ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પાણી ની બોટલ નો ભાવ વાંચવા જેવો છે

ક્રિકેટર વિરાટ કોહલી વિશે તો કશું કહેવાની જરૂર નથી જ!અત્યારે ભારતના લોકોમાં તે એક આઇકોન બની ચુક્યો છે.મેદાન પર હોય ત્યારે લાજવાબ રીતે એનું બેટ વિંઝાય છે અને રનનો ઢગ ખડકાય છે.હાલ વિશ્વના કોઇપણ બોલરનો સામનો કરવો કોહલી માટે સરળ છે.જાણે સચિનના રેકોર્ડની પાછળ પડી ગયો હોય એવી સિધ્ધીઓ તે હાંસલ કરી રહ્યો છે.જો કે,તેમના થોડા અડિયલ સ્વભાવને લીધે તે ચર્ચામાં રહે છે તે છતાં તે એક બેમિશાલ ખેલાડી છે.

હાલ તેની સફળતા ચરમ પર છે એમ પણ કહી શકાય.ટીમ ઇન્ડીયાના કેપ્ટન પદનો તાજ તેની ઉપર છે.અહીં આપણે વાત કરવી છે કોહલીની ફિટનેસ વિશે.તમને જણાવી દઇએ કે,કોહલી એમની ફિટનેસને લઇને ઘણો જ સજાગ રહે છે.એવા દરેક કાર્યથી તે દુર રહે છે જે તેની ફિટનેસને ખરાબ અસર કરનાર હોય.

ઘણીવાર સમાચારમાં કોહલીના ખોરાક વિશેની વાતો,નાસ્તા વિશેની વાતો ચમકતી હોય છે.જેનાથી કદાચ આપ માહિતગાર હશો જ.વિરાટ કોહલી યોગ્ય એક્સરસાઇઝ,દિનચર્યા અને ખોરાકથી પોતાને પુરી રીતે ફિટ રાખવાના પ્રયત્ન કરે છે.અહીં થોડી અલગ વાત કરવી છે અને એ છે કોહલી દ્વારા પીવાતાં પાણી વિશેની:

ફિટનેસનો સંપૂર્ણ ખ્યાલ –

કોહલી પોતાની ફિટનેસ બાબતે બહુ સજાગ રહે છે.આપને જાણીને આશ્વર્ય થશે કે કોહલી પાણી પણ ભારતનું નહી,બલ્કે વિદેશમાંથી મંગાવીને પીવે છે.જી હાં,વિરાટ કોહલી પાણી પણ વિદેશથી મંગાવે છે!આવું એ એટલા માટે કરે છે કે એ પાણીમાં રહેલા મિનરલ બોડીને ફિટ રાખવામાં મદદ કરે છે.

એવિયન નામનું પાણી –

તમને જણાવી દઇએ કે,વિરાટ કોહલી જે મિનરલ વોટર પીએ છે તેનું નામ એવિયન છે.જે ફ્રાંસથી મંગાવવામાં આવે છે.જેમાં રહેલા મિનરલથી કોહલીને ફિટ રહેવામાં સફળતા-સહાય મળી રહે છે.આ કારણ છે કે વિરાટ કોહલી છેક ફ્રાંસથી પાણી મંગાવે છે.

૬૦૦ રૂપિયે લીટરની બોટલ! –

હાં,તો હવે જાણી જ લો આ પાણીની કિંમત.એવિયનની ૧ લિટરની બોટલની કિંમત છે – ૬૦૦ રૂપિયા!વિરાટ કોહલી પાણી માટે આટલા ખર્ચી નાખે છે!

પણ ખરેખર તમને જાણીને આશ્વર્ય થશે કે અમુક સેલિબ્રિટીઓ તો પાણી પાછળ ૩૬,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચો કરી નાખે છે!

એવિયન પાણીથી વજન ઘટે છે,તણાવ દુર થાય છે અને ત્વચાની કોમળતા માટે ઉત્તમ હોવાનું કહેવાય છે.કોહલી સાથે એવિયનની બોટલ હોય જ છે.આ બોટલનું ઢાંકણું સ્વર્ણ તાજથી રોશન હોય છે.બનાવનાર કંપની બોટલને પણ એકદમ આકર્ષક બનાવે છે.

મિત્રો,’જ્ઞાન સાથે ગમ્મત’ પરની મનોરંજક અને અજાણી જાણકારી ગમી હોય તો આપના મિત્રોને શેર કરીને એને પણ જરૂર નવાઇ પમાડજો!ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!