ફળોની મહારાણી કેરી – તમે આમાંથી કઈ કઈ રીતે કેરી ખાવાનું પસંદ કરો છો?

સૌની પ્રિય અને પૃથ્વી પરનું અમૃતફળ એટલે કેરી. હાલમાં કેરીની સીઝન સોળે કળાએ ખીલી છે. કેરી ખાવાના અનેક ફાયદાઓ પણ છે. હવે અહીંયા અમારે તમને પૂછવું છે કે, તમે કઈ રીતે કેરી ખાવ છો?

અમે તો નાના બાળકની માફક જ કેરી ખાઇએ છીએ. હાથ-પગ અને કપડાં બગડે તો પણ નો ટેન્શન. કારણ કે સાચી રીત તો નાના બાળકો જે રીતે કેરી ખાય એ જ છે અને સાચી મજા અને સ્વાદ પણ એમાં જ છે…!

એમ છતાં ચાલો આજે જાણીએ કેરી ખાવાની કેટલીક રીતો વિશે, ‘ફક્ત જ્ઞાન સાથે ગમ્મત’ પર.

(1) કેરી કાપીને ખાવ :


કેસર, બદામ કે અન્ય પ્રકારની મધુર કેરી લાવો તો સૌ પ્રથમ એને પાણીમાં 15-20 મિનીટ પલાળી દો ત્યારબાદ કાપીને ખાવ.

(2) છાલ ઉતારીને ખાવ :


કેરીને કાપવાની નહીં પણ આખે આખી કેરીની છાલ ઉતારી નાખો ત્યારબાદ આખે આખી કેરીને બચકા ભરી ભરીને ખાવ. આ રીતે કેરી ખાવાથી કેરીનો સ્વાદ બમણો થઈ જશે.

(3) ઘોળીને ખાવ :


હાફુસ કેરી મોટે ભાગે કાપીને કટકા કરીને ખાવાની કેરી છે ત્યારે કેસર કેરી કાપીને કે દેશી પદ્ધતિથી ઘોળીને ખવાય છે. પાકી અને મીઠી કેરીને ઘોળીને ચૂસવાથી અંતર આત્મા તૃપ્ત થાય છે. દેશી, સાઈઝમાં નાની અને આંબા પર કે ઘાસમાં પાકેલી કેરીને ઘોળીને ખાવાની મજા આવે. કેરીની એક જાત છે સુંદરી, એને ઘોળીને ખવાય છે.

(4) મિક્સરમાં રસ કાઢીને :


કેરીનો ઠંડો-ઠંડો રસ મનને એકદમ ટાઢક પહોંચાડે છે. આમ તો બધી કેરીનો રસ મસ્ત અને મનમોહક જ લાગે, પણ કદાચ ક્યારેક ભૂલમાં ખાટી અને કાચી કેરી ખરીદી લાવ્યા હો તો આ રીત ખૂબ ઉપયોગી છે. રસ કાઢતી વખતે એમાં ખાંડ નાખી દો જેથી રસ ખાટો-મીઠો થઈ જશે.

(5) કાચી કેરી મીઠું-મરચું લગાડીને :


કાચી કેરીનાં કટકા કરીને એમાં મીઠું-મરચું ભભરાવીને ખાવ. અહા..!! મસ્ત હોઁ. સ્વર્ગનાં દર્શન થઈ જશે.

બાકી તો ખેતરમાં દોસ્તો સાથે આંબા નીચે બેઠા-બેઠા કેરી ખાવાની અને બીજી બાજુ ગોઠલાનાં ઢગલા કરવાની મજા જ અલગ હોય છે…..શું કહો છો મિત્રો??

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસદાર પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!