ફોટોમાં છુપાયેલ છે એક ખતરનાક પ્રાણી – ફોટો ઝૂમ કરવા અહી ક્લિક કરો

સોશિયલ મિડીયાના આ યુગમાં ક્યારે શું અને કેવા પ્રકારનું સાહિત્ય ઇન્ટરનેટ પર વાઇરલ થઇ જાય એ વિશે પુરોધા પંડિતો પણ ભાખી શકતા નથી!એવી કોઇ તસ્વીર કે વિડિયો કે પોસ્ટ એકદમ,અચાનક વાઇરલ થઇ જાય છે.ધૂમ મચાવે છે રીતસર!આપણે કદી કલ્પના પણ ન કરી શકીએ આવી ચીજોમાં લોકોને રસ છે!

જો કે,આ વાઇરલ થયેલી તસ્વીર કે કોઇ વિડિયોની એ પછી તો હરતરફ ચર્ચા થવા લાગે છે.આજે શું છે અને કાલે શું વાઇરલ થશે એ તો કોણ જાણે?પેલી આંખ નર્તન કરનારી કુમારી ઇન્સ્ટાગ્રામ વડે જ ફેમસ બની ગઇ!બાય ધ વે,અમુક તસ્વીર એવી પણ હોય છે જે તમારું દિમાગ ખાય જવા સમર્થ હોય.

એમાં દિમાગને ચકરાવે ચડાવી દેતી ફોટો ખુબ વાઇરલ હોય છે.જે મુખ્યત્વે પઝલ પર આધારીત હોય છે.લોકોને પઝલ હલ કરવામાં મજા આવે.ઘણા તો આખો દિવસ એ જ કામ કરતાં હોય છે!કહી શકાય કે,પઝલ સોલ્વ કરનારનું દિમાગ તેજ હોય છે અને આમ નહી કરનારનું પાંગળું!

હમણાં એવી જ એક તસ્વીર વાઇરલ થઇ રહી છે.લોકો બખુબી એને પસંદ કરતા જોવા મળે છે,સોલ્વ કરતાં જોવા મળે છે.ધૂમ વાઇરલ થયેલી આ તસ્વીર મુકનાર એવા આગે સે ચલી આતી હૈ જેવા પોકળ દાવા પણ કરે છે કે,જો તમે આ પિક્ચર પઝલ સોલ્વ કરી દેશો તો તમે દિમાગના બાદશાહ છો!જો તમારી પાસે પણ દિમાગ જેવી વસ્તુ હોય તો આ પિક્ચર સોલ્વ કરવામાં આનંદ આવશે.

તસ્વીર આ પહેલાં પણ બહુ ફેમસ થઇ ચુકી છે.કરોડો લોકો તેને સોલ્વ કરવા મથે છે.કરી પણ લે છે.તસ્વીર બહુ મજાની છે એટલે અપલોડ થતા જ વાઇરલ બની જાય એમ છે.આથી જ એ આટલી વાઇરલ થઇ રહી છે.

તસ્વીરમાં એક વાઘ,વરૂ અને સસલું દર્શાવવામાં આવ્યાં છે.તમે જુઓ પહેલાં ધ્યાનથી ફોટોને.પાછળ એક ખુંખાર વરૂ આંટો દેતું ઉભું છે.હવે જુઓ આ તસ્વીરમાં વાઘ છે?અલા ભાઇ છે જ!ધ્યાનથી જુઓ.બહુ મોટો વ્યાધ્ર દહાડમ્ કરી રહ્યો છે.

જો હજી નજર ના પડી હોય તો લાકડીઓને ધ્યાનથી જુઓ.એમાં જ સમાયેલ છે વાઘનું વિકરાળ મોઢું!અને તેના દહાડતા જડબાંમાં એક સસલા મહારાજ આરામથી બેઠા છે.વરૂ કદાચ તેનો પીછો કરતું અહીઁ સુધી આવ્યું છે અને હવે ગોતે છે કે,ક્યાં ગયો મારો શિકાર?

એને કદાચ ખબર હોય કે,એનો શિકાર એના શિકારીના જડબામાં છૂપાઇને બેઠો છે!ગજબ કે’વાય હો!

આર્ટીકલ અને ઇમેજ પસંદ આવી હોય તો આગળ આપના મિત્રો સાથે પણ શેર કરજો.કુછ-કુછ પઝલ સા હો જાએ! ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!