લાખ માળવાના ધણી હોવાની ફીલીંગ આવશે
.
એપરીલ માસમાં પોતાનુ વજન અને સ્યુગર ચેક કરીને પછે કેરીયુ જાપટીને જુલાઈમાં ફરીથી સ્યુગર વજન ચેક કરનાર લાંબુ જીવે સે…આવા લોક ને જમરાજાના પાડાનુ હોરન મોડુ હંભળાય સે
.લખી લખીને તંગનારો ચાણક્યનો ડ્રાયવર જાણક્ય

એટલે કે હિમ્મત છાયાણી (જસદણથી ડાયરેક્ટ)

નોંધ: કેરી ના દાબા સાથે એક બે સામાન્ય પાકેલું કેળું/કેળા રાખવા અથવા ઘર માં પાકી કેરી હોય તો બે ચાર પાકી કેરી જેથી ઇથિલિન ગેસ કાચી કેરી ને ઝડપી મળે અને કેરી પાકવામાં 7 દિવસ ને બદલે 3 થી 4 દિવસ માં પાકી જશે.

Leave a Reply

error: Content is protected !!