આ રીતે ઓળખો, તરબૂચ મીઠું અને લાલ છે કે નહીં ??

તરબૂચ મીઠું છે કે નહીં?

તરબૂચ કોને ન ભાવે? ઉનાળામાં તો તરબૂચ લગભગ દરેકના ઘરમાં લવાતું જ હોય છે. તરબૂચ શરીરને હાઈડ્રેટ રાખવા માટે ઘણું મદદરુપ સાબિત થાય છે. આ સિવાય વજન ઘટાડવા માટે પણ તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે.

દુકાનદારની વાતોમાં ન આવો

પરંતુ તમે તરબૂચ ખરીદીને ઘરે લાવો અને તે ઉતરી ગયેલું કે પછી સાવ ફીક્કું નીકળે તો તમારા પૈસા તો બગડે જ, ઉપરથી મૂડ પણ ખરાબ થઈ જાય. દુકાનદાર તમને ‘મીઠું ના હોય તો કાલે પાછુ આપી જજો’, ‘મધ જેવુ મીઠું છે’ આવી વાતો કહીને ગમે તે તરબૂચ પકડાવી દે તેના કરતા આ રીતે તમે જાતે જ ઓળખો કે તરબૂચ મીઠું હશે કે નહીં.

પીળા ડાઘ

તરબૂચ ખરીદવા જાઓ તો ભૂલ્યા વિના ચેક કરો કે તેના પર પીળા ડાઘ છે કે નહીં. ઘણાં લોકો આખું ગ્રીન તરબૂચ ખરીદવાની ભૂલ કરતા હોય છે, પણ આખું લીલું તડબૂચ અંદરથી ઘણી વાર કાચું નીકળે છે. તરબૂચ પર પીળા ડાઘ હોય તો તેનો અર્થ છે કે તેને ખેતરોમાં તડકામાં સારી રીતે પકવવામાં આવ્યું છે.

વજન

જો બે તરબૂચ એક જ સાઈઝના દેખાતા હોય તો બન્નેને હાથમાં ઉંચકીને ચેક કરો. જે તરબૂચ વધારે વજનદાર હોય તે જ ખરીદો. વધારે વજનદાર તરબૂચ રસદાર અને મીઠું હશે.

ચમકદાર તરબૂચ ન ખરીદો

જો તમને એવુ લાગતુ હોય કે ચમકદાર દેખાતું ફળ રસદાર અને મીઠું હશે તો તમે ખોટા છો. આવા તરબૂચ ઘણી વાર અંદરથી કાચા નીકળે છે. માટે દેખાવ પરથી તરબૂચ ખરીદવાની ભૂલ ન કરશો.

ઓવલ શેપ

શક્ય હોય ત્યાં સુધી ઓવલ શેપનું તરબૂચ જ ખરીદો. અન્ય શેપના તરબૂચ કાચા હોય છે અને તેમાં મીઠાશ પણ ઓછી હોય છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!