શ્રીદેવીની નાની દિકરી ખુશી કપૂરનાં ફોટો સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, જુઓ નાની શ્રીદેવીનાં ફોટા

સુપરસ્ટાર શ્રીદેવી અને ફિલ્મ મેકર બોની કપૂરની બન્ને દિકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર પોતાની સુંદરતાને લીધે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. જ્યાં એક તરફ જાહ્નવી કપૂર પોતાની પહેલી બોલીવુડ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, ત્યાં બીજી તરફ નાની દિકરી ખુશી પણ અત્યારથી જ લોકોની નજરમાં એક સ્ટાર બની ગઈ છે.

ખુશી સોશિયલ મીડિયા પર પહેલેથી જ સ્ટાર છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2 લાખ કરતાંયે વધુ ફોલોઅર્સ છે, જ્યાં ખુશી પોતાના ચાહકો માટે દરરોજ નત-નવા ફોટા શેર કરતી રહે છે.

શ્રીદેવી પણ પોતાના જમાનામાં ખૂબ જ પ્રસિદ્ધ હતી:

શ્રીદેવી 90નાં દશકની સૌથી ખૂબસૂરત અને ટેલેન્ટેડ અભિનેત્રી ગણાય છે. તેણીએ પોતાનાં દમદાર અભિનય દ્વારા ઘણા એવોર્ડ જીત્યા છે. કહેવાય છે ને કે ‘માતાનો પડછાયો દિકરીમાં દેખાય.’ એવી જ રીતે તેણીની બન્ને દિકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર પોતાની માતાના નકશા-કદમ પર ચાલીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

બન્ને દિકરીઓ બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે:


શ્રીદેવીની મોટી દિકરી જાહ્નવી કપૂર ટૂંક સમયમાં બોલીવુડની ફિલ્મમાં ચમકશે. ત્યાં જ એની નાની દિકરી પણ અત્યારથી જ લોકોની ફેવરીટ બની ગઈ છે. બન્ને દિકરીઓ ફિલ્મ જગતમાં આવવા માટે સુસજ્જ છે.

બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવી અને ફિલ્મ મેકર બોની કપૂરની નાની દિકરી ખુશી કપૂરે ભલે આજ સુધી કોઈપણ ફિલ્મ ન કરી હોય એમ છતાં તેણીનાં ફેન ફોલોવિંગ કોઈ બોલીવુડ સ્ટાર કરતા ઓછા નથી.

ખૂબસૂરત ખુશી કપૂરનાં ફોટો વાયરલ થઈ રહ્યા છે:


ખુશી કપૂર પણ શ્રીદેવીની જેમ જ ખૂબ જ સુંદર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેણીનાં લાખો ફોલોઅર્સ છે. તેણીનાં ફોટા સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ખુશી કપૂરની કેટલીક મનમોહક તસ્વીરો આજકાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે, જેમાં તેણી ખૂબ જ બ્યુટીફૂલ લાગે છે.

ટ્રાન્સફોર્મેશનનાં ફોટો થયા વાયરલ:


આ બધા ફોટો જોઈને લાગે કે ખુશીમાં નાનપણથી લઈને આજસુધી ઘણા બધા પરિવર્તન થયા છે. નાનપણમાં એક સામાન્ય જેવી દેખાતી છોકરી આજે ફેશન આઈકોન બની ગઈ છે.

ખુશીના આ ફોટો જોઈને તમે સમજી જશો કે આ ‘મીની-શ્રીદેવી’ છે.

ટૂંક સમયમાં ખુશી કપૂર 18 વર્ષ પુરા કરશે:


તમને જણાવી દઈએ કે ખુશીની જન્મ તારીખ 5મી નવેમ્બર 2000 છે. હાલમાં તેણીની ઉંમર 17 વર્ષ છે અને ખૂબ જ જલ્દી 18મો જન્મ દિવસ આવવાનો છે. પણ અત્યારથી જ તેણી એક સ્ટાર જેવી લોકપ્રિયતા મેળવી ચુકી છે.

હમણાં થોડા દિવસોથી તેના બાળપણની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે જેને જોઈને તમે ચોંકી જશો.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!