કેમ આંગળીમાં હીરા જડાવી રહી છે છોકરીઓ – ક્લિક કરીને જાણો આ નવા ટ્રેન્ડ વિષે

ભારતીય સંસ્કૃતિમાં ઘરેણા પહેરવાનો રીવાજ ઘણા સમયથી ચાલ્યો આવે છે.ઘણા પુરાણા સમયથી શ્રૃંગાર માટે અનેક પ્રકારના આભૂષણો સજે છે.સમયની સાથે-સાથે અનેક રીવાજોની જેમ આ પરંપરામાં પણ પરીવર્તન આવેલા.રહેણી કહેણી બધું સમય પ્રમાણે બદલી ગયું પણ ના બદલ્યાં આભૂષણ પહેરવાના પરીમાણો કે પ્રમાણો!

હાં,સમય-સમયે ઘરેણાં કે આભૂષણોની ડિઝાઇન અને પહેરવાના તરીકામાં જરૂરથી ફેરફાર આવ્યો છે પણ અનેક ટ્રેકો તો એવા જ છે જે પુરાણકાળથી દહોરાતા આવ્યાં છે.છતાં શ્રૃંગારરસ એ જ રહ્યો છે.એ આભૂષણો પછી કાલિદાસથી સજાવેલા હોય કે દંડીના…!આભૂષણ એટલે આભૂષણ,શ્રૃંગારી આભૂષણ!

જ્વેલરીના ક્ષેત્રમાં એક ટ્રેડ એવો પણ છે કે,જે અગાઉના કાળમાં વપરાઇ ચુક્યો છે.પણ હવે ફરીને પણ વધુ ઉપયોગમાં આવી રહ્યો છે.એ ફેશન છે – પિયર્સિંગની ફેશન!પુરાણકાળમાં ભારતીય સંસ્કૃતિમાં અને મિસર જેવી ઘણી સંસ્કૃતિમાં આપણે જોઇ શકીએ છીએ કે,લોકોમાં નાક-કાન અને આંખો અથવા નાભિ પણ છૂંદણા કરાવી છેદ કરાવતા.જ્યારે હાલમાં પણ એ પ્રમાણે નાક-કાન-આંખ-નાભિ પર પણ પિયર્સિંગ થાય છે.એથી આગળ હવે તો સગાઇની વીંટીમાં પિયર્સિંગની ફેશન પણ ઘુસી ગઇ છે.

પિયર્સિંગ એટલે જ્વેલરી ફિલ્ડની એવી ફેશન જેમાં જે-તે આભૂષણને કોઇ બાહ્ય ટેક વિના પહેરવામાં આવે.કહો કે,સીધા ચામડીમાં છેદ પાડીને પહેરવામાં આવે છે.વીંટી પણ એવી જ રીતે ધારણ કરવામાં આવે છે!એમ જ એન્ગેજમેન્ટ રીંગ પણ પહેરવામાં આવે છે.

પાર્ટનર પ્રત્યે કમિટમેન્ટ દર્શાવવાનો નવો તરીકો –

ખરેખર આ તરીકો આજના યુગમાં પોતાના લાઇફ પાર્ટનર પ્રત્યે વફાદારી દર્શાવવાનો નવો તરીકો છે.આનાથી એ દર્શાવવામાં આવે કે,પોતે જીવનસાથી પ્રત્યે કેટલો કમિટમેન્ટ દર્શાવી શકશે.પહેલાં એન્ગેજમેન્ટ વખતે જીવનસાથીએ અર્પેલી રીંગ પહેરીને લોકો એકબીજા પ્રત્યે વિશ્વાસ જતાવતા.હવે રિંગ પિયર્સિંગમાં તો રીંગ સીધી જ ચામડી સાથે ધારણ કરવામાં આવે છે!આનાથી મોટું કમિટમેન્ટ ક્યું હોઇ શકે!જો રીંગ હટાવી દેવામાં આવે તો પણ ચામડી પરથી દાગ જતો નથી.આ રીત બતાવે છે કે તમે જીવનસાથી પ્રત્યે કેટલા વફાદાર છો!

વધારામાં રીંગ ખોવાતી પણ નથી! –

આમ તો બધાને રીંગ પહેરવાનો શોખ હોય છે પણ મુખ્ય ડર હોય છે ખોવાઇ જવાનો તેના ખોવાઇ જવાના ડરથી કોઇ પહેરતું નથી.ઉંચી કિંમત કદાચ આના માટે વધુ કારણભૂત હોઇ શકે!આથી રીંગ પિયર્સિંગ બેહતર ઓપ્શન હોય છે.આવા લોકો રીંગ પિયર્સિંગ કરાવી શકે છે.

રીંગ પિયર્સિંગ માટે ૨ પીસ જ્વેલરીના મેટલવાળા ફ્લેટ ભાગને ચામડીની અંદર ઘુસાડવમાં આવે છે.આથી હિરા-માણેક કે એવી કોઇ કિંમતી ચીજવસ્તુ પહેરનાર છોકરીઓ આને વધુ પસંદ કરે છે.

એક વાત છે કે,બ્રિટીશ કપલ લગભગ એક લાખ રૂપિયાની રીંગ પહેરે છે આવામાં જો રીંગ પિયર્સિંગ કરવામાં આવે છે તો એ ખોવાનો ડર રહેતો નથી.અને વળી તમારા પ્રેમનો પ્રભાવ ગાઢ રીતે પડે જ એ વધારામાં…!

હવે અહીઁ એ વાતનો પણ ખુલાસો કરી દેવો જરૂરી છે કે,આજ-કાલ રિંગ પિયર્સિંગ ભલે જ ફેમસ બની ગયેલ પ્રથા હોય પણ ત્વચાના વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે આ ત્વચા માટે ઠીક નથી.ત્વચામાં પાડેલા છિદ્રોથી ત્વરીત તો તકલીફ થાય જ છે પણ એ પછી કદાચ એલર્જી પણ થવાનો ડર રહે છે.એકવાર પિયર્સિંગ થઇ જાય એટલે એને હટાવી શકવું મુશ્કેલ બની જાય છે.અને હંમેશ માટે ચામડી પર એક દાગ છોડી જાય છે.જે ત્વચા માટે કદી પણ સારું ના ગણી શકાય.અમુક ફેશન શરીરને સુંદર તો બતાવે છે,ખોખલું પણ બનાવે છે!

અજાણી માહિતી મળી હોય અને ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ આર્ટીકલ ગમ્યો હોય તો આગળ શેર જરૂર કરજો.

Leave a Reply

error: Content is protected !!